________________
માટે ગુરુની હિતશિક્ષા સાંભળવાની યોગ્યતા પ્રાપ્ત કરી લેવી છે. આપણે માયા કરીશું તો આપણો નિસ્તાર નહિ થાય.
સ૦ અમે અંત સમયે ભગવાનને યાદ કરીએ તો નિસ્તાર થાય ? અંત સમયે પણ ભગવાનને શા માટે યાદ કરો છો ? દુઃખ ટાળવા માટે કે મરણ સુધારવા ? આપણે ત્યાં ‘જન્મજરામૃત્યુનિવારણાય' આવે, ‘દુઃખનિવારણાય’ની વાત ન આવે. આ તો દુઃખ ટાળવાનો ભાવ હોય અને કહે કે સમાધિ જોઇએ છે, આ પણ એક માયા છે ને ? જેણે જીવતાં સમાધિ મેળવી ન હોય તેને મરતાં સમાધિ મળે તો તો અચ્છેરું થયું - એમ સમજવું અથવા તો એ સમાધિ બનાવટી છે – એમ માની લેવું. દુ:ખમાં ભગવાન યાદ કરવાના, પણ દુઃખ નિવારવા માટે નહિ, દુઃખમાં થતી અતિને ટાળી દુઃખ ભોગવી લેવા માટે યાદ કરવાના. સુખમાં પણ ભગવાનને યાદ કરવાના, પરંતુ તે સુખ ટકાવવા માટે નહિ, સુખથી છૂટવા માટે યાદ કરવાના.
ન
અહીં જણાવે છે કે જ્યારે પણ જ્ઞાની એવા ગુરુભગવંતો આપણને શીત અથવા પરુષ વચન વડે હિતશિક્ષા આપે એટલે કે મધુર વચનથી આપે કે કઠોર વચનથી આપે એમાં મારો એકાંતે લાભ છે : એમ સમજીને શિષ્ય પ્રયત્નપૂર્વક તે હિતશિક્ષાને સાંભળે. અહીં ‘શીત’ શબ્દ પહેલાં લખ્યો છે, તેનું કારણ એ છે કે આચાર્યભગવંતો શરૂઆતમાં મધુર શબ્દોથી હિતશિક્ષા આપે. આમ છતાં આપણે તેમની વાત કાને ન ધરીએ ત્યારે કઠોર વચનથી હિતશિક્ષા આપવી પડે. શાસ્ત્રમાં કહ્યું છે કે નવા સાધુને ઘર યાદ ન આવે એ રીતે તેને કેળવણી આપવાની. કેળવણી તો આપવાની જ છે, પરંતુ શરૂઆતમાં શીત વચનોથી સમજાવવાનું. આપણે મધુર વચનથી જ સમજી જઇએ તો કઠોર વચનની જરૂર જ ન પડે. આમ છતાં કોઇ કારણસર કઠોર વચનથી પણ હિતશિક્ષા આપે તો એમાં એકાંતે લાભ છે. લાભ તેને કહેવાય કે જે અપ્રાપ્ત હોય તેને પ્રાપ્ત કરાવી આપવું. આપણી પાસે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી આવ્યા તે લાવી આપવાનું કામ આ ગુરુની હિતશિક્ષા કરે છે માટે તેમાં શિષ્યને લાભ દેખાય છે. અર્થકામની પ્રાપ્તિમાં લાભ નથી, જ્ઞાનદર્શનચારિત્રની શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૬૪
પ્રાપ્તિમાં જ લાભ છે : એટલું યાદ રાખવું. ગુરુ જ્યારે હિતશિક્ષા આપે ત્યારે તેમની સન્મુખ જ નમ્ર ચહેરે જોવું. આંખ આડા કાન ન કરવા. કદાચ બહુ શરમ આવે તો નીચું જોવું, પણ આડું ન જોવું. અને ગુરુ જે જણાવે તે ભૂલને સ્વીકારીને ‘હવે બીજી વાર નહિ કરું' આ પ્રમાણે કહેવું... તેનું નામ પ્રયત્નપૂર્વકનું પ્રતિશ્રવણ.
अणुसासणमोवावं दुक्तस्स व चोषणं ।
हियं तं मण्णइ पण्णो बेसं होड़ असाहूणो ॥१-२८॥
આચાર્યભગવંતની પાસે માત્ર અનુશાસન ઝીલવા માટે જ બેસવાનું
છે. એવા વખતે આપણને માઠું લાગતું હોય છે અને એના કારણે આપણે ગુરુને છોડીને જવાનું કામ કરતા હોઇએ છીએ. આના કારણે જ આપણે સારામાં સારી લઘુકર્મિતાને હારી જતા હોઇએ છીએ. ગુણ પામવાની તકને આપણે ગુમાવતા હોઇએ તો તે આ અનુશાસનના અણગમાના
કારણે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો ગ્રંથિદેશે આવીએ ત્યારે આયુષ્યકર્મ સિવાયનાં સાતે કર્મોની સ્થિતિ પ્રત્યેકની ઘટાડીને એક કોટાકોટિ સાગરોપમથી પણ ઓછી કરીને આવીએ છીએ. આટલી લઘુકર્મિતા પછી પણ ગ્રંથિને ઓળખી ન શકીએ તો તેના કારણે આપણે પાછા ગ્રંથિથી દૂર જતા રહીએ છીએ. અચરમાવર્ત્ત કાળમાં આવું આપણા માટે અનેકવાર બન્યું છે. અસંખ્યાત સમય સુધી ગ્રંથિદેશે રહેવાય, પણ એના પછી ગ્રંથિને ઓળખીને જો ભેદીએ નહિ તો ગ્રંથિથી દૂર જવું જ પડશે. અનંતી વાર ગ્રંથિદેશે આવ્યા પછી પણ ગુરુભગવંતના ઉપદેશને ઝીલવાનું કામ ન કરવાના કારણે જ આપણે ગ્રંથિથી દૂર થઇ જઇએ છીએ. કર્મની લઘુતાના કારણે અનુશાસન ઝીલવાની યોગ્યતા પામ્યા પછી પણ માત્ર આપણને ન ગમે એટલામાત્રથી ગુરુને છોડીને જતા રહેવાના કારણે આપણે ધર્મથી દૂર રહ્યા. આપણા આત્માનું હિત હિતોપદેશને ઝીલ્યા વિના થવાનું જ નથી - આટલું સ્વીકારી લેવું છે. આપણને ન સમજાય તો ઊભા થઇને જતા રહેવું - એ વ્યાજબી નથી. સ્કૂલમાં કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૬૫