________________
વખત આવે ત્યારે પણ ‘આ મારા સંસારીપણાના પિતાશ્રી હતા' એમ કહેવું.
જે સંસારીપણાની અવસ્થા જ ત્યાજ્ય હોય તેના સંબંધ ઉપાદેય ક્યાંથી ગણાય ? વીતરાગપરમાત્માનું શાસન આપણને રાગ કરવા જ ન દે. પ્રેમના સૂચક શબ્દો સાહિત્યમાં શોભે, શૃંગારરસમાં શોભે, ધર્મશાસ્ત્રમાં તો શાંતરસની જ વાત હોય. તેમાં રાગને મારનારી ભાષા હોય, રાગને પુષ્ટ કરનારી ભાષા વીતરાગપરમાત્માના શાસનમાં હોય જ નહિ. સ૦ ગૌતમસ્વામી મહારાજને ભગવાન પ્રત્યે રાગ હતો ને ?
એટલે જ તો તેમનું કેવળજ્ઞાન અટકેલું હતું. આપણને કેવળજ્ઞાન જોઇતું નથી એટલે આપણને એમાં દુઃખ નથી થતું. તેમને તો જોઇતું હતું માટે દુ:ખ થતું હતું. આ તો નાના છોકરાને જેમ પૂછીએ કે દીક્ષા લેવી છે ? તો તે હા પાડે, તેની જેમ જ તમે હા પાડો છો ને ? એને પતાસું આપો તો ય હાથમાં લે અને ઓધો આપો તો ય હાથમાં લે ! એવી જ દશા તમારી છે ને ? દીક્ષા લેવાજેવી છે - એવું બોલો છો, પણ હૈયાના ખૂણામાં એ પરિણામ નથી – ખરું ને ? જે રાગને પુષ્ટ કરે એ ભાષા સાવદ્ય છે. અમારી ભાષાની મધુરતાના કારણે તમને અમારી પ્રત્યે આકર્ષણ થાય તો અમારી ભાષા સાવદ્ય બનવા માંડી છે - એમ સમજવું. અમારે તમારો તિરસ્કાર નથી કરવાનો, તમને ખરાબ લાગે એવું નથી બોલવાનું, પણ સાથે તમને સારું લાગે એવું બોલવાની જરૂર નથી, તમને આવકારવાની જરૂર નથી. દ્વેષનો પરિણામ ન આવે માટે કઠોરભાષા નથી બોલવાની, પરંતુ એની સાથે જ રાગનો પરિણામ ન જાગે એ માટે મધુર-પ્રેમબોધક વચનો પણ નથી બોલવાનાં. જે ભાષા આપણને સંસાર તરફ લઇ જાય તે સાવદ્યભાષા અને જે ભાષા આપણને સંસારમાંથી ખસેડી મોક્ષ તરફ લઇ જાય તેને નિરવદ્યભાષા કહેવાય. સાધુભગવંતની ભાષા એવી હોય કે જેના કારણે આપણું મોક્ષનું અંતર કપાય, આપણે મોક્ષની નજીક જઇએ. આથી જ આચાર્યભગવંતને છત્રીસ વર્ષ પછી દેશનાનો અધિકાર આપ્યો છે કે જેના કારણે પાપનો એકે અંશ ભાષામાં ભળે નહિ. સર્વવિરતિધર્મની દેશના નિરવદ્ય છે માટે જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫૪
આચાર્યભગવંતો સર્વવિરતિપ્રધાન દેશના આપતા હોય છે. ગૃહસ્થપણાના ધર્મની દેશના આપતી વખતે સાવદ્યનો અંશ પુષ્ટ ન બને તેની સતત તકેદારી રાખવી જ પડે. ભાષા તો એવી હોવી જોઇએ કે જેના કારણે આપણે પાપથી રહિત બનીએ. આથી જ અહીં ‘સાવઘ’નો અર્થ કરતાં ‘સપાપ ભાષા’ કહ્યું છે. પાપેન સ ્ વતંતે રૂત્તિ સપાપ: । જે પાપવાળી ભાષા હોય તેને સાવદ્યભાષા કહેવાય છે. અઢાર પ્રકારનાં પાપસ્થાનક છે. આ બધાં પાપોનો સમાવેશ રાગ અને દ્વેષ બેમાં થઇ જાય છે. આથી જ તો વંદિત્તાસૂત્રમાં વારંવાર રામેળ વા રોમેળ વા એમ જણાવ્યું છે. જેના કારણે રાગ કે દ્વેષ પુષ્ટ થાય તે ભાષા સાવદ્ય કહેવાય. આવી ભાષા બોલવી નહિ. અહીં પુઠ્ઠો શબ્દ આપ્યો છે. એનો અર્થ એ છે કે કોઇએ પૂછ્યું હોય ત્યારે જ જવાબ આપવો. કોઇ પૂછે નહિ ત્યાં સુધી બોલવું નથી અને પૂછ્યા પછી પણ સાવદ્ય ન બોલવું. આપણા મનમાં ગમે તેટલો રાગ કે દ્વેષ હોય તોપણ તે આપણા વચનમાં પ્રગટ ન થાય તેની આપણે ખાસ કાળજી રાખવી. આપણા ગુણદોષના કારણે કે આપણા રાગદ્વેષના કારણે બીજાનું ખરાબ ન થાય તે રીતે ભાષાનો પ્રયોગ કરવો. સ૦ ભગવાને મેઘકુમારને ‘વત્સ’ કહીને બોલાવ્યા ને ?
વત્સ કહીને બોલાવ્યા, પણ પછી શું કહ્યું ? દુાંત ત્વયા । તે રાત્રે દુર્ધ્યાન કર્યું - એમ કહ્યું ને ? હિત જેમાં થતું હોય તેવાં કઠોર પણ વચનો બોલવાની તૈયારી હોય તેણે ‘વત્સ’ શબ્દનો પ્રયોગ કરવો. લોકોને માત્ર આપણી તરફ ખેંચવા માટે મધુર ભાષા બોલવી તે તો સાવદ્ય ભાષા છે. લોકો આપણા પુણ્યથી ખેંચાય એના કરતાં ભગવાનના વચનના કારણે ખેંચાય તે સારું. લોકો ધર્મ કરતાં થાય તે પ્રભાવના નથી. લોકો ધર્મ પામે તે પ્રભાવના છે.
સ૦
મા દીકરા માટે સાવદ્યભાષા વાપરે ને ?
મા પણ સાવદ્યમાં બેઠી હોય અને દીકરો પણ સાવઘમાં બેઠો હોય તો પછી તેમની ભાષા સાવદ્ય છે કે નહિ તેનો વિચાર કરવાની જરૂર નથી. છતાં મા-દીકરાનો સંબંધ કેવો હોય અને દીકરા માટે માની ભાષા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫૫