________________
સ0 બધું જ ફરજિયાત છે.
સવારે પથારી ઉપાડવાથી માંડીને રાત્રે પથારી નાંખવા સુધીનું બધું જ કામ કરવું પડશે – એમ કહો ને ? તો સાધુપણામાં બધું જ ફરજિયાત હોય ને ? સાધુપણામાં તો પાપ જેટલાં કરેલાં છે તે બધાં જ ખપાવવાનું ફરજિયાત છે. જેટલું દુ:ખ ભોગવાય, પાપ પૂરું થાય તેટલો મોક્ષ નજીક આવશે. જેટલું વહેલાં કામ પતે તેટલું કેવળજ્ઞાન જલદી મળે ને ? આરામ ન કરવો અને કામ કરવું : એ સાધુપણામાં ફરજિયાત છે. જે ગુરુવચનમાં રહેલા સાધુ હોય તે તો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી સૂક્ષ્મ વ્રતને પાળનારા હોય છે. પાંચ મહાવ્રતોનું સૂક્ષ્મતાથી પાલન તે જ કરી શકે કે જે શીલસંપન્ન હોય. તેથી ‘સ્થૂલવ્રત’ પછી ‘કુશીલ’ પદ આપ્યું છે. પાંચ મહાવ્રતના પાલન માટે અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનારા બનવું જોઈએ. પાપ અઢાર પ્રકારનાં છે અને આચાર અઢાર હજાર પ્રકારના છે. આ શીલ જેની પાસે ન હોય તેને કુશીલ કહેવાય અને જે પાંચ મહાવ્રત સૂક્ષ્મતાથી ન પાળે તે સ્થૂલવ્રતવાળા કહેવાય. સ0 પાંચ મહાવ્રતમાં બધું આવી જાય, પછી શીલાંગધારા કેમ કહ્યું ?
મહાવ્રતનું પાલન પણ શીલાંગના પાલન દ્વારા જ થઈ શકે છે. તમે હાથમાં થેલી પકડો, પણ પકડ તો પાંચ આંગળીની મજબૂત હોવી જોઇએ ને ? આંગળી ઢીલી પડે તો હાથમાંથી થેલી છૂટી જાય ને ? તેમ અઢાર હજાર પ્રકારનું શીલ મજબૂત હશે તો જ પાંચ મહાવ્રતોનું પાલન સરળતાથી થઇ શકશે. સ0 અઢાર હજાર ભાંગામાં ધ્યાન કેવી રીતે રહે ?
ઉપયોગ રાખીએ તો રહે - હાથપગની વીસ આંગળીઓ છે તેના વીસ નંખ છે. શરીરના કરોડો રૂંવાટા છે. દરેક ઉપર ધ્યાન એક સાથે રહે ને ? એકાદ રૂંવાટામાં પીડા થાય તો ખબર પડી જાય ને ? તો અઢાર હજાર શીલમાં ધ્યાન ન રહે ? ઉપયોગ રાખીએ તો રહે, જે તકલીફ છે તે ઉપયોગ રાખવાની છે. ઉપયોગ તો આપણો પ્રાણ છે, જીવનું લક્ષણ છે. ઉપયોગ રાખીએ તો બધું જ શક્ય છે. ગુરુના વચનમાં રહેવું હોય તો ઉપયોગ રાખવો
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
જ પડે ને ? ગુરુભગવંત ડગલે ને પગલે આપણને પાપથી દૂર રાખે છે. ધર્મસ્થાનમાં આવ્યા પછી આપણે પાપના ભાજન ન બનીએ તે માટે ગુરુ હિતશિક્ષા આપતા હોય છે. આ તો અમને પૂછવા આવે કે – ‘શત્રુંજયગિરિ ઉપર ખવાય કે નહિ ?' આપણે કહેવું પડે કે ‘ભાઇ ! પાલિતાણામાં જ ખવાય નહિ, જયારથી ડુંગર દેખાય ત્યારથી ખવાય નહિ.' અમારા આચાર્યભગવંત કહેતા હતા કે પાલિતાણા જાત્રા માટે જાય તો તે દિવસે ઉપવાસ જ કરે અને બીજે દિવસે પાલિતાણાની બહાર જઇ પારણું કરે. સ0 ચોમાસું કે નવ્વાણું કરવું હોય તો ?
ચોમાસું કરવું હોય તો ચાર મહિનાના ઉપવાસ થાય ને ? ભગવાનના શાસનમાં તો છ મહિનાનો તપ કહેલો છે. તેમાંથી બે માસ ઓછો તપ શક્તિ હોય તો કરી શકાય ને ? સ0 ચાર માસ તપ કર્યો એ નહિ જોવાનું, બે માસ બાકી છે એમ જોવાનું ?
તમે પણ શું કરો છો ? મૂડી આવી ગઇ એ જુઓ કે વ્યાજ બાકી છે – એ જુઓ ? કેટલું કર્યું એ નથી જોવું, કેટલું બાકી છે – એ જોવું છે. નવ્વાણું પણ દિવસમાં બે-બે ત્રણ-ત્રણ જાત્રા કરીને નથી કરવાની. ઉપવાસના દિવસે જાત્રા કરવાની, પારણાના દિવસે ન કરવી. લાગલગાટ જાત્રા કરવાનું વિધાન નથી. મોક્ષે જવાની ઉતાવળ છે માટે લાગલગાટ જાત્રા કરે છે એવું નથી, ઘરે જવાની ઉતાવળ છે માટે લાગલગાટ જાત્રા કરે છે. બાકી એક દિવસમાં એક જ જાત્રા કરે અને ઉપવાસ કરીને કરે તો નવાણું પણ કરી શકાય ને ? સ0 ટૂંકમાં, ફળ આપે એ રીતે કરવાનું – એમ જ ને ?
ફળ આપે એ રીતે નહિ, ફળ પ્રાપ્ત કરી શકાય - એ રીતે કરવાનું. ઝાડ ઉપરથી પણ ફળ લેવું પડે છે, એની મેળે નથી મળતું. ફળ પામવા માટે પુરુષાર્થ કરવો પડે છે. ઝાડનું સિંચન ન કરો તો એ ફળ ન આપે ને ? તેમ અહીં પણ આજ્ઞાપાલનનો પરિણામ હોય તો જ તે તે ક્રિયાઓ ફળદાયી બને. અહીં જણાવે છે કે જેઓ આ રીતે ગુરુનું સાંભળતા નથી, ભૂલથી - ઉપરઉપરથી વ્રત પાળે છે, કોઇ જુએ તો પાળે, ન જુએ તો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૮૯
૮૮