________________
મહાપુરુષો આપણા હિતની જ ચિંતા કરતા હોય છે, આપણા સુખની નહિ. આ મહાપુરુષોને પામ્યા પછી આપણે પણ આપણી પાસે આવનારના હિતની જ ચિંતા કરવી જોઇએ. આજે મોટે ભાગે સાધુસાધ્વી પોતાની પાસે આવેલાના હિતની ચિંતા કરતા નથી. અમારી પાસે આવેલા મોક્ષમાં પહોંચે એવી ચિંતા કરવાના બદલે અમારી પાસે આવતા રહે એટલી જ ચિંતા કરીએ તો તે તેમની હિતચિંતા નથી. તમારે પણ તમારા સંતાનોના સુખની ચિંતા કરવાના બદલે હિતની ચિંતા કરવી જોઇએ. કૃષ્ણમહારાજા પોતે દીક્ષા લઇ શક્યા ન હતા. છતાં પોતાના સંતાનને ચારિત્ર અપાવ્યું હતું. પોતાની દરેક દીકરીઓને પૂછ્યું હતું કે “તારે રાણી થવું છે કે દાસી’ ત્યારે બધી દીકરી રાણી થવાનું જણાવે એટલે સાધ્વી પાસે મોકલી દે, એક દીકરી ચાલાક હતી, તેણે દાસી થવાની વાત કરી તો તેને એવાની સાથે પરણાવી કે જે બરાબર દાસીપણાનો અનુભવ કરાવે. તેથી ફરી પેલી રોતી રોતી કુષ્ણમહારાજા પાસે આવી અને રાણી થવાની વાત કરી તો સાધ્વી પાસે મોકલી. આપણું કે આપણા સંતાનોનું હિત આત્મદમનમાં જ સમાયેલું છે. પ્રતિકૂળતા ભોગવવામાં આપણું હિત સમાયેલું છે, અનુકૂળતા ભોગવવામાં નહિ. આત્માનું દમન કરવું છે, પાલન નથી કરવું. અનુકૂળતા આપવી તેનું નામ પાલન અને અનુકૂળતા છોડવી તેનું નામ દમન. સ0 અનુકૂળતા ભોગવવી જ નહિ ?
ના ! અનુકૂળતા ભોગવવી જ નહિ, ઉપરથી પ્રતિકૂળતા ભોગવી લેવી. અનુકૂળતા મળે તોપણ ભોગવવી નથી. સ0 ગાડીમાં ઊભા હોઇએ ને કોઇ જગ્યા કરી આપે તો ?
તોપણ ન બેસવું. એને કહેવું કે મને તો સો લોગસ્સનો કાઉસ્સગ્ગ ઊભા ઊભા કરવાની ટેવ છે. તેથી કાંઇ ચિંતા નથી. આપણા આચાર્યભગવંતે પણ કહ્યું હતું કે શ્રાવક મુસાફરીમાં પોતાનું ભાથું લઇને જાય અને આજુબાજુવાળાને આપે, પોતે ન વાપરે. પેલા જો કહે કે તમે પણ વાપરો, તો એ કહે કે મને તો ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ કરવાની ટેવ ૧૨૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
છે. તેથી તમે વાપરો... આપણને મળતી હોય તો ય અનુકૂળતા ભોગવવી નથી. કારણ આજે મળી માટે અનુકૂળતા ભોગવી, કાલે નહિ મળે તો માંગવાનું મન થશે, માંગીને નહિ મળે તો ગમે તે રીતે પડાવી લઇને મેળવવાનું મન થશે. માટે મળે તોય નથી લેવું. સ0 નીરસભાવે ભોગવીએ તો ?
અગ્નિને નીરસભાને અડો ? શસ્ત્રથી નીરસભાવે છેદાઓ ? વિષ નીરસભાવે ખાઓ ? આ નીરસનો અર્થ જ એમ માનવો પડે કે નીતરતો રસ આમાં છે. જો રસ નથી તો ભોગવવું શા માટે ? એટલું તો પૂછવું પડે ને ? અનુકૂળતા ભોગવ્યા વિના ચાલે એવું જ ન હોય ત્યારે નીરસંભાવે ભોગવવાની વાત કરવી. આજે તમારું લગભગ એવું પુણ્ય જ ક્યાં છે ? તમે અનુકૂળતાની પાછળ પડ્યા છો કે અનુકૂળતા તમારી પાછળ પડી છે ?
આત્માનું દમન સંયમ દ્વારા કરવાની વાત લગભગ પૂરી કરી, હવે તપની વાત સામાન્યથી સમજી લેવી છે. આત્મદમનના ઉપાય તરીકે તમને જણાવ્યો છે. એના દ્વારા આડકતરી રીતે તપનો ઉદ્દેશ સૂચિત કર્યો છે. તપ પ્રભાવના મેળવવા કે તપસ્વી કહેવડાવવા માટે નથી કરવાનો, આત્મદમને માટે કરવાનો છે. આજે તપ નિર્જરા માટે કે મોક્ષ માટે કરવાનો છે – એવું બોલીએ ખરા, પણ આત્મદમન માટે તપ છે – આ વસ્તુ જ મગજમાંથી વીસરાઇ ગઇ છે. જો આત્મદમન માટે તપ કર્યો હોત તો નિર્જરા સારામાં સારી થાત ને મોક્ષ હથેળીમાં હોત. આપણો તપ આત્મદમન માટે છે કે આત્માની પૂજા કરવા માટે છે ? આજે તો તપસ્વીને પણ કેટલી પ્રભાવના મળી – એવું પૂછનારા મળે, પણ આસક્તિ કેટલી ઘટી - એવું પૂછનાર કોઈ મળતું નથી. આ તો ખાવાનું ખરાબ લાગે માટે તપ કરે અને ખાવાનું સારું લાગે તો પારણું કરે. આવાનું આત્મદમન ક્યાંથી થાય ? અમારા આચાર્યભગવંતે એક વાર કહેલું કે પહેલાં ખાતાં શીખો, પારણાં કરતાં શીખો પછી તપ કરો . જો પારણોમાં વિશિષ્ટ વસ્તુની અપેક્ષા જાગે તો તેવો તપ ન કરવો. આ તો ઉપવાસના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૨૫