________________
ને પગલે તકલીફ છે. તમારે પણ સાધુ થવું છે ને ? તો ઘરના લોકોની ભૂલ ગળી ખાતાં શીખી લેવું છે. મોઢું બંધ રાખવાનું, પણ મોટું ચઢાવીને ફરવાની જરૂર નથી. એક વાર વેઠવાનો અધ્યવસાય જાગે તો બધી તકલીફોનો અંત આવી જાય. મન પ્રસન્ન હોય તો બધાં દુઃખોનો અંત આવે. એક વાર મન અસ્વસ્થ બને તો ગમે તેટલી અનુકુળતા મળે તોય ન ગમે. કોઇ ગમે તેટલું અયોગ્ય વર્તન કરે આપણે આપણી પ્રસન્નતા કે સ્વસ્થતા હણાય નહિ – એ રીતે જીવવું છે. બીજાને યોગ્ય બનાવવાના બદલે આપણે યોગ્ય બનવું છે. ઘરનાને સમજાવવા માટે બેસવા કરતાં આપણે ગુરુ પાસે સમજવામાં સાર છે. લોકોને સમજાવવા કરતાં આપણે સમજી લેવું સારું... આપણે હજુ સમજવાનું બાકી છે તો બીજાને સમજાવવાની પ્રવૃત્તિ નથી કરવી. ઘરમાં મૌન રાખવાનું અને ઘરના લોકો પૂછે કે કેમ બોલતા નથી, તો કહેવું કે તમારી કોઈ ભૂલ નથી. તમારો દીકરો, ધણી કે બાપ થયો છું તે મારી ભૂલના કારણે થયો છું. તેથી હવે બોલવાનો કોઈ અર્થ નથી. માતાપિતા વગેરે પાત્રો આપણે પસંદ કરીને નથી લીધાં, કમેં આપેલાં જ લીધાં છે ને ? જે પાત્ર પાછળથી પણ ભેગું કર્યું એ ય આપણી પસંદગીનું છે કે એના કરતાં ચઢિયાતું પાત્ર હતું ? આ અવસર્પિણીમાં ભરત મહારાજાને પણ પોતાની બહેન સુંદરીને સ્ત્રીરત્ન બનાવવાની ઇચ્છા હતી. પરંતુ ભારતમહારાજા જ્યારે સાઈઠ હજાર વર્ષ યુદ્ધ કરવા ગયા ત્યારે સુંદરીએ દીક્ષા લેવા માટે સાઇઠ હજાર વર્ષ સુધી આયંબિલ કર્યો. માત્ર શ્રીખંડ કે બાસુંદીનો ત્યાગ કરવાથી દીક્ષા ન મળે, છ વિગઇનો ત્યાગ કરે તો દીક્ષા મળે. બ્રાહ્મીએ દીક્ષા લીધી ત્યારે સુંદરીની ઇચ્છા હોવા છતાં ભરતમહારાજાએ તેને જવા ન દીધી, પણ સાઈઠ હજાર વરસ પછી પાછા ફર્યા બાદ જાણ્યું કે સુંદરીએ દીક્ષા માટે સાઇઠ હજાર વરસ આયંબિલ કર્યો તો ભરતમહારાજાએ તેને રજા આપી, દીક્ષા માટે કાયાને કુશ કરી નાંખે તો દીક્ષા મળ્યા વિના ન રહે. ભરતમહારાજાને પણ સુંદરીને બદલે બીજાને સ્ત્રીરત્ન બનાવવું પડ્યું. જો
ભરતમહારાજાને પણ પોતાની પસંદગીનું પાત્ર ન મળે તો તમને-અમને ક્યાંથી મળે ? તેથી ઘરમાં મૌન ધારીને રહેવું છે. સ0 ન બોલીએ તો લોકો અમને મૂઢ ગણે.
ભલે મૂઢ કહે ! તમને કોઇ પૂછે કે – તમારી પાસે કેટલા પૈસા છે ? ત્યારે તમે જવાબ ન આપો તેથી તે તમને મૂઢ કહે તો તમે શું કરો ? ઉપરથી એને મૂરખ કહો ને ? આ તો “મોંઘવારી વધી છે” એની ફરિયાદ કરે ને આપણે પૂછીએ કે મોંઘવારી સાથે આવક કેટલી વધી છે – એ વાત તો કર !' તો કહે કે - “આવકનું આપને શું કામ છે ? આપને કાંઇ કામ હોય તો કહો, બાકી આપણો દાળ-રોટલો નીકળી રહે છે.” આ દાળ-રોટલો કયો છે - એ જ સમજાતું નથી. સ0 આપણો અધિકાર હોય ત્યાં બે શબ્દ કહીએ તો વાંધો નહિ ને ?
આપણો અધિકાર કોઇના ઉપર નથી. માટે કોઇને કહેવું નથી. એક વાર આચાર્યભગવંતે પણ કહ્યું હતું કે – “આ દુનિયાની નાશવંત ચીજ ઉપર પોતાનો અધિકાર જમાવવો – એ તો મોટામાં મોટી બેવકૂફી છે. માટે આવી મૂર્ખાઇ નથી કરવી.’
આ બાજુ આચાર્યભગવંત વિચારે છે કે “હું તો લાંબા કાળથી પ્રવ્રજિત છું જ્યારે આ તો હમણાં જ પ્રવ્રજિત થયો છે.’ પહેલાના કાળમાં આચાર્યપદવી છત્રીસ વરસે અપાતી હતી. કોઇક અપવાદ હોય તો વહેલી આપે. બાકી બાર વરસ સૂત્ર, બાર વરસ અર્થ ભણીને ત્રીજા બાર વરસ દેશાટન કરી અનુભવજ્ઞાન મેળવે પછી આચાર્યપદ અપાતું. આથી આચાર્યભગવંત વિચારે છે કે મને દીક્ષા લીધે વરસો થયાં જ્યારે આને તો થોડા જ કલાકો થયા છે. સાથે વિચારે છે કે આટલાં વરસોના શાસ્ત્રીભ્યાસથી રોષના દોષના વિપાકને પણ હું જાણું છું. સાથે આચાર્યપદ પણ મેં પ્રાપ્ત કર્યું છે. આચાર્યપદ એ ક્ષયોપશમભાવની પરાકાષ્ઠામાં મળે છે. તીર્થકરપદ શ્રેષ્ઠ છે પરંતુ તે ક્ષાયિકભાવનું છે. આમ તો તીર્થંકરપદ કે આચાર્યપદ પુણ્યના ઉદયથી મળતું હોવાથી ઔદયિકભાવનું છે. છતાં તે ક્ષયોપશમભાવ કે ક્ષાવિકભાવથી સહચરિત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૦૧
૧00
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર