________________
અહીં જણાવે છે કે ઉજજયિની નગરીમાં નંદનવન જેવું એક ઉદ્યાન હતું. તેમાં પોતાના શિષ્ય પરિવારથી પરિવરેલા ચંડરૂદ્રાચાર્ય નામના આચાર્યભગવંત પધાર્યા હતા. તેમના અનેક શિષ્યો હતા. પણ તેઓ ઘણી સ્મલના પામતા હતા. આના કારણે આખો દિવસ હિતશિક્ષાનો અવસર આવવાથી આચાર્યનો સ્વભાવ અત્યંત ગુસ્સાવાળો થઇ ગયો. ઘણા શિષ્યો હોય અને ઉદ્દંડ હોય તો તેમની સારણાવારણા કરતાં માથું ગરમ થાય ને ? આ રીતે પોતાનો સ્વભાવ ગુસ્સાવાળો થઇ ગયો છે – એનો ખ્યાલ આચાર્યભગવંતને પણ આવી ગયો હતો. એ વખતે ‘મારો આ ગુસ્સો પ્રશસ્ત છે” એમ કહી પોતાના ગુસ્સાને ઉપાદેય માનવાનું કામ નથી કરતા. ઉપરથી તેઓ વિચારે છે કે “આ અવિનીત શિષ્યોની સંખ્યા ઘણી છે, હું એકલો આ બધાને હિતશિક્ષા આપીને માર્ગસ્થ બનાવી શકું એમ નથી. મારા વચનથી એમને તો ફાયદો થતો નથી અને ઉપરથી મારું હિત ઘવાય છે.” આ પ્રમાણે વિચારીને પોતે શિષ્યોની વચ્ચે ન બેસતાં એકાંતમાં બેસીને સ્વાધ્યાય અને ધ્યાનમાં પરાયણ રહે છે. આપણે તો આપણા ગુસ્સાને પ્રશસ્ત મનાવીએ ને ? હિતબુદ્ધિથી કર્યો છે – એમ બચાવ કરીએ ને ? હવે સમજાય છે ને કે આપણા કરતાં ચંડરૂદ્રાચાર્યનો ગુસ્સો લાખ દરજજો સારો હતો !
આ બાજુ એક નવો પરણેલો યુવાન પોતાના મિત્રવર્ગ સાથે ત્યાં આવ્યો અને સાધુને મશ્કરીમાં કહેવા લાગ્યો ‘અમને ધર્મ સમજાવો.” સાધુભગવંતોએ જોયું કે આ તો મશ્કરી કરે છે, માટે કશું જવાબ આપતા નથી. યુવાનો કેવા હોય, ધર્મની પણ મશ્કરી કરે ને ? આજે તો લોકો ફરિયાદ કરે છે કે – “સાધુઓના ઝઘડામાં આ યુવાપેઢી ધર્મથી વિમુખ બનવા લાગી છે.' આપણે કહેવું છે કે યુવાપેઢીને ધર્મ જો ઇતો જ નથી તેથી તે ધર્મથી વિમુખ છે. યુવાપેઢીનું મોટું પહેલેથી સંસાર તરફ જ છે, ધર્મ તરફ છે જ નહિ, વિમુખ થવાની વાત જ ક્યાં રહી ? આ યુવાન તો સાધુઓને મશ્કરીમાં વારંવાર ઉપદેશ આપવાની વાત કરે છે. અંતે તે યુવાને કહ્યું કે - હું હમણાં જ પરણ્યો છું પણ એક જ રાતમાં મારી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પત્નીએ મારો ત્યાગ કર્યો છે તેથી સંસારથી વિરક્ત થયેલા એવા મને દીક્ષા આપો. આવું વારંવાર કહેવાથી સાધુઓએ કહ્યું કે – “વ્રત ગ્રહણ કરવાની ઇચ્છા હોય તો વ્રત આપવાનો અધિકાર અમારો નથી, ગુરુભગવંતનો છે. માટે ત્યાં ખૂણામાં રહેલ ગુરુને વિનંતિ કરો.’ આથી આ યુવાન મિત્રવર્ગ સાથે ચંડરૂદ્રાચાર્ય પાસે ગયો. ત્યાં જઇને તેમને પણ વિનંતિ કરી કે - “આ સંસારથી ભગ્ન થયેલો હું આપના ચરણકમળમાં લાગેલો છું. તેથી આ સંસારરૂપ ઘોર-રૂદ્ર સમુદ્રથી તારનારી પ્રવ્રજયા કે જે સુખકારી છે તે મને આપો.” મશ્કરીમાં પણ જે સાધુપણાનું વર્ણન કર્યું છે તે આબેહૂબ છે ને ? પોતાની જાતને ગુરુના ચરણકમલમાં લાગેલ તરીકે જણાવે છે. આજે પણ ઘણા શિષ્યો આ રીતે પોતાની જાતને ચરણકમલચંચરિક (ભમરો) તરીકે જણાવે છે. પત્રમાં આ રીતે લખે અને સાક્ષાત્ ગુરુ સાથે ઉદ્ધતાઇથી વર્તે. ગુરુની સલાહ લેવાના બદલે વાતવાતમાં ગુરુને સલાહ આપનાર શિષ્ય ભમરા જેવા જ છે, પરંતુ આ ભમરો તો કરડે એવો છે ! આમ અવિનયનો ભંડાર હોય, ગુરુને પૂછ્યા વિના, બતાવ્યા વિના લેખ લખે, કાવ્યો બનાવે અને કાવ્યમાં ગુરુના શિષ્યરત્ન તરીકે નવાજે, જે શિષ્ય કહેવડાવવા પણ અયોગ્ય હોય તે શિષ્યરત્ન તરીકે પોતાને ઓળખાવે તેને રત્ન કહેવાય કે “નંગ' કહેવાય ? અમારે ત્યાં પહેલાના આચાર્યભગવંતો તો પોતાને પૂછ્યા - બતાવ્યા વિના કોઇ શિષ્ય ટપાલ નાંખી દીધી હોય તો શ્રાવક પાસેથી પોસ્ટના ડબ્બામાંથી તે ટપાલ પાછી મંગાવતા. ગુરુને પૂછ્યા વિના કે ગુરુને બતાવ્યા વિના ટપાલ ખોલાય પણ નહિ અને લખીને મોકલાવાય પણ નહિ.
અહીં તો પેલા યુવાને આવું કહ્યું એટલે એક-બે વાર તો સ્વાધ્યાયમાં મગ્ન એવા ચંડરૂદ્રાચાર્યે એની ઉપેક્ષા કરી. છતાં મશ્કરી ચાલુ રાખી તો ગુસ્સે થયેલા આચાર્યભગવંતે કહ્યું કે જો વ્રતની ઇચ્છા હોય તો ભસ્મ (રાખ) લાવ. આમ કહી બે પગ વચ્ચે બેસાડી, હસ્તલાઘવ કળાથી ઘડીભરમાં તેનો લોચ કરી નાંખ્યો. બધા મિત્રો તો ગભરાઇને ભાગી
૯૨.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર