________________
વ્યાખ્યાનમાં ન જવું પડે? વ્યાખ્યાનના કારણે ભગવાનના વચનનો પરિચય થાય અને આપણું જીવન સુધરી જાય.
બીજા ફળ તરીકે પરમાત્માનું દર્શન-પૂજન જણાવ્યું છે. ભગવાનના દર્શનથી આપણા પાપનો નાશ થાય છે. માટે જ તો ભગવાનનું દર્શન કરવાનું જણાવ્યું છે. તેમ જ સાથે ગુરુનું વંદન કરવાનું ફળ પણ ત્રીજા ક્રમ પ્રાપ્ત થાય છે. આ બધો ધર્મ કરવાનો ઉલ્લાસ જાગે કે ન જાગે, કર્યા વિના નથી રહેવું. સ) ઉલ્લાસ વિના શું પરિણામ પામે ?
ઉલ્લાસ નથી માટે ખાવું નથી – એવું વિચારો તો ભૂખે મરવાનો વખત આવે ને ? ખાધા પછી પચે કે પચ્યા પછી ખાવાનું ? ખાઓ જ નહિ તો પચે ક્યાંથી ? તેમ ધર્મ કરો પછી પરિણામ પામશે ને ? ધર્મ કરવા માટે ઉલ્લાસની રાહ જોતા બેસીએ તો ક્યારેય ધર્મ કરી નહિ શકો. સ0 ધર્મ નહિ કરીએ તો લોકમાં નાસ્તિક લાગીશું, પૈસા નહિ ખરચીએ
તો લોકો લોભિયા કહેશે એમ લોકસંજ્ઞાથી ધર્મ કરતા હોઇએ તો ન કરવો ?
લોકસંજ્ઞાથી ધર્મ નથી કરવો. પરંતુ એનો અર્થ એ નથી કે ધર્મ કરવાનું બંધ કરવું. ધર્મની ક્રિયા ચાલુ રાખવી છે, પણ એમાંથી લોકસંજ્ઞાનો આશય કાઢી નાંખવો છે. લોકો આપણને સારા માને કે ન માને, આપણે સારા થવું છે માટે ધર્મ કરવો છે. અત્યાર સુધી આ કશું વિચાર્યું નથી, પણ હવે તો જવાના દિવસો આવ્યા, વિચારવું તો પડશે ને ? લોકોને બતાવવા માટે અત્યાર સુધી ધર્મ કર્યો હવે ધર્મ પામવા માટે ધર્મ કરવો છે. સંસારમાં રહ્યા છીએ માટે પાપ કરીએ છીએ – એવું બોલવાના બદલે સંસાર છોડ્યો નથી માટે પાપ કરવું પડે છે – એટલું વિચારવું જોઇએ. બહેનો રસોડામાં અને ભાઇઓ ઓફિસમાં એમ વિચારે કે આઠમા વરસે દીક્ષા ન લીધી માટે આ પાપ કરવું પડે છે - તો બંન્ને નિર્જરા સાધે. આપણે ભગવાનનું માનતા નથી એ મોટામાં મોટું પાપ છે. સાચું કહો કે દીક્ષા લીધી તેમણે ભૂલ કરી કે દીક્ષા લીધી નથી તેમણે ? ૪૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ભગવાન આપણા તારક છે, એ તારકના દર્શનમાત્રથી પણ આપણે તરી જઇએ છીએ. તેથી ભગવાનના દર્શન પાપના નાશ માટે કરવા છે. આરાધનાના દિવસો વારંવાર નથી આવતા, તેથી ઉલ્લાસની રાહ જોયા વિના એ આરાધના એકાંતે તારક છે એમ સમજીને તક ઝડપી લેવી છે.
આ દિવસોમાં આરંભનું પરિવર્જન કરવાનું જણાવ્યું છે. આપણને પાપ સાથેનો ધર્મ ફાવે છે. શાસ્ત્રકારો કહે છે કે ધર્મ આરંભના ત્યાગપૂર્વક કરવાનો છે. પાપના ત્યાગપૂર્વક કરેલો નાનો પણ ધર્મ તારક બન્યા વિના ન રહે. આ જ રીતે ગુરુમુખે પચ્ચખ્ખાણ કરવાનો લાભ આ ચોમાસામાં મળે છે. સ0 જાતે પચ્ચખ્ખાણ લઇએ કે ગુરુ પાસે લઇએ – પચ્ચખ્ખાણ તો
એક જ છે ને ?
ગુરુ પાસે પચ્ચખ્ખાણ લેવાથી ગુરુના વચનનું બળ મળે, તેમની પ્રેરણા તથા આલંબન મળે. આપણે શક્તિ ગોપવતા હોઇએ તો ગુરુ પ્રેરણા કરે તો પચ્ચખાણમાં આગળ વધી શકાય ને ? જાતે રસોઇ કરીએ ને રસોઇઓ રસોઇ કરે બેમાં ફરક પડે ને ? જાતે કામ કરીએ અને જાણકાર પાસે કરાવીએ તો ફરક પડે ને ? તો આવો વિચાર શા માટે કરો છો ? પાપનું વર્જન કરવા માટે પચ્ચખાણ લેવાનું છે.
પચ્ચખાણ બાદ જણાવે છે કે આગમના પદાર્થો, આગમની આજ્ઞા આ રીતે ચિત્તમાં સ્થાપિત કરાય છે. ત્યાર બાદ કલ્પસૂત્રનું વાંચન આ ચાતુર્માસિક પર્વમાં થાય છે. આ પણ મહત્ત્વનું ફળ છે. અંતે જણાવે છે કે શક્તિ મુજબ તપની આરાધના કરવા દ્વારા સંવત્સરીની આરાધના કરવી. આગમની વાતો હૈયામાં સ્થિર કરીએ તો ગુણોનો લાભ થયા વિના ન રહે. તપની આરાધના માટે જેટલી શક્તિ હોય તેટલી ખર્ચા નાંખવી છે. માસક્ષમણની શક્તિ હોય તો તેનાથી ઓછો તપ નથી કરવો. અત્યારે શરીરની જેટલી શક્તિ બચાવીશું તે શક્તિ સ્મશાનમાં બાળવા જ કામ લાગશે. શરીર કસીને આરાધના કરી લેવી છે. તમે શરીર તો ઘણું કસો છો ને ? આ દિવસોમાં ઘણા લોકો મોટી મોટી તપસ્યાઓ કરશે, પૈસો શ્રેષ્ઠ છે કે શરીર શ્રેષ્ઠ છે ? પૈસા કરતાં શરીર શ્રેષ્ઠ હોવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર