________________
સ માટે તો સાંભળવા આવીએ છીએ. સુખ તો ગમે જ છે. ત્યાં નથી આવતા ત્યાં સુધી એવું આશ્વાસન આપો કે સુખનો રસ ઓછો થાય અને પછી ધીમે ધીમે છૂટી જાય.
સુખનો રસ ઘટાડવો છે ને ? તો કેરી ખાવાનું મન થાય ત્યારે કાચી કેરી ખાવાની, પાકી નહિ. કાચી કેરીમાં રસ ન હોય અને દાંત અંબાઇ જાય એવી ખટાશ હોય એટલે વધારે ખવાય નહિ. રસકસ વગરનું વાપરો એટલે એની મેળે રસ ઓછો થઇ જશે. પારણામાં બધી વસ્તુનો લાભ ન આપવો. ભક્તિ કરનાર બધું બનાવે આપણે ન લેવું. મેડિકલની દુકાનમાં હજારો દવા હોય ને ? આપણે બધી લઇએ ખરા ? સ૦ શક્તિ ઘટી હોય તો રિકવરી કરવી પડે ને ?
શેની રિકવરી કરવી છે ? આસક્તિ ઘટી છે એની કે શક્તિની ? ઉપાય હોવા છતાં સેવવા ન હોય એ સાજો ન થાય. સુખના અર્થી ધર્મ નહિ કરી શકે. ગમે તેટલું દુઃખ ભોગવશે તોય સાધુપણામાં નહિ આવે. સ૦ સુખ ભોગવવાનું જ ન હોય તો સુખનાં સાધન કેમ આપ્યાં ?
કેરીમાં છાલ, ગોટલો આવે છે ને ? જો ખાવાનો જ ન હોય તો રાખ્યો શા માટે ? ગુલાબમાં કાંટા રાખવાના જ ન હોય તો આવ્યા શા માટે ? સાધન તો જરૂરિયાત પૂરી કરવા માટે આપ્યાં છે. ગોટલાના પૈસા આપેલા હોવા છતાં જેમ એ નથી ખાતા તેમ પુણ્યથી સાધન મળવા છતાં સુખ ભોગવવા માટે એનો ઉપયોગ નથી કરવો, જરૂરિયાત પૂરી પાડવા ઉપયોગ કરી લેવો છે.
સ∞ અમે મન મનાવી લઇએ કે - આપ્યું છે તો ભોગવી લઇએ.
છાલ અને ગોટલામાં પણ મન મનાવીને ખાઓ ખરા ? મહાપુરુષોને આપણી આવી સ્થિતિનો ખ્યાલ હતો તો પહેલેથી જ આપણને ચેતવવાનો પ્રયત્ન કર્યો. સુખ છોડાવીને, દુ:ખ ભોગવવા માટે હિતશિક્ષા આપી. ગુરુભગવંતના વચનને સહન ન કરીએ તો અવિનય થવાનો.
વિકથા કરવાની ના પાડી, એનો અર્થ એ નથી કે કોઇની સાથે બોલવાનું ન હોય તો માથે ચાદર ઓઢીને સૂઇ જવાનું, માટે ત્રીજા પદથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૭૦
‘બાનેળ અિિન્મત્તા’ આ પ્રમાણે કહ્યું. વિકથા ન કરે અને કાલે ભણ્યા વગર ન રહે – એ સાધુ વિનીત છે. સાધુની ચર્યા કહો કે વિનય કહો : બંન્ને એક જ છે. આઠે પ્રકારનાં કર્મોને કાઢવા માટે ગુરુભગવંતનો વિનય કરવો જ પડશે. ગુરુભગવંતનો વિનય કરવા માટે ગુરુભગવંત પાસે બેસવું છે, અનુકૂળતા ભોગવવા માટે ગુરુ પાસે નથી રહેવાનું. પ્રચંડ પુણ્યનો ત્યાગ કરીને આવેલાને અનુકૂળતા તરફ જો ભારે નફરત ન જાગે તો પાછા અવિનયના ખાડામાં જ જવાના. એક વાર અનુકૂળતાનું અર્થિપણું નીકળે તો સંસારમાં ય તકલીફ નથી અને સાધુપણામાં ય તકલીફ નથી. જે કાંઇ મોકાણ છે તે અનુકૂળતાના અર્થિપણાની છે. આપણું કોઇ નથી માનતું – એનું દુઃખ હોય તો સમજવું કે - અનુકૂળતાનું અર્થિપણું પડ્યું છે. આપણે ભગવાનનું નથી માનતા તો આપણું કોઇ ન માને એમાં દુઃખ કેમ થાય ? સુખના અર્થિપણાથી આપણે દુ:ખી છીએ. આ અર્થિપણું નીકળી જાય તો સંસારનો અંત કરવાનું સહેલું થઇ જાય. સમર્થ મહાપુરુષો પણ આપણા માટે અસમર્થ બન્યા હોય તો તે અનુકૂળતાના અર્થિપણાને લઇને જ. ગુરુભગવંતના પુણ્યમાં મહાલવાનું ગમે પણ અનુશાસન ન ગમે તો અવિનય આચરવાના જ. અવિનયથી બચવું હોય તો આપણો બચાવ નથી કરવો. ગુરુભગવંતે ઠપકો આપ્યા પછી આ ભવની ભૂલ ન દેખાય તોય ભૂતકાળની ભૂલ છે - એમ સમજીને વિનય કરતાં થઇ જવું છે. આપણે ગમે તેટલો બચાવ કરવા માટે પુરુષાર્થ કરીશું તોપણ આપણા પુરુષાર્થના કારણે આપણી સલામતી નથી, ભૂતકાળના પુણ્યથી જ સલામતી છે. આપણી તો હાલત એટલી વિચિત્ર છે કે - ગયા ભવના
પુણ્યને યાદ કરીએ છીએ પણ પાપને યાદ નથી કરતા. આ ભવમાં પુણ્ય ન કરનારને ભૂતકાળના પુણ્યથી મળતું સુખ ગમે છે પણ આ ભવમાં ગુનો ન કરનારને ભૂતકાળના પાપથી આવતું દુ:ખ નથી ગમતું. ગયા ભવમાં શું આપણે એકલું પુણ્ય જ એકઠું કર્યું હતું કે પાપ પણ કરેલું ? વર્તમાનમાં ગુરુને અનુશાસન કરવું પડ્યું છે એટલે નક્કી જ છે કે - અવિનયાદિ પાપો આચરેલાં હશે. સંસારનો અંત આવે કે ન આવે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૭૧