________________
જણાવેલી. એ “M વા, વિલાને વા, યુવે વા ત્રણ પદોનો અર્થ કોણ સમજયું ? માત્ર ગણધરભગવંતો સમજેલા. તેમણે એ ત્રણ પદના આધારે દ્વાદશાંગીની રચના કરી. એ દ્વાદશાંગીનો અભ્યાસ કરીને ચૌદપૂર્વધરો તૈયાર થયા. પરંતુ એ દ્વાદશાંગીનો અર્થ બધા સમજી ન શકે. તેથી ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે સૂત્રો ઉપર નિર્યુક્તિની રચના કરી છે. એ નિયુક્તિમાં પણ જે અસ્પષ્ટ હોય તેને સ્પષ્ટ કરવા માટે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ભાષ્યની રચના કરી. એ ભાષ્યની વાચના અપાતી હોય ત્યારે ભણનારા સાધુ ભગવંતોએ તેના ઉપર જાતે લખીને તમારી ભાષામાં ફૂટનોટ તૈયાર કરી તેને ચૂર્ણિ કહેવાય અને એ સુત્ર, નિર્યુક્તિ કે ભાષ્યમાંનાં પ્રત્યેક પદોનો અર્થ કરવો, પૂર્વાપરનો સંદર્ભ બતાવવો. પૂર્વાચાર્યોના હવાલા આપવાના અને સ્પષ્ટતા માટે તે તે દૃષ્ટાંત આપીને જણાવવું તે ટીકા છે. અવચૂર્ણિમાં તો જે ભાષામાં શબ્દ યાદ આવે એ ભાષામાં ટપકાવ્યો હોય. જ્યારે ટીકામાં તો સંસ્કૃત ભાષામાં સમજાવ્યું હોય છે. એ ટીકા પણ જો ન સમજાય તો હવે ગુજરાતી અનુવાદ કરીને સ્પષ્ટ કરાય છે. સ0 એક ગ્રંથ ઉપર દસના અનુવાદ મળે - શું કરવું ?
ભલે સત્તર જાતના અનુવાદ હોય પણ બધાનો ઢાળ તો મોક્ષ તરફનો જ હોવો જોઇએ, સંસાર તરફનો ઢાળ ન હોવો જોઇએ. જે અનુવાદનો ઢાળ સંસાર તરફ હોય તે અનુવાદ પ્રમાણભૂત ન મનાય. આપણા મહાપુરુષો સંસારના ભીરુ હતાં, પાપના ભીરુ હતો, મોક્ષના રાગી હતા. તેમના ગ્રંથોનો અનુવાદ એમના આશયને અનુરૂપ જ હોવો જોઇએ. મોક્ષને બાધા પહોંચે એવું બોલે કે લખે તે જૈન તો નથી, આગળ વધીને આર્ય પણ નથી. જે આર્ય હોય તે સંસારને ઉપાદેય માનનારો ન હોય, ધર્મને અને ધર્મના ફળરૂપ મોક્ષને જ ઉપાદેય માનનારો હોય. આજે તો એવા ય મળે છે કે જેઓ પંચાંગીને પ્રમાણ નથી માનતા. માત્ર સૂત્ર ઉપરથી આપણે જાતે અર્થ કરીએ એના કરતાં ટીકાકારો તો આપણા કરતાં વિદ્વાન હતા, તેઓ અર્થ કરે તો સારું ને ? આપણે અજ્ઞાની હોવાથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ઊંધોનો અર્થ ન કરી બેસીએ તે માટે તો મહાપુરુષોએ ટીકાની રચના કરી છે. આજે આ ભણવાની તૈયારી નથી. સાચું સમજવાની તૈયારી નથી. એક શબ્દના અનેક અર્થ થાય છે - એવું બોલીને ગમે તેવા અર્થ ન કરવા. કયા શબ્દનો કયો અર્થ થાય તે સમજાવવાની તૈયારી અમારી છે. પણ જેને સમજવું જ ન હોય તેને શું કરવું ? લોકો આપણું માને કે ન માને આપણે ભગવાનનું માની લેવું છે. સ) એટલે આપની નાવ નહિ ડૂબે, અમારી ડૂબશે.
અમારી નાવ ડૂબવાનું કોઇ કારણ નથી, કારણ કે અમને તો ભગવાનનું વચન મળી ગયું છે. પૂ. યશોવિજયજી મહારાજે પણ કહ્યું છે કે “તુજ વચનરાગ સુખસાગરે ઝીલતો કર્મભરભ્રમ થકી હું ન બીહું.” જેને વચનનો રાગ ન હોય તેને સંસારમાં ડૂબવાનો ભય લાગે. જેની પાસે ભગવાનના વચનના રાગનું બળ હોય તે તો સંસારના પારને સહજમાં પામી જાય. જેની પાસે વચનનો રાગ હોય તેને ત્રણ ભુવનનું સામ્રાજય પગમાં આળોટે તોપણ કોઇ અસર ન થાય. ભગવાનના વચનનો રાગ હોય તે સંસારમાં ડૂબે જ નહિ. હોસ્પિટલમાંથી મડદું નીકળે છતાં તેના શકન લઇને ચિકિત્સા કરાવવા જાઓ ને ? મારા ગુરુમહારાજ કહેતા હતા કે અમારે ત્યાં એક પણ કેસ ફેઇલ નથી. જેણે જેણે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કર્યો તે બધા મોક્ષે પહોંચી જ ગયા, છતાં શ્રદ્ધા નથી.
જ્યારે અહીં તો ઘણા કેસ ફેઇલ જાય છે છતાં ય શ્રદ્ધા છે ને ? સ0 એનું કારણ શું ?
એનું કારણ એક જ છે કે સુખનો રાગ ઘણો છે. મરીશ, પણ સુખ ભોગવ્યા વિના નહિ રહું - આ અધ્યવસાય મજબૂત છે. અહીં જે પુણ્યોદય છે તેની પાછળ પડેલું પાપ દેખાતું નથી. આપણા બધા પુણ્ય પાછળ ભૂતકાળનું પાપ પડ્યું છે - એ માનો છો ? સ0 કઇ રીતે ? સમજાયું નહિ.
ભૂતકાળમાં આરાધના કરીને કર્મનિર્જરા સાધી હોત તો મોક્ષે પહોંચી ગયા હોત. ગયા ભવમાં આયુષ્ય બાંધ્યું ત્યારે આ ભવમાં જનમવું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૮૦