________________
જો એના માટે ધર્મ કરશો તો ધર્મથી કદાચ બધું ગોઠવાઇ જશે તોપણ એ બધું છાતીએ વળગશે. મારા ગુરુમહારાજ કહેતા હતા કે ધર્મ પાસે છોકરો માંગો તો છોકરો મળશે, બૈરી માંગો તો બૈરી પણ મળશે, પરંતુ લોહી પિનારા મળશે. માંગીને મેળવેલું ચોંટી પડે, છોડી ન શકાય. તેથી ધર્મ કરતી વખતે સુખની માંગણી નથી કરવી. ધર્મ તો પાપથી બચવા માટે કરવાનો છે, પાપ કરવા માટે ધર્મ નથી કરવાનો. સુખ મેળવવા માટે ધર્મ નથી ક૨વાનો, સુખ છોડવા માટે ધર્મ કરવાનો છે. દુઃખ ટાળવા માટે ધર્મ નથી કરવાનો, દુ:ખ ભોગવવા માટે ધર્મ કરવાનો છે. સ૦ બકરીઇદનું આયંબિલ કરીએ તો એ દિવસે હણાતા જીવોને શાતા ઊપજે એ આશયથી કરીએ ને ?
એ આશયથી આયંબિલ નથી કરવાનું. આપણા પરિણામ નિસ ન બને માટે આયંબિલ કરવાનું છે. એ જીવો એમના પાપે હણાય છે તેથી આપણે પણ પાપ નથી કરવું, માટે વિગઇત્યાગ કરવાનો છે. સ૦ એ દિવસે દૂધ વગેરે ધોળી વસ્તુ નથી વાપરતા ને ?
એ તો બકરી સફેદ હોવાથી સફેદ વસ્તુથી એ યાદ આવે તો પરિણામ નઠોર બને માટે નથી વાપરતા. કુમારપાળમહારાજાને ઘેબરમાં માંસનો સ્વાદ આવતો હોવાથી તેમના માટે ઘેબર પણ અભક્ષ્ય તરીકે
શ્રી હેમચંદ્રસૂરિમહારાજે જણાવ્યું હતું. આપણે આ નિમિત્તે પાપ ટાળવા અને ધર્મ કરવાના ઇરાદે જ તપ કરીએ છીએ.
સ૦
આ રીતે તપ કરવાથી પુણ્ય તો બંધાય ને ?
તમે પાછી પુણ્ય બાંધવાની વાત વચ્ચે ક્યાં લાવ્યા ? પુણ્ય બંધાતું હોય તો ભલે બંધાય, આપણે પુણ્ય બાંધવું નથી. ધર્મ પુણ્ય બાંધવા માટે નથી કરવાનો, પાપની નિર્જરા માટે કરવાનો છે. ધર્મ જન્મ સુધારવા માટે નહિ, જન્મ ટાળવા માટે કરવાનો છે. અષ્ટપ્રકારી પૂજા કરતી વખતે પણ દરેક પૂજામાં છેલ્લે શું બોલો છો ? ‘જન્મજરામૃત્યુનિવારણાય' બોલો ને ? જન્મ ટાળવા માટે ભગવાનની પૂજા કરવાની છે - એ તો ત્યાં પણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પ
સમજાવેલું છે. જન્મજરામૃત્યુને દૂર કરવાનો મનોરથ એ પરમમંગલરૂપ છે. એ મંગલને સૂચવવા માટે થાળીના ડંકા વગાડાય છે. સ૦ સત્તાવીસ જ કેમ ?
સાધુના સત્ત્તાવીસ ગુણ યાદ કરાવવા માટે વગાડાય છે. સાધુ થયા વિના જન્મજરામૃત્યુને નિવારી નહિ શકાય. સાધુપણું પણ જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધનામાં સમાયેલું હોવાથી સત્યાવીસ ડંકા પણ ત્રણ કટકે વગાડાય છે. તમે પુણ્ય બાંધવાની વાત મગજમાંથી કાઢી નાંખો. ધર્મ કરવા માટે જે પુણ્ય જોઇએ તે તો તમને મળી ગયું છે. હવે એ પુણ્યને કામે લગાડવું છે. પુણ્ય ભોગવી લઇશું તો પુણ્ય નકામું જશે, પુણ્ય કામે લગાડીએ તો પુણ્ય માંગવાની જરૂર નહિ પડે. જે પુણ્ય માંગીને મેળવીએ એ પુણ્ય છૂટશે નહિ. શાલિભદ્રજી ક્ષણવારમાં પુણ્યને છોડી શક્યા કારણ કે માંગીને મેળવ્યું ન હતું. જ્યારે મમ્મણ શેઠે માંગીને મેળવેલું તો ભોગવવા ય ન મળ્યું ને મરતાં સુધી છૂટ્યું નહિ. માંગીને મેળવેલું પુણ્ય તો પાપાનુબંધી પુણ્ય કહેવાય. જે પુણ્ય છોડવાનું મન થાય, જે પુણ્ય છોડતાં દુઃખ ન થાય તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. પુણ્ય ભોગવવાની ઇચ્છા પડી છે ત્યાં સુધી સંસારમાં રહેવું જ પડશે. શ્રાવક ગમે તેટલી આરાધના કરે તોય બારમા દેવલોકથી આગળ ન જાય અને સાધુ આરાધના કરે તો મોક્ષમાં જાય : આ ફળમાં જે ભેદ પડે છે તે અવિરતિ અને વિરતિને આભારી છે. શ્રાવક સુખ છોડી શકતો નથી માટે જ અવિરતિને લઇને સાંસારિક ફળ પામે છે જ્યારે સાધુભગવંતો સુખનો ત્યાગ કરી વિરતિની આરાધનાથી મોક્ષ સુધી પહોંચે છે.
વરસોથી ધર્મ કરનારાની આજે ફરિયાદ એક જ છે કે કર્મ નડે છે માટે ધર્મ જેવો ક૨વો જોઇએ એવો થતો નથી. તૃષ્ણા નડે છે - આવી ફરિયાદ કોઇ કરતું નથી. કર્મ નડે છે - એમ કહેવા પાછળ આપણો જાણે કોઇ વાંક નથી - એવો ભાવ પડેલો છે. જ્યારે તૃષ્ણા નડે છે - એવું કહેવામાં આપણી વિષયકષાયની પરિણતિનો વાંક છે - એવું સમજાય છે. મહાપુરુષોએ આપણી ચિંતા અનેક રીતે અનેક વાર કરી છે છતાં
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૫૭