________________
છતાં શરીર જો ઘસી શકાતું હોય તો પૈસો ખર્ચતાં વાર લાગે ? જાહેરમાં આટલી ટીપ શા માટે કરવી પડે ? સમર્થ લોકો પોતે જ કહી દે કે જેટલી જરૂર છે - તે હું પૂરી કરી દઇશ. કાર્યકર્તાઓને લોકોને લાભ લેવા માટે વિનંતિ કરવી પડે એમાં આપણી શોભા છે ? ઉપરથી આપણે જ લાભ આપવાની વિનંતિ કરવી જોઇએ. આજે શક્તિ છે ને અવસર છે તો લાભ લઇ લેવો છે. ભવિષ્યમાં આપત્તિ માટે સંઘરી રાખીશું તો નસીબજોગે સંઘરેલું પણ નાશ પામશે. માટે નસીબ રૂઠે ત્યારે કામ લાગશે એમ સમજીને સંચય પણ કરવો નથી. ભોજરાજા અને તેના મંત્રીશ્વરની આવી જ ચર્ચા થયેલી. રોજ નવો શ્લોક બનાવનાર કવિને રાજા લાખ સુવર્ણમુદ્રા આપતો હતો તેથી ભંડાર ખાલી થશે એવી ચિંતાથી મંત્રીએ આપત્તિ માટે ધનની રક્ષા કરવાનું જણાવ્યું. રાજા કહે પુણ્યશાળીને આપત્તિ કેવી ? મંત્રી કહે નસીબ રૂઠશે તો ? રાજા કહે - ભાગ્ય રૂઠી જશે તો ભેગું કરેલું પણ કામ લાગશે - એની ખાતરી ખરી ? એ ય નાશ પામશે. આમેય નાશ પામવાનું હોય, મૂકીને જવાનું હોય તો ખર્ચીને કેમ ન જવું ? આ ચાતુર્માસમાં જે સાત ફળ બતાવ્યાં છે તેની સાથે ધનની મૂર્છા ઉતારવાનો અવસર મળે છે - આ ય આઠમું ફળ ઉપલક્ષણથી યાદ રાખવું.
•
+
अशेषदोषजननी नि:शेषगुणघातिनी ।
आत्मीयग्रहमोक्षेण तृष्णाऽपि विनिवर्त्तते ॥
- શાસ્ત્રવાર્તાસમુચ્ચય
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના વ્યાખ્યાન ચાલુ હોવા છતાં આપણે ત્રણ દિવસ માટે આ શ્લોક ઉપર વિચારણા કરવી છે. કારણ કે ચોમાસીની અઢી દિવસની અસઝાય હોવાથી શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું વ્યાખ્યાન વાંચવાનું નથી. આપણે આ સંસારમાં રહ્યા છીએ તે સંસાર સારો છે માટે નહિ, સંસાર પ્રત્યે તૃષ્ણા છે માટે સંસારમાં રહ્યા છીએ - બરાબર ને ? આથી જ શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચય નામના ગ્રંથમાં તૃષ્ણાનું સ્વરૂપ જણાવ્યું
vo
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
છે. આજે આપણને કર્મ નડે છે એના કરતાં વધારે તૃષ્ણા નડે છે. તૃષ્ણા નડે છે માટે જ કર્મ નડે છે. જેની તૃષ્ણા મરી જાય તેને કર્મ નડવાનું કોઇ કારણ નથી. તમે તમારા સંસારમાં જે મંડાણ કર્યું છે તે તૃષ્ણાનો જ પ્રભાવ છે ને ? પહેલાં કેટલું જોઇતું હતું, હવે કેટલું જોઇએ છે ? સ૦ અમને તો અમારો પ્રોગ્રેસ લાગે છે.
તમે જેને પ્રોગ્રેસ કહો છો એને શાસ્ત્રકારો તૃષ્ણા કહે છે. આ સંસાર જે લીલોછમ કર્યો છે એ તૃષ્ણાનો વિલાસ છે. અમારે ત્યાં પણ જ્ઞાની આરામ કરવાનું આયોજન કરે છે. શરૂઆતમાં ભણીગણીને તૈયાર થઇ જઇએ, બે-ચાર શિષ્ય-શિષ્યા થઇ જાય એટલે ભયો ભયો. પછી તો જાણે આરામ કરવાના દિવસો આવ્યા હોય તેમ વર્તે. શિષ્યો પણ ગુરુને અધ્યાપન માટે અપ્રમત્ત રાખવાના બદલે સુવાડવાનું કામ કરે. તે લોકો એવું ગોઠવીને બોલે કે ‘આપ તો પ્રમાદમાં પણ નિર્જરા સાધશો’... આપણને પણ લાગે કે પુણ્યોદય વધ્યો. પાંચ મહાવ્રત પાળવાના બદલે પાંચ પ્રકારના પ્રમાદ કરવાનો પરવાનો લેવો તેનું નામ તૃષ્ણા. આપણો સંતોષ પણ તૃષ્ણાના ઘરનો છે ને ? તમારે નવું નથી જોઇતું પણ સાથે જે છે – એ છોડવું નથી : આ જ તમારો સંતોષ છે ને ? શાસ્ર કહે છે કે નવું તો જોઈતું નથી, જે છે એ પણ જતું રહે તો ચિંતા નથી તેનું નામ સંતોષ. સજે છે એ જતું રહે તો જીવવું કઇ રીતે ?
આપણે સંસારમાં જીવવું જ નથી, સાધુ થઇ જવું છે. સાધુપણામાં જ જીવવાનું બને છે, ગૃહસ્થપણામાં તો મરવાનું જ છે - એમ સમજો . જીવન તો સાધુપણામાં જ છે, ગૃહસ્થપણાનું તે કાંઇ જીવન છે ? જ્યાં ધર્મ બિલકુલ થાય નહિ અને પાપ પૂરેપૂરું કરવાનું ઃ આ જ ગૃહસ્થપણું છે ને ? જ્યારે સાધુપણામાં પાપ બિલકુલ નહિ કરવાનું અને ધર્મ પૂરેપૂરો કરવા મળે એવું સાધુપણું છે. આ સંસારમાં સારું કશું જ નથી, છતાં સારું લાગે છે એ તૃષ્ણાનો પ્રભાવ છે. મોસંબીનો રસ તાજામાં તાજો મળ્યો હોય, મોઢે માંડવાની તૈયારી હોય, એટલામાં કોઇ જો આવીને કહે કે, ‘ઊભા રહો - એ એંઠો છે' તો પીવાની તૃષ્ણા મરી જાય ને ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૫૧