Book Title: Swopagnyashabda maharnavnyas Bruhannyasa Part 1
Author(s): Hemchandracharya, Lavanyasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૩૮ : શ્રીસિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
હતા, જ્યારે શ્રાવકા વ્યવસાયી હોવાથી સંસ્કૃત ભણુતા નહોતા. પાછળથી જૈન સાધુઓમાં પણ આ વ્યાકરણના અધ્યાપકાના અભાવે આને પ્રચાર ઘટતા ગયા અને પરિણામે શ્રી. હેમચંદ્રાચાર્ય નુ આ વ્યાકરણ તેની ખ્યાર્રત અને યોગ્યતા મુજબના પ્રચારથી વંચિત રહી ગયું. આપણા પૂજ્ય મુનિવરે અને સમાજના આગેવાન ગૃહસ્થાએ આના પડન-પાનની કાઈ વ્યવસ્થિત યેાજના ઘડવાને સમય હવે પાકી ગયા છે એમ સમજી એ તરફ લક્ષ આપે એમ ઈચ્છું છું.
ઉપ મ હા ૨
ગમે તેમ હાય પણ શ્રી. હેમચદ્રસૂરિજીનું વ્યાકરણ જે ગુજરાતની અસ્મિતાનું સર્જક અને રક્ષક છે તેને આપણે જોઈએ તેટલું ન અપનાવ્યું અને તેથી તેની મહત્તા હજુ આપણે સમજી ચૂકયા નથી પણ યુરેપીય વિદ્વાનોએ તે ધાતુપારાયણ, ઉષ્ણાદિત્તિ, લિગાનુશાસન, અનેકાસંગ્રહ, અભિધાનચંતામણિ ’ જેવા ગ્રંથા સશાષિત કરી તેના તે આજે પણ પૂરા લાભ ઉઠાવે છે, શ્રી, હેમચ ંદ્રસૂરિજીની મહત્તા ગાતા ખુલ્લુર જેવા વિદ્વાને તે તેમના જીવન અને કવન સંબંધે એક ગ્રંથ પણ પ્રગટ કર્યાં છે. તે શુ આપણે પણ એ મહાપુરુષની સાચી વિદ્વત્તાને વધુ પિવા પ્રયત્ન ન કરી શકીએ ?
પ્રાંતે : આ ઉપાદ્બાત લખવામાં મે કેટલાયે પ્રાચીન-અર્વાચીન ગ્રંથૈt અને લેખા આધાર લીધેડ છે. એની સૂચી ન આપતા એ ગ્રંથકારોને એકસામટે અહીં" આભાર માનવાની તક લઉં છુ,
}
દેહગામ
૨૦૦{$ વસંતપંચમી
અબાલાલ પ્રેમચંદ શાહ