Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
પ્રસ્તાવના
:: પ્રસ્તાવના ::
સાંજ પડે ને જગત આખાયને ઉજાસનું અર્પણ કરતા સૂરજ દાદા પશ્ચિમના પાલવમાં પોતાનું મુખડું સંતાડવાને તત્પર બને છે. હજું તો ઘડી-બે ઘડી વીતે ને તે એવા તો સંતાઇ જાય કે શોધ્યાય ન જડે. ભલે તેઓ છુપાઈ જતા હોય પરંતુ રાતના ચતુષ્પહર વીતે એટલી વાર છે. પછી તો તે નવયુવાન બની જવાના અને પૂર્વ દિશાના ઉદ્ગમબિંદુથી તરત જ તેઓ આકાશપટ પર પ્રકાશ પાથરવાને પોતાના સોવનવણં મુખારવિંદના દર્શન કરાવવાનાં. સૂરજ દાદાનો ઉન્મગ્ન-નિમગ્ન થવાનો આ સિલસિલો અનાદિનો છે. જૈનશાસન રૂપી આકાશમાં પણ આ રીતનો સિલસિલો પરાપૂર્વથી ચાલ્યો આવે છે. પૂરવભવરૂપી પૂર્વ દિશાથી પોતાનો પ્રતિભા-પુંજ પાથરવાને કેટકેટલાય સૂર્યદેવો = સૂરિદેવો શાસનાકાશમાં ઉદ્ભવ્યા, અને સ્વકીય ભા-સમૂહ દ્વારા અનેક લાયક જીવોને કલ્યાણ-ઉજાસનું અર્પણ કરી શાસનાકાશને ઝળહળતું રાખી તેઓ પરલોક રૂપી પશ્ચિમના પાલવમાં નિમગ્ન થયા.
વિક્રમના અગિયારમાં સૈકામાં એક ગજબની ઘટના બની. તે સમયે શાસનાકાશમાં સૂર્યને બદલે તેના સમાન પ્રચંડ પ્રતાપી સોવનવણં ચંદ્રનો ઉદય થયો. કોણ હશે આ ચંદ્ર ? આ ચંદ્ર તો એ કે જેણે તત્કાલિન સમગ્ર શ્રુતસમુદ્રને પોતાની તરફ આકર્ષી તેનું પાન કર્યુ હતું. આ ચંદ્ર તો એ કે જેણે પરતીથરૂપી રાહુથી ગ્રસાવાને બદલે પોતે જ તે રાહુને રસી લીધો હતો. આ ચંદ્ર તો એ કે જેણે કૈલાશથી વહેતી ગંગાના પ્રવાહને ભુલાવી દે તેવો શ્રત ગંગાનો ધોધ વહેવડાવ્યો હતો. કેટલું વર્ણન કરવું એ ચંદ્રનું? બાલ્યાવસ્થામાં એ ચંદ્રનું નામ હતું ચાંગદેવ દીક્ષિત થયા પછીનું નામ હતું શ્રી સોમચંદ્ર અને આચાર્યપદે આરૂઢ થયા પછીનું નામ હતું શ્રી હેમચંદ્ર. પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્ર સૂ. મ. ને તેમના કાળમાં જેટલું શ્રત વિદ્યમાન હતું તે સઘળુંય અભ્યસ્ત હોવાથી તેઓ કલિકાલસર્વજ્ઞ કહેવાયા અને માત્ર શ્રુતનો અભ્યાસ જ કર્યો એટલું નહીં તેમણે પોતાના આયુકાળ દરમિયાન સાડાત્રણ કોડ (૩,૫૦,૦૦,૦૦૦) શ્લોક પ્રમાણ અભિનવ શ્રુતસાગરની રચના પણ કરી. ખરેખર શું એ પ્રતિભા હશે ! કેવા એ શીધ્રાતિશીઘ રચનાના કૌશલ્યને ધરાવનારા વ્યકિત હશે ! આટ આટલી રચના કરવા છતાં જેમાંથી એક પણ ક્ષતિ પ્રાપ્ત ન થઇ શકે એવું શું એમનું ભાષા અને પદાર્થો પરનું પ્રભુત્વ હશે. યોગ, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, છંદ, કાવ્ય, કોશ, સ્તોત્ર, ઇતિહાસ, આયુર્વિજ્ઞાન તેમજ નીતિશાસ્ત્ર વિગેરે અનેક ક્ષેત્રોમાંથી એવુ કયું ક્ષેત્ર હશે કે જેમાં તેમણે રચેલી પ્રવર કૃતિઓ પ્રાપ્ત ન થતી હોય. પરંતુ કમભાગ્ય છે આપણા કે આજે આપણે કલિકાલસર્વજ્ઞશ્રીએ રચેલા શ્રુત-સમંદરના કેટલાક જ શ્રુતજલનું અવગાહન કરવાના ભાગ્યને ધરાવીએ છીએ. તે આ પ્રમાણે છે –