Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી વસંતમાંથી મુનિ વર્ધમાન સાગરજી મહારાજ સાહેબ બની દીક્ષાના પ્રારંભથી જ ફરી અધ્યયનની યાત્રા આંરભી દીધી. સાથે સાથે નૂતન મુનિઓને અધ્યાપન કરાવતા હતા. ગુરુની આજ્ઞા જ સર્વસ્વ માની સંયમ આરાધનામાં ઉત્તરોત્તર આગળ વધી ગુરુદેવશ્રીના કૃપાપાત્ર બન્યા. વિ.સં.૨૦૩૪ મહાસુદ-૧૩ના સિહોર (સૌરાષ્ટ્ર) મુકામે ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું.
પૂ. ગુરુદેવશ્રીનો સાહિત્યપ્રેમ ખૂબ જ પ્રસંશનીય છે. પ્રેમ વગર લોકભોગ્ય સાહિત્ય બહાર પાડી શકાય નહીં. સાહિત્યપ્રતિ અત્યંત લગાવને કારણે ગુજરાતીમાં અને હિન્દીમાં પુસ્તકો બહાર પાડ઼યાં. “મુક્તિના મંગલ પ્રભાતે”, “મુક્તિ કા મહલ”, “ગુરુ કેલાસના ચરણે આરાધકોને આ પુસ્તકો ખૂબ ઉપયોગમાં આવ્યા.
વર્ષોની જે એમની ભાવના હતી એ ભાવનાપૂર્તિમાં જેમનો જેમને સાથ સહકાર મળ્યો એમનું વિસ્મરણ થઈ શકે એમ નથી. સાથ સહકાર વિના આ કાર્ય ઝડપથી પૂર્ણ થાત નહીં પરંતુ સાધ્વીજી શ્રી પવિત્રલતાશ્રીજી મહારાજ સાહેબ તથા સુશ્રાવક શ્રી દિલીપભાઈ, સુશ્રાવિકા શ્રી મીનાક્ષીબેન રજનીકાંતભાઈવર્ધમાની તથા મહાલક્ષ્મી ઑફસેટ પ્રિન્ટર્સના માલિકે આ પુસ્તકનું છાપકામ ધાર્યા કરતાં જલદી તૈયાર કરી આપ્યું છે. સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ.
મને આશા છે કે ઘર્મપ્રેમી આરાધકો આ પુસ્તકનો ખૂબ સારો લાભ ઉઠાવી પોતાનો ઈતિહાસ જાણી પૂર્વજોએ જે શાસનના મહાન કાર્યો કર્યા છે એમાંથી સુંદર કાર્યો કરવાની પ્રેરણા લઈ જીવન ઉદ્યાનને સુવાસિત કરી આત્મકલ્યાણ સાધે એ જ મંગલ શુભકામના.
વિ. સં. ૨૦૪૯ વૈશાખ સુદ ૫
મુનિ વિનયસાગર શ્રી મહાવીર જૈન આરાઘના કેન્દ્ર
કોબા (જિ. ગાંધીનગર)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org