Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 131
________________ લાખો પશુઓને જીવતદાન અને યજ્ઞમાં હજારો પશુઓનું બલિદાન રૂપ મિથ્યા-કુકર્મીઓનો જડ મૂળથી નાશ કરી દેવો વગરે ઘણી જ ધર્મ અને દેશની ઉન્નતિ થઈ. આ બધું આપશ્રીની કૃપાનું જ ફળ છે. ઉપકેશ પટ્ટન (હાલમાં જેને ઓશિયા નગરી કહે છે) ની સ્થાપના શ્રીમાલ નગરનો રાજા જયસેન જૈન ધર્મનું પાલન કરતો થકો અનેક પુણ્યકાર્ય કર્યાં. પટ્ટાવલી નં. ૩ માં લખ્યું છે કે જયસેન રાજાએ પોતાના જીવનમાં ૧૮૦૦ જીર્ણ મંદિરોનો ઉદ્ધાર અને ૩૦૦ નવા મંદિર બનાવ્યાં. અને ૬૪ વાર તીર્થોનો સંઘ કાઢયો. અને કૂવા, તળાવ, વાવડીઓ વગેરે બનાવરાવીને ધર્મ અને દેશની ખૂબ જ સેવા કરી અનંત પુણ્યોપાર્જન કર્યું, આપશ્રીનું વિશેષ લક્ષ સાધર્મિકોની તરફ વધારે હતું. જૈન ધર્મ પાલન કરવાવાળાઓની સંખ્યામાં આપે ઘણી વૃદ્ધિ કરી. જયસેન રાજાને બે રાણીઓ હતી. મોટી રાણીનો · પુત્ર ભીમસેન. નાનીનો પુત્ર ચન્દ્રસેન. તેમાં ભીમસેન તો પોતાની માતાના ગુરુ બ્રાહ્મણોના પરિચયથી શિવલીંગોપાસક હતો. અને ચન્દ્રસેન પરમ જૈનોપાસક હતો. બન્ને ભાઈઓમાં ક્યારે ક્યારેક ધર્મવાદ થયા કરતો તેમાં ક્યારે ક્યારેક તો ધર્મવાદ એટલું જોર પકડી લેતો કે એક-બીજાનું અપમાન કરવામાં પણ પાછા નહીં પડતા. આ વાત રાજા જયસેન સુધી પહોંચવાથી રાજાને ભારે દુ:ખ થતું. ભવિષ્યના માટે રાજા વિચારમાં પડી ગયો કે ભીમસેન મોટો છે. પરંતુ એને રાજ આપવામાં આવે તો તે ધર્માંધતાના કારણે અને બ્રાહ્મણોના પક્ષપાતમાં પડી જૈન ધર્મ અને જૈનોપાસકોનું અવશ્ય અપમાન કરશે. અને જો ચન્દ્રસેનને રાજ આપી દેવામાં આવે તો રાજ્યમાં અવશ્ય વિગ્રહ પેદા થશે. આ વિચારમાં ગોથાં ખાતાં રાજાને એક પણ ઉપાય ન મળ્યો પરંતુ સમય તો પોતાનું કાર્ય કર્યા જ કરે છે. રાજાની ચિત્તવૃત્તિને જોઈ એક દિવસ ચન્દ્રસેને પૂછ્યું કે પિતાજી આપના દિલમાં શું વિચારો છો ? એના જવાબમાં રાજાએ સારી પરિસ્થિતિ બતાવી. ચન્દ્રસેને નમ્રતાપૂર્વક મધુ૨ વચનોમાં કહ્યું Jain Educationa International ૧૧૬ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152