Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 137
________________ છે સાથે ખંડોર નગરી પણ એ જ સમયે મોજુદ હતી. ઉહશનું નામ સંસ્કૃત ગ્રંથોમાં ઉપકેશપટ્ટન લખ્યું છે. ઉહશનું અપભ્રંશ "ઓશિયા" થયું છે. વંશાવલીઓથી જાણવા મળે છે કે વર્તમાન ઓશિયાથી ૧૨ માઈલ તિવી ગામ છે. તે તેલીપુર હતું. ૬ માઈલ ખેતાર ક્ષત્રિયપુરા ૨૪ માઇલ લોહાવટ ગામ છે. ત્યાં પ૨ ઓશિયાનો દરવાજો હતો. જેના જૂના કંઈક ચિહ્નો આજે પણ ખોદકામ કરતા મળે છે. થોડાં જ વર્ષો પહેલાં તિવરીની બાજુમાં ખોદકામ કરતા સમયે એક શિખરબદ્ધ જૈનમંદિર જમીનમાંથી નિકળ્યું છે વગેરે પ્રમાણોથી ઉહશપુર. શ્રી જૈન જાતિ મહોદય પ્રકરણ ચોથું પરિશિષ્ટ નંબર - ૩ (શ્રીમાળ જ્ઞાતિ) શ્રીમાળ જ્ઞાતિ : શ્રીમાળ જ્ઞાતિનું ઉત્પત્તિસ્થાન શ્રીમાળનગર છે. અને આ જ્ઞાતિના પ્રતિબોધક આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિ જેઓ ભગવાન શ્રી પાર્શ્વનાથની પાંચમી પાટે થયા છે. આ જ્ઞાતિના ઐતિહાસિક પ્રમાણોના વિષયમાં અમે પહેલાં જ લખી છે કે ચૂક્યા આ જ્ઞાતિનો શૃંખલાબદ્ધ ઈતિહાસ જેવો જોઈએ એવો મળતો નથી. છતાં એટલા માત્રથી અમે સર્વથા હતાશ પણ થતા નથી. કારણ શોધ-ખોળ કરવાથી એવા ઘણા પ્રમાણો મળી પણ શકે ખરા ? હમારી પટ્ટાવલીઓના પ્રમાણોને સ્થાઈ કરી રહ્યા છે તેનું થોડું પ્રમાણ અહીં આપવું સમુચિત ગણાશે. (૧) વિમલ પ્રબંધ અને વિમલ ચરિત્ર श्रीकार स्थापना पूर्व !! श्रीमाल द्वापरान्तरे । श्री श्रीमाल इति ज्ञाति स्थापना विहिताश्रियाः || ભેટ તણિ લમિ વાપરિ ! શ્રી પ્રસાદ સુરંગઉ કરી થાપી મૂરતિ મુહૂર્ત જોઈ ! લમિ લખણવન્તિ હોઈ દ્વાપર માઈ જે હુઈ થાપના ! સહુના ભય ટળ્યા પાપના ! શ્રીગોત્રજા શ્રીમાળી તણી કરઈ ચિંતા પ્રસાદ ભણિ ।। Jain Educationa International ૧૨૨ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152