Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 138
________________ આ લેખોથી શ્રીમાળ નગરની એટલી બધી પ્રાચીનતા સિદ્ધ થાય છે કે તે દ્વાપરના અંતમાં વસ્યું છે. અને આ જ નગરના નામે "શ્રીમાલ" જ્ઞાતિની ઉત્પત્તિ થઈ અને શ્રીમાળ જ્ઞાતિની ગૌત્રજ લક્ષ્મીદેવી છે. (૨) વિમળ ચારિત્રમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે ઉપકેશપુરની સ્થાપના સમયે શ્રીમાળ નગરના ઘણા ખરા લોકોએ આવીને ઉપકેશપુરમાં વાસ કર્યો. તે લોકો ઘણા જ ધનાઢય અને પ્રતિષ્ઠિત તથા મોટા-મોટા વ્યાપારીઓ હતા. એટલા જ માટે ઉપકેશપુર નગર થોડા જ સમયમાં વેપારનું એક કન્દ્રસ્થાન બની ગયું. યાચકોની આજીવિકા એમના યજમાનો ઉપર નિર્ભર હોય છે. તેથી કરી જ્યાં યજમાનો જાય ત્યાં યાચકોને પણ જવું પડે છે. એ નિયમાનુસાર શ્રીમાળ નગરના લોકો આવીને ઉપકેશપુરમાં વસ્યા ત્યારે તેમના યાચકો (બ્રાહ્મણો) પણ એમની પાછળ-પાછળ ઉપકેશપુરમાં આવીને વસ્યા. તે યજમાનો ઉપર બ્રાહ્મણોનો કર એટલો જોરદાર હતો કે "પંચ શતીશષોડશાધિયું” અર્થાત્ ૫૧૬ ટકાનો લાગ દાણા રૂપ ટેક્ષ હતો, આવા જુલ્મી કરથી જનતા તે જમાનામાં ઘણી જ દુઃખી હતી. પરંતુ તે લોભાનંદી બ્રાહ્મણોના જુલમથી તે જમાનામાં છૂટવું કોઈ સહજ ખાત નહોતી. એક સમયની વાત છે કે જૈન મંત્રી ઉહડ વેપાર નિમિત્તે મ્લેચ્છ દેશમાં જઈને આવ્યો હતો એના કારણે બ્રાહ્મણોએ ઠરાવ કરી દીધો કે ઉહડ મંત્રી મ્લેચ્છ દેશમાં જઈને આવ્યો છે એના કારણે એને ત્યાં ક્રિયાકાંડ કોઈ પણ બ્રાહ્મણ નહીં કરાવે, જ્યાં સુધી શુદ્ધિ નહીં કરાવે કારણ એમાં પણ બ્રાહ્મણોને ભારે લાભ હતો. ત્યારે મંત્રીશ્વર તે બ્રાહ્મણોથી થાકીને પોતાના નગરવાસી તમામ ભાઈઓને સુખી બનાવવાની નિયતથી પોતાના દ્રવ્યની સહાયતાથી મ્લેચ્છ દેશમાંથી એક મોટી સેના ખોલાવીને પેલા પ્રપંચી બ્રાહ્મણોની પાછળ કામે લગાડી ત્યારે બ્રાહ્મણો તંગ આવી જઈને ઉપકેશપુરથી ભાગીને શ્રીમાળ તરફ ચાલ્યા ગયા. સેનાએ પણ તેઓનો પીછો છોડયો. બ્રાહ્મણો શ્રીમાળ નગરમાં પેસી ગયા અને મ્લેચ્છોએ શ્રીમાળ નગરને ઘેરી લીધું. જ્યારે નગરના અગ્રેસર ૧૨૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152