Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 149
________________ પાસે જવાનું અને દેરાસરે દર્શન પૂજા કરવાનું ચાલુ રાખેલ. અને વિદ્યા શિખવાનું ચાલુ રાખેલ તેથી તેમને સમાજે પાછા જ્ઞાતિ બહાર કરી નાખ્યા પણ એ બે કુટુંબોએ એની પરવા ન કરી. અને જૈન દેરાસરે દર્શન કરવાનું ચાલુ રાખેલ એ અરસામાં શ્રી હેમચંદ્રાચાર્યસૂરી મહારાજ સાહેબ શ્રીમાલ નગરમાં પધારેલ. એમને ત્યાં મોજુદ મુનિરાજ હતા તેમણે આચાર્ય ભગવંતને આ બન્ને કુટુંબ વિષે વાત કરી. આ લોકોને એમની જાતિવાળાઓએ ખએ વાર જાતિ બહાર કયા છે. પણ એ લોકો તો ખી અમારા પાસે આવે છે. આપણા જૈન ધર્મમાં સારી શ્રદ્ધા રાખે છે. સુરીજીએ ખન્ને ખાળકોને તેમની પાસે બોલાવ્યા ને એમનાથી વાતચિત કરી એટલે એ છોકરાઓએ આચાર્ય ભગવંત સાથે બહુ પ્રેમથી ધર્મ વિષે વાતચિત કરી. અને એ છોકરાઓને સરસ્વતી પ્રસન્ન હતી એટલે તેમને જીનેશ્વર ભગવંતના ગુણગાન સારી રીતે સંગીતમય સુસ્વરથી કર્યા. આચાર્ય ભગવંત તેમના ઉપર પ્રસન્ન થયા એટલે આચાર્ય મહારાજ સાહેબે તેમના વડીલોને ખોલાવ્યા. ને એમનાથી વાતચીત કરીને મહારાજ સાહેબે કહ્યું કે આ તમારી જાતવાળા તમારી વિદ્યાના લીધે વારંવાર જ્ઞાતિ બહાર કરે છે ને દંડ પણ લે છે. છતાંય તમને જૈન ધર્મ પ્રત્યે પ્રેમ છે તેથી અમોને આનંદ થયો છે. મારું માનો તો તમો આજથી જૈન થઈ જાવ. અમો તમોને જૈન તરીકે સ્વીકારવા તૈયાર છીએ. એ સાંભળી તે બન્ને કુટુંબોએ જૈન થવાનું નક્કી કર્યું એટલે આચાર્ય ભગવંતે શ્રીમાલ નગરના સકલ સંઘને ખોલાવેલ અને શ્રી સંઘ બિરાજમાન કરેલ. તેમના વચ્ચે આચાર્ય ભગવંતે આખા નગરની આગળ એ બે બ્રાહ્મણ કુટુંબને આશીર્વાદ આપીને તેમના ઉપર વાસક્ષેપ નાખીને આજથી આ બે શ્રીમાળી બ્રાહ્મણોના કુટુંબોને જૈન બનાવાયા છે ને એમને આચાર્ય ભગવંતે કહ્યું આજથી આમનું નામ ભોજક આપું છું તે ત્રણ અક્ષરનું નામ છે. શ્રી આચાર્ય ભગવંતે કહ્યું કે ભો/૧ એટલે બ્રાહ્મણ જ/ર એટલે જૈન ક/૩ એટલે ક્રિયા. એમ કરીને મહારાજ સાહેબે કહ્યુ કે આ ત્રણ અક્ષરનો મતલબ જૈનોની ક્રિયા કરવા વાળા છે તે. શ્રી સકલ સંઘને કહ્યું આજથી આપણા મંદિરમાં પૂજા પાઠ અને ભક્તિ સંગીતનું આ લોકો જૈન તરીકે કામ કરશે તે વખતે શ્રી ૧૩૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152