Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 145
________________ સાણંદીયા શ્રીમાળી જેના વિસા શ્રીમાળી ગૌત્ર વશિષ્ટ મૂળ ચૌહાણ માતા કુલદેવી અંબાજી પૂજાય છે. પહેલાં દીકરાની લાપશી શે. પા કુટુંબમાં વહેંચવાની. પહેલા દીકરા કાનબુટ વિંધાય નહિ. પહેલા દીકરાને રૂ. ૧ અંબાજી મોકલ્યા પછી કંદોરો બંધાય. દીકરાને નિશાળે બાપથી મૂકવા જવાય. નહિ. શ્રી ભીનમાલ નગરથી નીકળી સં. ૮૦૨ ધન પાળશા પાટણ આવેલ ત્યાં ૮૪ ગામ ઈજારે રાખ્યાં. વનરાજ ચાવડાના સમયમાં સં. ૮૫૧ માં રતનપોળ પાટણમાં દેરાસર બનાવ્યું અનેક પ્રતિમાઓ ભરાવી નાત જમાડી પાટણમાં સિદ્ધરાજ સોલંકી સાથે અણબનાવ બન્યો તેથી રાજઘરભાઈ ત્યાંથી સરધાર ગામે આવીને વસ્યા (સં. ૧૨૦૨ માં) સંવત ૧૨૬૫ માં સરધારથી સિદ્ધગિરિરાજન સંઘ કઢાવ્યો. ઘરે આવી નાત જમાડી સરધારમાં સરવૈયા રાજપૂતો સાથે તકરાર થઈ તેથી તે ગામ છોડી ચોટીલા આવી વસ્યા. સં. ૧૨૭૯ માં ત્યાંથી ગાંગડ આવી વસ્યા ત્યાંથી ૧૩૨૫ માં ધોલકા આવી વસ્યા. ૧૩૬૫ માં કરસન મહેતા સાણંદ આવી વસ્યા. કરસન મહેતાને ત્રણ દીકરા હતા તે પ્રમાણે (૧) દેવાભાઈ પરિવાર મોટા મહેતાવરી કહેવાયો. (૨) ડાહ્યાભાઈ પરિવાર નાની મહેતાવરી કહેવાય અને (૩) ત્રીજા મકનભાઈનો પરિવાર તે ગાંધી નકરી તેથી ગાંધી કહેવાયા. વર્તમાન સાણંદમાં રહેતા જેને ઉપરના ત્રણ ભાઈઓનો પરિવાર સમજવો. ૧૩૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152