Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
મહાવીર સ્વયં-ખુદ શ્રીમાળ નગરમાં પધાર્યા હતા. પરંતુ લેખ સમયે પૂર્વના કેટલા પ્રાચીન કાળથી આ માન્યતા ચાલી આવી હશે એનો નિર્ણય કરવા હાલમાં અહીં અમારી પાસે કોઈ સાધન નથી, પરંતુ એ અનુમાન થઈ શકે છે કે કોઈ પ્રાચીન ગ્રંથ તથા પરંપરાથી ચાલી આવતી માન્યતાને લેખના સમયે લિપીબદ્ધ કરી હોય.
હશે .. તાત્પર્ય આ છે કે અગર ભગવાન મહાવીરના સમયે શ્રીમાળ નગર સારી ઉન્નતિ પર હોય તો તમારી પટ્ટાવલીઓના પ્રમાણથી આ લેખ મળતો છે.
(૪) મહાજન વંશ મુક્તાવલિ નામના પુસ્તકમાં લખ્યું છે કે, ભગવાન ગૌતમસ્વામીએ શ્રીમાળ નગરમાં પધારીને રાજા શ્રીમદ્ધને ઉપદેશ દ્વારા જેન બનાવ્યો હતો. અને એની શ્રીમાલ જ્ઞાતિ સ્થાપન કરી હતી વગેરે. આમાં રાજા અને આચાર્યના નામો અમારી પટ્ટાવલીથી વધારે છે. પરંતુ શ્રીમાળ નગરથી શ્રીમાળી જ્ઞાતિની ઉત્પત્તિનો સમય અમારી પટ્ટાવલિઓથી મળતી-ઝુલતી છે.
(૫) ઉપકેશ ગચ્છ ચરિત્ર, પ્રભાવિક ચરિત્ર, પ્રબન્ધ ચિંતામણિ અને તીર્થકલ્પાદિ, પ્રાચીન અને અર્વાચીન ગ્રંથોમાં શ્રીમાળ નગ૨, શ્રીમાળપુર, શ્રીમાળક્ષેત્ર, શ્રીમાળ મહાસ્થાનાદિનો પ્રયોગ દૃષ્ટિગોચર થાય છે, આ ગ્રંથકારોએ શ્રીમાળ નગરને એટલું બધું પ્રાચીન માન્યું છે કે જેટલું પટ્ટાવલિકાઓએ માન્યું છે.
(૬) ઉપકેશગચ્છ પ્રાચીન પટ્ટાવલિમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે શ્રીમાળનગરના લોકોને રાજા તરફથી ઘણી તકલીફો વેઠવી પડતી હતી, આખરમાં તેઓએ લાચાર થઈ શ્રીમાળનગરનો ત્યાગ કરી ચન્દ્રાવતી નગરી વસાવી અને અન્ય સ્થાનોનો સહારો લીધો. બાકી રહેલી નગરીની વ્યવસ્થા ભીમસેન રાજાએ કરી અને નગરને આબાદ કર્યું એના કારણે શ્રીમાળનું નામ ભિન્નમાલ થયું, ત્યાંથી પણ ઘણા લોકો ઉપકેશપુરમાં જઈ વસ્યા ત્યારે ભિન્નમાલની સાધારણ સ્થિતિ રહી ગઈ હતી, વગેરે. આ હાલતમાં અમારા ગ્રંથકારોએ કોઈક જગ્યાએ પ્રાચીન નામ શ્રીમાળ કોઈક જગ્યાએ અર્વાચીન નામ ભિન્નમાલને પ્રયોગ પોતાના ગ્રંથોમાં કર્યો છે. આ પ્રથા કેવળ આ
૧૨૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org