Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
રત્નચૂડ રાજા સપરિવાર સૂરિજીનું વ્યાખ્યાન સાંભળવા બેસી ગયો. આચાર્યશ્રીએ વૈિરાગ્યમય દેશના આપી. સંસારની અસારતા અને મનુષ્યજન્મની દુર્લભતા સમજાવી વગેરે ઉપદેશની અસર વિદ્યાધર નાયકના કોમળ હૃદય પર એવી પડી કે તેઓ ખુદ સંસાર છોડી સૂરિજીની પાસે ચારિત્ર લેવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ એક પ્રશ્ન એના દિલમાં એવો ઉત્પન્ન થયો કે તે ઝટ ઊભો થઈ અને સૂરિજીને કહેવા લાગ્યો કે -
"सुगुरु मम विज्ञापियति मम परम्परागत श्री पाश्वर्नाथ - जिनस्य प्रतिमास्ति तस्य वन्दनो मम नियमोऽसि सारावणलंकेश्वरस्य चैत्यालस्य अभवत् यावत् रामेण लंका विध्वंसिता तावद् मदीया पूर्वजेन चन्द्रचूडनरथानेन वैताढय आनिता साप्रतिमा मम पाश्वास्ति तथा सह अहं चारित्रं ग्रहीष्यामि ।"
ભાવાર્થ - જે સમયે રામચન્દ્રજીએ લંકાને વિધ્વંસ કર્યો હતો તે સમયે અમારા પૂર્વજ ચન્દ્રચૂડ વિદ્યાધરોનો નાયક પણ સાથે હતો. અન્યોન્ય ચીજવસ્તુઓની સાથે રાવણના મંદિરમાંથી લીલાપન્નાની પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા વૈતાઢયગિરિ પર લઈ આવ્યો હતો, તે અનુક્રમે આજે મારી પાસે છે. મારે અટળ નિયમ છે કે હું તે પ્રતિમાનાં દર્શન-પૂજા કર્યા વિના અન્ન-જળ નથી લેતો, મારી ઈચ્છા છે કે ભગવાનની પ્રતિમા સાથે રાખીને દીક્ષા લઈ ભાવ-પૂજા કરતો થકો મારા પૂર્વ નિયમને અખંડિત રાખું ! આચાર્યશ્રીએ પોતાના શ્રુતજ્ઞાન દ્વારા ભવિષ્યના લાભાલાભ પર વિચાર કરીને કહ્યું કે "જહાસુખમુ” એટલે વિદ્યાધરોનો રાજા રત્ન ચૂડ ભારે ઉત્સવ મનાવવા સાથે પોતાના વિમાનવાસી પાંચસો વિઘાઘરોની સાથે દીક્ષા લેવા તૈયાર થઈ ગયો. “મ ામ જ્ઞાત્થિા તૌ રીક્ષા હતા
શેષ વિદ્યાધરો દીક્ષાની અનુમોદના કરતા થતા શ્રી શત્રુંજયાદિ તીર્થોની યાત્રા કરી વૈતાઢયગિરિ ઉપર જઈ બધા સમાચાર આપ્યા. ત્યાર બાદ રત્નચૂડ રાજાના પુત્ર કનકચૂડને રાજગાદી ઉપર બેસાડયો. અને તે સહકઅ આચાર્યશ્રીને વંદન
૧૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org