Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 128
________________ ધર્મનાં બાર વ્રત અને એના આચાર - વ્યવહારનું ખૂબ જ વિસ્તારથી વર્ણન કર્યું. જેનો પ્રભાવ જનતા ઉપર એવો પડયો કે તે જ સ્થળે રાજા આદિ ૪૫,૦૦૦ ઘર પવિત્ર જૈન ધર્મનો સ્વીકાર કરી અને હજારો લાખો પશુઓને અભયદાન આપ્યું. રાજાની પૂર્વાવસ્થામાં ગુરુ પ્રાગ્વાટ બ્રાહ્મણ હતા તેઓએ કહ્યું કે પ્રભુ ! અમારા પૂર્વજોની સાથે અમારું પણ કંઈક નામ રાખવું જોઈએ કે અમે આપના ઉપદેશથી જૈનધર્મને સ્વીકાર કર્યો છે. એટલે સૂરિજીએ એના ઉપરની સંઘની પ્રાગ્વાટ જ્ઞાતિની સ્થાપના કરી. આગળ જતાં એ જ જાતિનું નામ "પોરવાડ” પડયું, એ જ મુજબ શ્રીમાળ નગર અને પદ્માવતી નગરીની આસપાસ વિચરીને હજારો-લાખો મનુષ્યોને પ્રતિબોધીને જેન બનાવી એ જ પૂર્વ જાતિઓમાં શામિલ કરતા ગયા. તેથી આ જાતિઓનો ખૂબ વિસ્તાર થયો. પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રીમાળનગરમાં શ્રી ઋષભદેવ ભગવાનનું અને પદ્માવતી નગરીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું વિશાળ જિનમંદિર બનાવ્યા તથા તે પ્રાંતોમાં બીજા પણ ઘણા જૈન મંદિરોની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના કરકમળોથી થઈ શ્રીમાળનગર પ્રાંતમાંથી સિદ્ધાચલજીનો એક ભારે મોટો સંઘ નિકાળ્યો હતો, અને આબુના મંદિરોનો જિર્ણોદ્ધાર પણ આ જ સંઘે કરાવ્યો હતો. વગેરે પૂજ્યશ્રીના ઉપદેશથી અનેક ધર્મકાર્યો થયાં. આચાર્યશ્રી સ્વયંપ્રભુસૂરિજી પાસે અનેક દેવ-દેવીઓ પણ વ્યાખ્યાન સાંભળવા આવ્યા કરતા હતાં. એક સમયની વાત છે. શ્રી ચકેશ્વરી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા દેવીઓ સૂરિજીનું વ્યાખ્યાન સાંભળી રહી હતી. તે સમયે આકાશમાર્ગથી રત્નચૂડ વિદ્યાધર સપરિવાર શ્રી નંદિશ્વર દ્વીપની યાત્રા કરીને સિદ્ધાચળજીની યાત્રા કરવા જઈ રહ્યો હતો. તેનું વિમાન આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિજી ઉપર થઈને જઈ રહ્યું હતું. તે સૂરિજીની ઉપર આવતાં જ અટકી ગયું. તે જોઈને રત્નચૂડ વિદ્યાધરનાયક વિચારવા લાગ્યો કે મારું વિમાન રોકવાવાળો કોણ છે? ઉપયોગ મૂકતાં ખબર પડી કે મેં જંગમ તીર્થની આશાતના કરી છે. આ ખોટું થયું. અને ઝટ વિમાનમાંથી ઊતરી સૂરિજીને વંદન કરી પોતાની ભૂલની માફી માંગી. આચાર્યશ્રીએ ધર્મલાભ આપ્યો અને અજાણતાં થયેલી ભૂલની માફી આપી. બાદ ૧૧૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152