Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
આજે મહુડી મધુપુરી જે કંઈ છે તે જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરીજી મહારાજના પુણ્યપ્રતાપે છે. જૂની મહુડીના દેરાસરમાંથી પદ્મપ્રભુની પ્રતિમા હતી તે લાવીને નવી મહુડીના દેરાસરમાં પધરાવી છે. ત્યાં સુધી ઘંટાકર્ણ વીરની પૂજા પૂર્વ થતી હતી તેની થાળી પ્રતિષ્ઠા વખતે બાંધવામાં આવતી હોવાનો નિર્દેશ મળે છે પરંતુ યોગનિષ્ઠ જૈનાચાર્ય બુદ્ધિસાગર સૂરી મહારાજે પાદરામાં ઘંટાકર્ણવીરને પ્રત્યક્ષ કરી તેમણે આપેલાં દર્શન પ્રમાણે તેની આકૃતિ દોરી મૂર્તિ કંડારાવી દેરી બનાવીને સંવત ૧૯૮૦માં પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યાર પછી તેનો મહિમા વધતા જતાં આજે મહુડી મધુપુરી એક મહાતીર્થ બની ગયું છે. જેનો અને જેનેતરો પણ વીરની માનતા માટે આવે છે. મહુડીની સુખડીની પ્રસાદી વધુ પ્રખ્યાત બની છે.
મહુડીમાં દેરાસરમાં તીર્થંકર પદ્મપ્રભુની ચમત્કારિક મૂર્તિ છે. તેના રક્ષક વીર તરીકે ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરવામાં આવી છે.
મહુડીની જેમ આગલોડમાં પણ જેને શાસન રક્ષક માણીભદ્રકનું સ્થાનક એટલું જ પ્રસિદ્ધ છે. આગલોડ ઘણું પ્રાચીન નગ૨ છે.
મહુડીનો મહિમા દિવસે દિવસે વધવા માંડ્રયો છે. યાત્રિકોની અવરજવરના કારણે ગામના વિકાસની પણ વૃદ્ધિ થઈ છે. ગાડા રસ્તાનો અત્યારે ડામરનો પાકો રસ્તો થઈ ગયો છે. એસ. ટી.ની સુવિધામાં વધારો થતાં યાત્રિકોને ઘણી સુવિધા થઈ છે. ભોજનશાળા અને રહેવા માટેની સગવડના કારણે યાત્રિકોને રાત્રિ રોકાણમાં કોઈ મુશ્કેલી પડતી નથી.
ઉત્તર ગુજરાતમાં મોટા એક એક ગામોમાં પ્રાચીન કાળમાં એક એક દેરાસર હતાં તેવા નિર્દેશો મળે છે. માણસા વિક્રમ સંવતું તેરમા સૈકામાં વસ્યું હતું. તેમાં એક દેરાસર હતું. તે એ કાળે વિદેશી હુમલામાં તોડવામાં આવ્યું હતું તેમજ વિ.સં. ૧૭૯૮માં માણસાને ભારે ક્ષતિ પહોંચાડવામાં આવી હોવાનો નિર્દેશ મળે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org