Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 80
________________ ભાગ જેટલા પોરવાડોના લેખ છે અને ૩૦૯ એટલે તે પણ લગભગ ત્રીજા ભાગના ઓશવાળોના લેખ છે. એ રીતે શ્રીમાળી પોરવાડ અને ઓશવાળ ત્રણ જ્ઞાતિના લેખોનો સરવાળો કરીએ તો તે ૧૦૮૦ લેખ થાય છે. ઉપર જણાવ્યા પ્રમાણે જ્ઞાતિના નામવાળા ૧૨૨૦ લેખમાંથી ૧૦૮૦ લેખ બાદ કરીએ તો બાકી ૧૪૦ લેખ રહે છે જે જુદી જુદી જ્ઞાતિઓના લેખને સરવાળો છે. પણ એ ૧૪૦ માંથીએ "શ્રી વંશને ૧ અને "શ્રી શ્રીવંશના ૧૪ એ કોઈ જદી જ્ઞાતિને નહિ પણ શ્રીમાળી વાણિયા જ્ઞાતિના જ ટૂંકા નામના લેખ છે તે અને લાડવા શ્રીમાળીના ત્રણ લેખ છે તે શ્રીમાળીને લેખમાં મેળવી લઈએ, "વીરવંશ"ના ૮ લેખ છે તે ઓશવાળમાં મેળવી લઈએ, હુંબડ જ્ઞાતિના ૩૩ લેખ છે તેમાંના દિગંબરોના હોય તે તેમજ શ્રીમૂલસંઘના ૯ લેખ છે તે દિગંબરોના લેખ બાદ કરીએ તો બાકી બહજ થોડા લેખ જુદી જુદી જ્ઞાતિઓ માટે બાકી રહે છે. જુદી જુદી જ્ઞાતિઓમાં વાયડાના ૮, ડીસાવાલના ૧૦, ગુર્જર જ્ઞાતિના ૧૧, નાગર જ્ઞાતિના ૧૧, પલ્લીવાલના ક, નેમાના ૪, નરસિંગપુરાના ૨, નાગૅદ્રના ૩, ખડાયતાના ૨, સિંહપુરાનો ૧, વાઘેલાનો ૧, કપોળનો ૧, મોઢના ૨, ખંડેલવાલ ૧, ભાવસારના ૪, અને શલાટનો ૧ લેખ છે. વાણિયાની કઈ જ્ઞાતિમાં જૈનધર્મનો કેટલો પ્રચાર હતો તે લેખોની આ સંખ્યા ઉપરથી જોઈ શકાય છે.* લેખોની સાલવાર સ્થિતિ જોઈએ તો શ્રીમૂલસંઘનો ૧ લેખ ૯૫૬ નો છે. ૧ લેખ શક સંવત ૧૦ નો છે. એક લેખ જ્ઞાતિના નામ વગ૨નો ૧૦૪૨ નો છે. ૧૦ લેખ સં. ૧૧૦૦ થી ૧૨૦૦ સુધીના નામ વગરના અને એક લેખ સં. ૧૧૮૮ નો શ્રી શ્રીમાળી જ્ઞાતિનો છે. ૧૨૦૦ થી ૧૩૦૦ સુધીના ૪૩ લેખ છે, જેમાં ૨ પોરવાડના, ૨ ગુજર વાણિયાના, ૧ ખંડેરકગચ્છનો અને ૩૮ જ્ઞાતિના નામ વગરના છે ૧૩૦૦ થી ૧૪૦૦ સુધીના ૧૦૮ લેખ છે જેમાં શ્રીમાળી જ્ઞાતિના ૧૯ * હજારો માણસોની વસ્તીવાળી એક જ્ઞાતિમાંથી એકાદ બે લેખ મળી આવે તે ઉપરથી એ આખી જ્ઞાતિ પરાપૂર્વથી જેનધર્મ પાળતી હતી, એવું અનુમાન કરવું ભૂલ ભરેલું ગણાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152