Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
ભગવાનની ચરણ પાદુકાઓ બિરાજમાન છે. અહીં પ્રતિવર્ષ કાર્તિક શુદ ૧ ના દિવસે મેળો ભરાય છે.
पल्ली संडेरय नाणण्सु कोरिट भिन्नमालेसु । वंदे गूजरदेसे आहाडाईसु મેવાડે ..
આ રીતે જૈન દૃષ્ટિએ ભિન્નમાલનું ઐતિહાસિક મહત્ત્વ ગૌરવ ભર્યું છે. “સકલ તીર્થ સ્તોત્રમાં શ્રી સિદ્ધસેન સૂરિએ ભિન્નમાલને એક તીર્થ સ્વરૂપ ગણાવ્યું છે.
આમ તીર્થ તરીકે પણ પ્રસિદ્ધ આ સ્થળને પ્રાચીન અવશેષો શોધી કાઢવામાં આવે તો બીજુ ઘણું જાણવા જેવું મળી શકે એમ છે.
મહાન શાસન પ્રભાવક આચાર્યદેવ શ્રી જ્ઞાનવિમલ સૂરીશ્વરજી મ.નો જન્મ ભીનમાલ નગરમાં થયેલ હતો.
મહાન શાસન પ્રભાવક ઉપમિતિ ભપ્રપંચ કથાને રચયિતા શ્રી સિદ્ધર્ષિ ગણિનો જન્મ ભીનમાલ નગરમાં થયેલ હતો.
ભીનમાલ નગરમાં આજ ૧૧ જૈન દેરાસર છે. એનો વિશેષ પરિચય આ પ્રકારે છે. (૧) ગાંધી મુતોનો મહોલ્લો. ત્યાં ભગવાન શ્રી શાન્તીનાથ
ભગવાનનું શિખરબંધી દેરાસર અતિ પ્રાચીન છે. સં. ૧૬૩૪ માં મહાન આચાર્ય શ્રી હીરવિજય સૂરિજી મહારાજ દ્વારા પુનઃ પ્રતિષ્ઠિત છે. આ મહોલ્લામાં ભગવાન શ્રી પાર્શ્વનાથનું ઘુંમટબંધી મંદિર છે. મૂળનાયક શ્રી ભગવાનની ગાદી નીચેના લેખથી આ પ્રાચીનતમ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૬૮૬ અષાડ વદિ ૪ ના આચાર્ય શ્રી વિજયદેવ સૂરીજી દ્વારા થઈ હતી. અને મૂળનાયકજી ભગવાનની પ્રતિમાજી ભરાવવાનો લાભ શ્રીમાલનગર ભીનમાલ નિવાસ આદરણીય શેઠ શ્રી પ્રેમાશા અને ખેમાશાએ લીધો
હતો. (૩) આ મંદિરની પાસમાં તપાગચ્છનો ઉપાશ્રય ગોખલામાં
શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠિત છે અને તે વિક્રમ
૮૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org