Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
સં. ૧૮ ની હોવાનો લેખ છે. ઉપર લખેલ ત્રણે જિન
મંદિરોની પાસે નવો વિશાળ તપાગચ્છ ઉપાશ્રય છે. (૪) બજારમાં આવેલ શાનિચોક (ગણેશ ચોક)માં શ્રી
શાન્તિનાથ ભગવાનનું શિખરબંધી સુંદર જિનાલય છે. આ દેરાસર પણ અતિ પ્રાચીન છે. સંવત ૧૨૧૨ માં આ દેરાસરમાં આદીશ્વર ભગવાનની પ્રતિમાજી બિરાજમાન કરેલી છે. શેઠોના મહોલ્લામાં ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધી વિશાળ જિનાલય છે. મૂળનાયક પાર્શ્વનાથ પરમાત્માની મૂર્તિ આ નગરની સૌથી વધારે પ્રાચીન મૂર્તિ છે. વિ. સં. ૧૦૧૧ ના વર્ષમાં પ્રતિષ્ઠા કરેલી છે. ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ સુવર્ણમય પ્રતિમાજી ભીનમાલ અને નરતા ગામની વચમાં આવેલ એક ખેતરમાંથી નીકળેલી હતી. આ મૂર્તિને લાવવાવાળા નરતા ગામના શ્રાવકો પ્રતિદિન ત્રણ ગાઉ દૂરથી આવીને ભગવાનની પૂજા કરીને કઠોર નિયમનું પાલન કરતા હતા. આ મંદિરના પાસમાં શ્રી મહાવીર સ્વામીજી ભગવાનનું શિખરબંધી સુંદર દેરાસર છે. શ્રી મહાવીર સ્વામીની સુવર્ણમયી આકર્ષક પ્રતિમાજી સાત ધાતુના સિંહાસન અને બે વિશાળકાય ઘેરાના આ નગરના ખેતરમાંથી એકએક પ્રાપ્ત થયેલ છે. આ મંદિરના પ્રતિષ્ઠા વર્તમાન આ વિદ્યાચંદ્ર સૂરિએ કરાવેલી છે. સં. ૨૦૧૮ નગરની પુરાણી પોસ્ટ ઑફિસની પાસે શ્રી મહાવીર સ્વામીનું વિશાળ જિનાલય શિખરબંધી છે. મહાવીર સ્વામીની મૂર્તિ મહાન ચમત્કારી છે અને દર્શનાર્થીઓના માટે ધ્યાનથી દર્શન કરવાની પ્રેરણા પ્રદાન કરવાવાળી છે. પહેલાં આ મંદિર ગુજરાતના મહાન રાજર્ષિ શ્રી કુમારપાળ દ્વારા બંધાયું હતું. અને સં. ૧૮૭૩ માં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org