Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
કરી તેઓ તેના ઉપર બિરાજમાન થયા. એટલામાં તો નગરજનોથી સભાહોલ ચિક્કાર ભરાઈ ગયો. રાજાની પાસે યજ્ઞાધ્યક્ષ મોટી-મોટી જટાવાળા પણ બેસી ગયા. ત્યાર બાદ આચાર્યશ્રીએ "અહિંસા પરમો ધર્મ” ઉપર વિસ્તારથી વિવેચનની સાથે વ્યાખ્યાન આપ્યું. ધર્મનું રહસ્ય અને આત્મકલ્યાણને માર્ગ એવી ઉત્તમ શૈલીથી બતાવ્યો કે ત્યાં ઉપસ્થિત શ્રોતાગણોનાં કઠોર પથ્થર, વજ જેવાં હૃદય પણ કોમળ થઈ ગયાં. તેઓના અંતર આત્મામાંથી અહિંસાનું ઝરણું વહેવા લાગ્યું અને યજ્ઞ જેવા નિર્દય નિષ્ફર કર્મ ઉપર તેઓને ધૃણા થવા લાગી. માનો કે અહિંસા ભગવતીદેવીએ તેઓના હૃદયકમળમાં પોતાનું સ્થાન જ જમાવી દીધું સૂરિજી મહારાજના વ્યાખ્યાનના અંતમાં પેલો નામધારી બ્રાહ્મણ યજ્ઞાધ્યક્ષ એકદમ બોલી ઊઠયો કે મહારાજજી ! આ કોઈ શ્રીમાળનગર નથી કે આપની દયા-દયાની પુકાર સાંભળીને સ્વર્ગ-મોક્ષ આપનાર યજ્ઞ કરવો છોડી દે. આ ધર્મ કોઈ નવો નથી પરંતુ હમારી રાજપરંપરાથી ચાલી રહ્યો છે. વગેરે.
તેના જવાબમાં આચાર્યશ્રીએ કહ્યું કે મહાનુભાવો ! હું ન તો શ્રીમાળ નગરથી ધન લઈને આવ્યો – અને હું અહીંથી પણ કંઈ ધન માલ લઈ જવાનું નથી. સદુપદેશના અભાવથી ભદ્રિક લોકો આત્મકલ્યાણના રહસ્યને છોડીને હજારો લાખો પ્રાણીઓનાં લોહીથી - ખૂનની નદીઓ વહાવી કુકૃત્યથી નરકને પાત્ર બની રહ્યા છે. તેઓને સદૂમાર્ગ બતાવવો એ અમારું પરમ કર્તવ્ય છે એટલું જ નહીં પરંતુ આ કાર્ય માટે અમે અમારું જીવન અર્પણ કરી દીધું છે ! હે મહાનુભાવો સાંભળો तुष्यन्ति भौजनैविप्राः मयूर धनगजिते । साधवाः पर कल्याण खल पर विपतिभि ॥
જેમ બ્રાહ્મણોને ભોજન મળવાથી સંતુષ્ટ થાય છે. વાદળના ગર્જવાથી મોર આનંદ પામે છે. બીજાની પીડામાં લુચ્ચા લોકો ખુશી માને છે. એ જ રીતે સાધુજનો પરકલ્યાણમાં જ આનંદ માને છે.
હે બ્રાહ્મણો શ્રીમાળ નગરના સજનોએ હજારો-લાખો નિર્દોષ પ્રાણીઓને અભયદાન આપ્યું. શું આપ એને બુરું માનો છો ? અને
૧૦૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152