Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
પ. પૂ. આચાર્ય ભ. રવચંમપ્રભસૂરિશ્વરજી મ. સા.નું
જીવન ઝરમર
કેશી શ્રમણ આચાર્ય પટ્ટ વિભૂષક ઉદયાચલ પર સૂર્ય સમાન શ્રુત જ્ઞાનનો પ્રકાશ કરવાવાળા આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિ થયા. તેઓનો જન્મ વિદ્યાધર કુળમાં થયો હતો. તેથી કરી તેઓ અનેક વિદ્યાઓના પારગામી અને સ્વપરમતના શાસ્ત્રોમાં નિપુણ હતા. તેઓના આશાવર્તી હજારો મુનિઓ ભૂમંડલ પર વિહાર કરી ઘર્મ પ્રચારની સાથે જનતાનો ઉદ્ધાર કરી રહ્યા હતા. ભગવાન મહાવીરના ઉપદેશથી બ્રાહ્મણોનું જોર અને યજ્ઞ કર્મ નષ્ટ પ્રાય: થઈ ગયા હતા. તથાપિ મરુસ્થલ જેવા રેતીલા પ્રદેશમાં ન તો જેને પહોંચી શકે અને ન બુદ્ધ પણ અહીં આવી શકતા તેથી કરી અહીં વામમાર્ગીઓનું ભારે જોર હતું. યા હોમ સિવાય પણ મોટા-મોટા અત્યાચાર થઈ રહ્યા હતા. ધર્મના નામે દુરાચાર (વ્યભિચાર)નું પણ પોષણ થઈ રહ્યું હતું. કંડાપંથ, કાંચલિયા પંથ એ વામમાર્ગીઓની શાખાઓ હતી. દેવી શક્તિના ઉપાસક હતા. તે સમયે મારવાડમાં શ્રીમાલ નામનું નગર વામમાર્ગીઓનું કેન્દ્રસ્થાન માનવામાં આવતું હતું.
આચાર્ય સ્વયંપ્રભસૂરિના ઉપાસક જેમ ખેચર-ભૂચર મનુષ્ય વિદ્યાધર હતા તેમ દેવી દેવતા પણ હતા. તેઓ પણ સમયે જો ઈન વ્યાખ્યાન સાંભળવા આવતા હતા. એક સમય આચાર્ય શ્રી સંઘની સાથે સિદ્ધાચલની યાત્રા કરી - અર્બુદાચલની યાત્રા કરવા માટે આવ્યા હતા તે સમયે વ્યાપાર નિમિત્તે આવેલ શ્રીમાલનગરના કેટલાક શેઠ - શાહુકારે સૂરિજીની અહિંસામય અપૂર્વ દેશના સાંભળીને સૂરિજીને વિનંતી કરી કે હે ભગવન્! આપ તો અહિંસા ભગવતીની ભારે મહત્તા બતાવી રહ્યા છો. અને અમારે ત્યાં તો હર વર્ષે હજારો-લાખો પશુઓનું યજ્ઞમાં બલિદાન થઈ રહ્યું છે. અને એમાં જ જનતાની શાંતિ અને ધર્મ માનવામાં આવે છે. આજે આ પનો ઉપદેશ સાંભળવાથી એ જાણવા મળ્યું કે આ તો એક મહાન નરકનું જ દ્વાર છે. અગર આપ જેવા પરોપકારી મહાત્માઓનું અમારા જેવા અજ્ઞાન દેશમાં
૯૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org