Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
પધારવાનું થાય તો ત્યાંની ભદ્રિક જનતા આપના ઉપદેશનો મહાન લાભ જરૂર ઉઠાવે. ઈત્યાદિ વિનંતી કરવાથી સૂરિજીએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો. જેમ ચિત્ત સારથીની વિનંતીનો સ્વીકાર કશી શ્રમણાચાર્યે કર્યો હતો તેમ અવસર જોઈન સૂરિજી ક્રમશ: વિહાર કરી શ્રીમાળ નગરના ઉદ્યાનમાં પધાર્યા, એ સમાચાર નગરમાં પણ પહોંચી ગયા. ત્યારે જેઓ અબુદાચલ પર વિનંતિ કરી હતી તેઓ મિત્ર પરિવાર સાથે સૂરિજીની સેવામાં તત્પર થયા અને હરેક પ્રકારની સુવિધા કરી આપી. તે સમયે શ્રીમાળ નગરમાં અશ્વમેઘ નામના યજ્ઞની તૈયારી થઈ રહી હતી. દેશ-પરદેશથી હજારો યાજ્ઞિક લોક એકત્ર થયા અને આ બાજ હજારો લાખો નિરપરાધી પશુઓને એકઠાં કર્યા હતાં. એક મોટો ભારે યજ્ઞમંડપ પણ બાંધવામાં આવ્યો હતો. ઘર-ઘરમાં બકરાં ભેંસ બાંધી હતી. તેઓને ધર્મના નામ પર યજ્ઞમાં બલિદાન કરી શાંતિ મનાવીશું વગેરે વગેરે.
આ બાજુ સૂરિજીના શિષ્ય નગરમાં ભિક્ષા માટે ગયા હતા તેઓ નગરની હાલત જોઈને જનતા ઉપર કારુણ્ય ભાવ લાવી એમને એમ પાછા આવી ગયા. સૂરિજીને વિનંતી કરી કે હે ભગવંત ! આ નગર સાધુઓને ભિક્ષા લેવા યોગ્ય નથી એમ કહી યજ્ઞ સંબંધી બધી વાત કહી સંભળાવી. આ વાત સાંભળીને કરુણાસિંધુ સૂરિજી મહારાજ પોતાના ખાસ વિદ્વાન શિષ્યોને સાથે લઈ રાજસભામાં ગયા. ત્યાં યજ્ઞ સંબંધી વિચાર વિમર્શ અને તૈયારીઓ થઈ રહી હતી. અને મહાનું નિષ્કર કર્મના અધ્યાપક મોટા મોટા જટાઘારી શિર ઉપર રાખ લગાવી અને ગલમાં સુતરની દોરી ઘાલી માંસ લુબ્ધક મદિરા લોલુપરી નામધારી પંડિતો બેઠા હતા અને તેઓ બધા અનેક કપોલા કલ્પિત વાતો કરીને રાજાને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા હતા. કારણ નગરમાં મોટા જૈનાચાર્યનું આગમન થવાથી તેમના મનમાં મોટો ભય હતો.
આચાર્ય ભગવંતનો પ્રભાવ - ૫ - તેજ એટલો બધો જબરજસ્ત હતો કે તેઓ સભામાં પ્રવેશ કરતાં જ રાજા જયસેન પોતાના આસનથી ઊઠીને સૂરિજીની સામે આવ્યો અને ખૂબ આદર સત્કારથી વંદના કરી નમસ્કાર કર્યા. સૂરિજીએ પણ રાજાને
૯૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org