Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
(એમાં ૬ લેખમાં શ્રી શ્રીમાળી જ્ઞાતિનું નામ છે ને ૧૩ લેખમાં "શ્રીમાળી જ્ઞાતિ” લખ્યું છે.) પોરવાડના ૧૩, ઓશવાળના ૮, વાયડાના ૨, ખડાયતાના ૨, ગુર્જરનો ૧, પલ્લીવાલના ૪, મોઢનો ૧ ને ૫૮ લેખ જ્ઞાતિના નામ વગરના છે. ૧૪૦૦ થી ૧૫૦૦ સુધીના ૨૫૦ લેખ છે. તેમાં શ્રીમાળીના ૮૦ (શ્રીમાળીના ૬૧ ને શ્રીમાળીના ૧૮ મળીને), પોરવાડના ૬૧ અને ઓશવાળના ૪૯ લેખ છે. એમાં સં. ૧૪૯૫ના એક લેખમાં "ઊકેશવંશે સાહ શાખાયાં” એમ લખ્યું છે. સાધુનો અર્થ સન છે. વૃદ્ધશાખાવાળા પોતાને સારા માણસ માનતા હતા ને તેથી તેમણે પોતાના તડને આ શબ્દ લગાડ્યો હોય તો તે સંભવિત છે. આગળ પણ સાધુ શાખાના બીજા બે લેખ છે અને બાબુ સાહેબે પ્રસિદ્ધ કરેલા સંગ્રહમાં પણ એક લેખમાં સાધુશાખાનું નામ છે, એટલે આ શબ્દ વીશા અથવા વૃદ્ધશાખાને બદલે લખાયેલો હોય એમ લાગે છે. હુંબડના ૧૬, નાગરના ૩, વાયડાના ૩, ડાસાવાલના ૨, ગુર્જરનો ૧, વીરવંશનો ૧, ને ૩૪ લેખ જ્ઞાતિના નામ વગરના છે. એકંદરે સંવત ૯૦૦ થી ૧૫૦૦ સુધીના ૪૧૫ લેખ છે. તેમાં ઉપરનો સાધુશાખાને એક લેખ છેક છેવટના સંવતમાં છે તે બાદ કરતાં બીજા કોઈ પણ લેખમાં દશાવીશા સંબંધીનો કંઈ પણ ઉલ્લેખ મળતો નથી. સંવત ૧૫૦૦ પછીના લેખોમાં દશાવશાનો ભેદ જણાવા માંડે છે. સંવત ૧૫૦૦ થી ૧૬૦૦ સુધીના ૯૧૦ લેખ છે. જેમાં શ્રીમાળીના ૩૩૭ (એમાં ૨૭૧ લેખમાં શ્રી શ્રીમાળી લખ્યું છે ને ૬૬ લેખમાં શ્રીમાળી લખ્યું છે.) સં. ૧૫૧૫ના એક લેખમાં શ્રી શ્રીમાલ સ. છે. સિદ્ધસંતાને એમ લખ્યું છે, પણ તે ભૂલ છે. સિદ્ધને ઠેકાણે વૃદ્ધ જોઈએ. ૧૫૧૭ના એક લેખમાં શ્રી શ્રીમાલ જ્ઞાતીય લઘુમંતાનીય દોસી મહિરાજ એમ લખ્યું છે. ને સં. ૧૫૭૫ના એક લેખમાં શ્રીમાલ સા. લઘુ સંતાનીય લખ્યું છે. સં. ૧૫૧ના એક લેખમાં "લઘુશાખાયાં” એવું લખ્યું છે, પણ તેમાં જ્ઞાતિનું નામ લખ્યું નથી. એકંદરે આ શતકમાં શ્રીમાળી જ્ઞાતિના લઘુશાખા (દશા)ના બે અને વૃદ્ધશાખા (વીસા)નો એક મળી ૩ લેખ છે.
આ શતકમાં પોરવાડ જ્ઞાતિના ૧૯૮ લેખ છે. જેમાં વૃદ્ધપ્રાગ્વાટ જ્ઞાતીય કે પ્રાગ્વાટ જ્ઞાતીય વૃદ્ધશાખામાં એવું લખેલા ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org