Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
મળી છ લેખોમાં "શ્રી શ્રીમાળી જ્ઞાતીય વૃદ્ધશાખાયાં” કે "વૃદ્ધ શાખીય લખ્યું છે. ૧૬૭૨ના લેખમાં વૃ. શ્રી જ્ઞા. દો. મેઘા."લખ્યું છે. ૧૬૯૭ના લેખમાં "શ્રી શ્રીમાલ જ્ઞાતીય વીસા શ્રી" એમ લખ્યું છે. એકંદરે ૨૦માંના ૮ લેખમાં વૃદ્ધશાખા (વીસા) નો ઉલ્લેખ છે. આ શતકમાં શ્રીમાળીની લઘુશાખા (દશા)નો કોઈ લેખ નથી.
પોરવાડના ૧૨ લેખ છે. તેમાં ૧૬૩૨, ૧૬૬૩ અને ૧૬૮૧ને લેખમાં "પ્રાગ્વાટ જ્ઞાતીય વૃદ્ધશાખાય" લખ્યું છે. ૧૬૨૪ના લેખમાં "વું. પ્રાગ્વાટ જ્ઞાતીય" લખ્યું છે. ૧૬૧૭, ૧૬૭૮ અને ૧૬૯૭ના લેખમાં પ્રાગ્વાટ જ્ઞાતીય લઘુશાખાયાં લખ્યું છે. ૧૬૦૮ના લેખમાં કુમરિગિરિ કુણઘે૨) વાસ્તવ્ય પ્રાગ્વાટ જ્ઞાતીય લઘુસને અને ૧૬૭૧ના લેખમાં લઘુસજન પ્રાગ્વાટ જ્ઞાતિ એ પ્રમાણે લખ્યું છે. એકંદરે ૧૨ લેખમાંના ૯ લેખમાં વીશા દશાનો ઉલ્લેખ છે ને ૩ લેખમાં એકલું પ્રાગ્વાટ જ્ઞાતિ લખ્યું છે.
ઓશવાળોના ૨૪ લેખ આ શતકમાં છે. તેમાં ૧૬૫૫નો એક ૧૬૭૫, ૧૬૯૭ ના બે, અને ૧૬૧૩ના એક લેખમાં ઉકશ જ્ઞાતીય કે ઓશવાળ જ્ઞાતીય વૃદ્ધશાખાયાં લખ્યું છે. ૧૬૬૫ના લેખમાં ઉપકેશવંશીય વૃદ્ધસજનીય લખ્યું છે. ૧૬૨૪ના લેખમાં વૃદ્ધકેશ લખ્યું છે. ૧૬૬૮ના લેખમાં વૃદ્ધશાખીય ઓસવાલ સા. લખ્યું છે. ૧૬૨૮ના લેખમાં ઓસવાલ જ્ઞા. ઉટસન સોની શ્રીત લખ્યું છે, પણ તે ભૂલ છે. ઉટની જગાએ વૃદ્ધ જોઈએ. એકંદરે આ શતકમાં ઓશવાળોના ૨૪ લેખમાં ૯ લેખ વૃદ્ધશાખા (વીસા)ના ઉલ્લેખવાળા છે. બાકીના ૧૫ લેખમાં એકલું ઉએશ ઉપકેશ કે ઓસવાલ જ્ઞાતિનું જ નામ લખ્યું છે.
૩૪ લેખ જ્ઞાતિના નામ વગરના, ૨ હુંબડા, ૧ લાડવા શ્રીમાળીનો. ૧ નાગહુદ જ્ઞાતિનો, ૪ મૂલ સંઘના અને ૧ સિંહપરાજ્ઞાતિનો મળી કુલ ૯ લેખ આ શતકમાં છે.
સં. ૧૭૦૦ થી ૧૮૦૦ સુધીનાં સો વર્ષમાં બઘા મળીને ફક્ત ૨૫ જ લેખ છે. તેમાં શ્રીમાળી જ્ઞાતિના ૬ જેમાં ૧૭૦૧, ૧૭૨૧, ૧૭૬૮ અને ૧૭૦૬ના મળી ચાર લેખોમાં "શ્રી શ્રીમાળી વૃદ્ધશાખામાં" લખ્યું છે. ૧૭૬૮ ના લેખમાં "શ્રીમાળી જ્ઞાતીય લઘુશાખાયાં" લખ્યું છે અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org