Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
બ્રાહ્મણ ગુજરાતના અથવા તેની પાસેના પ્રદેશના વતની છે. એટલે તેમની વસ્તી પણ વધારે છે. પાટણની પાસે મોઢેરા છે પણ તે મોઢેરા કરતાં મારવાડની દક્ષિણે પાલિ વગેરેનો જે પ્રદેશ ઘણી જ્ઞાતિઓના મૂળસ્થાન તરીકે પ્રસિદ્ધ છે, તે પ્રદેશમાં આવેલું મુઢેરા ગામ ગુજરાતના મોઢેરા ગામ કરતાં વધારે જૂનું છે. ગુજરાતના મોઢેરાનું મૂળ મારવાડનું મુઢેરા હોય એ બનવા જોગ છે. મોઢ જ્ઞાતિનું નામ મોઢેરા સ્થાન ઉપરથી પડ્યું છે. તેમજ શ્રીમાળ એ સ્થાન ઉપરથી શ્રીમાળી જ્ઞાતિનું નામ પડ્યું છે. ગૌડ દેશના નામ પરથી શ્રીગોડ નામ પડ્રયું. મેવાજ દેશના નામ પરથી મેવાડા નામ પડ્યું. મેસાણા પાસેના વાલમ નામ પરથી વાલમ નામ પડ્યું છે અને નગર (વૃદ્ધનગ૨) એ નામ પરથી નાગર નામ પડ્યું છે.
વાણિયા એ શબ્દ કુળસૂચક નહિ, પણ ધંધાસૂચક છે. વહેપારનો સંસ્કૃત શબ્દ વાળ્યું છે. વાણિજય (વહેપા૨) જે કરે તે વળવા: કહેવાય. વળછા એમાંનો પ્રાકૃત વ્યાકરણના નિયમ પ્રમાણે ઉચ્ચારમાં દબાઈ જાય છે, તેથી પ્રાકૃત બોલનારાઓ વાણિયા એવો ઉચ્ચાર કરે છે. હિંદુસ્તાનમાં વ ને ઠેકાણે હું બોલવાનો ચાલ છે ને !' ને ઠેકાણે ન બોલવાનો ચાલ છે, તેથી વાણિયાને બદલે બનિયા કહે છે. જે કોઈ વહેપાર કરે તે બધા વાણિયા કહેવાય. અત્યારે જેમ માસ્તર એ શબ્દ કોઈ જ્ઞાતિસૂચક નથી, અને બ્રાહ્મણ, વાણિયા, હજામ, ધોબી, પારસી, મુસલમાન હરકોઈ જાતને માણસ ભણાવવાનું કામ કરતો હોય તે માસ્તર કહેવાય છે, તેમ હરકોઈ જાતિનો માણસ વાણિજય (વહેપાર) કરે તે વાણિયો કહેવાય. પહેલાં જ્યારે વર્ણવ્યવસ્થાનું નિયમન થતું હતું અને દરેક જાતિને માટે ધંધા મુકરર કરી આપવામાં આવ્યા હતા. ત્યારે ચઢતી જ્ઞાતિવાળાઓને ઊતરતી જ્ઞાતિવાળાઓને ધંધા કરવાની છૂટ હતી. માત્ર ઊતરતી જ્ઞાતિવાળાથી ચઢતી જ્ઞાતિવાળાનો ધંધો થઈ શકે નહિ. અને જો તે પોતાના અધિકાર ઉપરાંતનો ધંધો કરવા જાય તો કાયદાથી શિક્ષાને પાત્ર ગણાય, એવો તે કાળો વારો હતો. કોઈ એક ગામ કે સમૂહને અધિકાર નહિ ધરાવનારી જાતિનો કોઈ માણસ ઉપલી જ્ઞાતિનો ધંધો કરી લેતો, અને વખત જતાં એવા ઘંઘાદારી વર્ગ પણ બંધાતા; પણ
૩૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org