Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
લખેલા "પ્રશ્ચિત પશ્ચાનાં પ્રત્યુત્તરા"િ એ નામના લેખમાં હીનજાતિ સંબંધનીના પ્રશ્નના જવાબમાં લખે છે કે
तेने लोके विंशति विश्वापकोड्यं दश विश्वकोड्यं इत्तेवं व्यवहारः सांप्रतोन एव बोधव्यो”.
(અર્થ : તે લોકોમાં આ વીશો વીશ વશાનો, આ દેશ વશાનો એવો વ્યવહાર ચાલે છે તે જાણવું.) અર્થાત્ ચઢતા તે વીસ વશાના અને ઊતરતા તે દશ વશાના એવું લોકમાં મનાય છે.
ભરૂચ અને કામરેજના ભાર્ગવ બ્રાહ્મણોમાં પણ ઊંચા-નીચાના ભેદથી દશા વીશા મનાય છે. બ્રાહ્મણોત્પત્તિ માર્તંડ'માં લખે છે કે વાવીસાપ્રેમવશ્વ વેષાં મધ્યેક્તિ સાંપ્રતમ્ (એમનામાં હાલ દશા-વીશાના ભેદ ચાલે છે.) જૈનોમાં દશા વીશા મનાય છે, તે પણ આ જ ધોરણે મનાય છે. વીશા તે ઊંચા અને દશા તે નીચા એવી માન્યતા સર્વ ઠેકાણે ચાલે છે. આ માન્યતા શા કારણથી ઉત્પન્ન થઈ તે આપણે આગળ જોઈશું. હમણાં આપણે એ જોઈએ કે આ માન્યતા ક્યારથી ચાલતી આવે છે.
-
જૈન દેરાસરોમાં પાષાણની અને પિત્તળની પ્રાચીન સંખ્યાબંધ મૂર્તિઓ મળે છે. આ મૂર્તિઓ ઉપર તે મૂર્તિની પ્રતિષ્ઠા કરાવનારનું નામ, તેના બે-ત્રણ પેઢીના પૂર્વજોનાં નામ, તેની જ્ઞાતિનું નામ, તેનાં સ્ત્રી-પુત્રાદિનાં નામ, જે ગામનો તે રહીશ હોય તે ગામનું નામ અને જે ગામે તે મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હોય તે ગામનું નામ પણ ઘણી મૂર્તિઓમાં હોય છે. આ ઉપરાંત પ્રતિષ્ઠા કર્યાની તિથિ, વાર, માસ, સંવત અને પ્રતિષ્ઠા કરાવનાર ધર્મગુરુ તથા તેમનો ગચ્છ અને તેમના પૂર્વગુરુઓનાં નામ પણ હોય છે. વાણિયા જ્ઞાતિના ઈતિહાસની શોધ કરનારને માટે આ બહુ સારાં સાધન છે. ‘દશા', વીશા'ના ભેદ ક્યાંથી પડ્યા એ પ્રશ્નના ખુલાસા માટે આ મૂર્તિઓ ઉપરના લેખ બહુ પ્રમાણભૂત પુરાવા પૂરા પાડે છે.
મૂર્તિઓ ઉપરના લેખ નાગરી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં લખેલા હોય છે, એથી ‘દશા’ અને ‘વીશા' એ પ્રાકૃત નામોને બદલે
Jain Educationa International
૫૬
For Personal and Private Use Only
www.jainelibrary.org