Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
"વીસ વસાયલ વાંણિઓ જુઓ તે નામ કહાઈ, આચારજ થાપન કરી ગછ ચોરાસી માંહિ" પર.
(ઐતિહાસિક રાસમાલા)
શામળભટ પણ એમ જ કહે છે :"વણિક માંહિ ગુણ વીશ, રીસનો ન ચડે રંગે, "વીશ વસા નહિ, વણિક, જીભે જે જૂઠ્ઠું ખોલે, વીશ વસા નહિ વણિક પેટના પડદો ખોલે, વીશ વશા નહિ વણિક ઉતાવણીઓ જે થાએ, વીશ વશા નહિ વણિક વનિતા શું વહેવાયે, વળી વીશ વસા તે ણિક નહિ, ચડ્યો રાવલે જાણિયો, જે સત્ય તજે શામળ કહે, વીશ વશા નહિ વણિયો.”
"જૈન સંપ્રદાય શિક્ષા" નામના હમણાં પ્રકટ થયેલા ગ્રંથમાં સન્નિપાતનું વર્ણન કરતાં એ શબ્દનો આ પ્રમાણે ઉપયોગ કર્યો છે :
જિન્હાસ્યમામ Üસી દીસે, તીક્ષ્ણ સ્પર્શ પુનિ વિશ્વાવિસે"
૫
(પૃ. ૪૬૪) "ઉખાઘ ખાઈ દિન એકવીસ,ખયનરોગ જાઈ વિશ્વા વીસ." ૮૯ જૈન પત્રલેખન પદ્ધતિમાં શ્રાવક પોતાના ગુરુને પત્ર લખે તો તેમાં બીજી ઉપમાઓ સાથે આ ઉપમા લખાય છે.
वीस विश्व जीवदया प्रतिपालक ||
ચારણ કવિ લક્ષ્મણે રચેલા રૂકમણિ વિવાહમાં એ શબ્દો આ પ્રમાણે વપરાયા છે :
"મૈં મન કલ્પ્યો માહ હૈ, કારણિ તુજ કિસંન, ખીસવા ખીસ ન આવીસ્સૌ, તો હોમેસ્સી તન."
ઉત્તમ કુળવાળા - પૂરેપૂરી યોગ્યતાવાળા તે વીસ વસાના અને તેથી ઓછી યોગ્યતાવાળા તે ઓછા વશાના એવું કહેવાનો ચાલ ઘણા લાંબા કાળથી આપણા આખા દેશમાં ચાલતો આવ્યો છે. પૃથરાજ ચૌહાણના મસીઆઈ જયચંદે યજ્ઞ કર્યો ત્યારે જે કાન્યકુબ્જ બ્રાહ્મણો વરુણમાં આવ્યા હતા, તેમને તેમની યોગ્યતા પ્રમાણે
૫૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org