Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
भेटतणी लषिमी वाषरी, श्रीप्रासाद सुरंगउ करी । थापी मूरति महूरत जोइ, लषिमी लक्षणवंती होई ॥ वापरमांहि होइ थापना, जेहनइ भय टलीया पापना । श्री गोत्रज श्रीमाली तणी, करइ चीत प्रासादह तणी॥
દ્વાપરયુગને અંતે શ્રીમાળનગરમાં શ્રીમાળી જ્ઞાતિની સ્થાપના થઈ; અને જ્યારથી ગોત્રજા દેવી તરીકે સ્થપાઈ. એ નગર વસાવવા માટે શ્રીદેવીએ જુદાં જુદાં અનેક તીર્થોમાં ચારે વેદના વિદ્વાન સંખ્યાબંધ બ્રાહ્મણોને તેડાવ્યા. શ્રીમાળ પુરાણમાં કહ્યું છે કે ૧૮૦૦ ગોત્રના ૫,૦૦૦ બ્રાહ્મણો ત્યાં વસ્યા. લક્ષ્મીદેવીને પહેલા હારમાં બ્રાહ્મણોનાં પ્રતિબિંબ દેખાતાં હતાં. દેવી તે જોઈ રહ્યાં અને જોતાં જોતાં હર્ષથી તેમના નેત્રમાં આંસુ આવી ગયાં. લક્ષ્મીદેવીના હારના અષ્ટદલ કમળમાં બ્રાહ્મણનાં પડેલાં પ્રતિબિંબ સજીવન થઈને બહાર નીકળ્યાં. તેઓ રેશમી વસ્ત્ર, રત્ન, સુવર્ણ અને ચંદનથી શોભતાં હતા. હાથ જોડીને તેમણે કહ્યું કે અમારાં નામ પાડો, અમારે ક્યાં રહેવું અને કઈ કળાથી વર્તવું (શું ઉદ્યોગ કરવો ?) લક્ષ્મીદેવીએ કહ્યું. તમે સુવર્ણ યજ્ઞથી ઉત્પન્ન થયા છો, માટે તમારે સુવર્ણકળાથી વર્તવું. આ નગરમાં તમે વસો નગરને કલા આપનાર સોની થાઓ. આ પ્રમાણે આઠ હજાર ચોસઠ સોનીઓ ઉત્પન્ન થયા. જે બ્રાહ્મણ પ્રતિબિંબથી જે સોની થયો હતો તે બ્રાહ્મણોના આટલા બધા ઘન ધન્યનું રક્ષણ કોણ કરશે ? ભગવાને લક્ષ્મીનો વિચાર સમજી જઈને પોતાની સાથળ તરફ જોયું એટલે ઘોળાં વસ્ત્ર, ઉંબરાનો દંડ અને જનોઈ ધારણ કરેલા ૯૦,૦૦૦ વણિકો ઉત્પન્ન થયા. પોતાને માટે કામ માગતાં વિષ્ણુએ તેમને કહ્યું કેविप्राणामाज्ञया नित्यं वर्तितव्यमशेषतः
૨૦ છે. पशुपाल्यं कृषितिवाणिज्यं चेति वः क्रियाः । अध्येष्यति द्विजा वेदान्यजिष्यति तथश मखैः છે ૨૧ तपस्यंति महात्मानो यजिष्येति समाधिना । गृहभारं समारोष्य युष्मासु प्रवीणेषु च
| | ૨૨ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152