Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
જ જાતિ (સંઘ)ની સ્થાપના કરી. જે કોઈ પોતાના સિદ્ધાંતનો અનુયાયી થાય તે આ સંઘનો સભાસદ થઈ શકે અને સંઘનો જે કોઈ સભાસદ થાય તે સંઘના સર્વ માણસો સાથે સમાન વ્યવહાર કરી શકે. બૌદ્ધ અને જૈનધર્મપ્રવર્તકોની સાધુતા, ઉગ્ર તપશ્ચર્યા, અને નિ:સ્વાર્થ લોકહિતવૃત્તિ જોઈને લાખો લોકો તેમના તરફ આકર્ષાયા. સર્વને સમાન ગણવા અને સર્વ જીવો તરફ દયા રાખવી એ સત્ય સિદ્ધાંતોએ લાખો લોકોને વશ કરી લીધા. લાખો બ્રાહ્મણો, લાખો ક્ષત્રિયો અને લાખો વૈશ્યો પોતપોતાના વર્ણનું પદ છોડીને આ સંઘમાં જોડાયા. ક્ષત્રિયોના પેટામાં સમાઈ જાય એવી જે વર્ણસંકર જાતિઓ હતી તેમને ક્ષત્રિય માનીને સંઘમાં તેમનો સ્વીકાર કરવામાં આવ્યો, તેમજ જે વર્ણસંકર જાતિઓ વૈશ્યોની પરંપરામાંથી ઉત્પન્ન થઈ હતી તેમને વૈશ્ય વર્ણના માનીને તેમનો પણ આ સંઘમાં સમાવેશ કરી લીધો. જૈન સૂત્રગ્રંથોમાં લખ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય એ ત્રણ વર્ણ એકત્ર કરીને તેનો સંઘ બનાવવામાં આવ્યો. શૂદ્ર એ ત્રણ વર્ણ એકત્ર કરીને તેના સંઘમાં જોડાઈ શકી કે નહિ, તે જાણવાનું જોઈએ તેવું સાધન મળતું નથી, પણ રંગરેજ (છીપા) વગેરે કેટલીક શૂદ્ર જાતિઓ જૈનધર્મ પાળતી હોવા છતાં જૈનસંઘમાં તેમનો ખાવાપીવા વગેરેનો એકાર વહેવાર નથી, એ ઉપરથી આપણે એમ ધારી શકીએ કે શૂદ્ર જાતિને આ સંગમાં ભેળવવામાં આવી નહિ હોય. એ બનવાજોગ છે કે શૂદ્રજાતિ તરફ લોકોનો અત્યંત તિરસ્કાર હોવાથી, લોક રૂચિને ખાતર તેમનો અનાદર કરવામાં આવ્યો હોય ત્યારે જેમ લોકોનો અત્યંત તિરસ્કાર ધરાવતી ઢેડ, ભંગી વગેરે જાતિઓને ક્રિશ્ચિયનોએ ખ્રિસ્તી સમૂહમાં ભેળવ્યાથી ચઢતી વર્ણના લોકો ખ્રિસ્તીઓમાં ભળતા અટકી ગયા,તેમ જૈન અને બૌદ્ધસંઘના નેતાઓને શૂદ્રજાતિને પોતાના સંઘમાં ભેળવી હોત તો ઉપેદા ગમે તેટલો અસરકારક હોવા છતાં પણ ચઢતી જ્ઞાતિનો લોકસમૂહ તેમના સંઘમાં ભળતાં ખચકાયા વગર રહેત નહિ. આ અનિષ્ટ સમજી લઈને બૌદ્ધ અને જૈન પ્રવર્તકોએ શૂદ્રોને પોતાના સંઘમાં ભેળવ્યા ન હોય તો તે બનવાજોગ છે.
બૌદ્ધ અને જૈન સંઘ બહુ જ થોડા વખતમાં બળવાન સંઘ થઈ ગયો. આખો દેશ આ સુધા૨ક સંઘથી છવાઈ ગયો. બ્રાહ્મણો અને
૩૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org