Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
વિદ્વાનનો છોકરો વિદ્વાન સહેલાઈથી બની જતો કારણ વિદ્વાન વિદ્વતાનું મહત્ત્વ સમજતા હોઈને ગળથૂથીમાંથી જ એમાં કેળવે છે. છોકરો પણ પિતાનો ગુણ સહજતાથી, સરળતાથી શીખી લેતો હોય છે. એવી રીતે ઊંચી યોગ્યતા પર ચઢેલા માણસની પ્રજા ઊંચી યોગ્યતાવાળી થાય એ સ્વાભાવિક છે. તેથી વિરુદ્ધમાં જેઓને ઊંચી યોગ્યતાનાં દર્શન પણ ન થયાં હોય, ઘરમાં પણ આવી યોગ્યતા બિલકુલ ન હોય એમને યોગ્યતાનું મહત્ત્વ જલદી સમજાતું નથી. ટૂંકમાં સહુ પોતપોતાનામાં આગળ વધતાં અને ઉચ્ચતા અને નીચતા એકની એક જગ્યા એ સ્થિર સ્થાપન થતાં થોડા કાળે સ્થાપિત થયા જેવી થઈ ગઈ. પદવીરૂપ વર્ગો આ નિયમે સ્થિર સ્થાપન થતા ગયા અને જે જે વર્ણમાં જન્મે તે તે વર્ણનો થાય, એ વાત સિદ્ધાંત રૂપ થઈ પડી. આ રીતે આર્યજાતિ ઉચ્ચ-નીચના ભેદરૂપ ચાર વિભાગોમાં વહેંચાઈ ગઈ. પછી તો જૂનું સત્ય સ્વ×વત્ બની ગયું.
મહાભારત, મનુસ્મૃતિ પુરાણો વગેરે ગ્રંથો આવી નોંધો પૂરી
પાડે છે.
एक वर्णमिदं पूर्ण विश्वमासीदयुद्धिष्ठिर । कर्मक्रिया विशेषण, चातुर्वण्यं प्रतिष्ठितम् सर्व वै योनिज मर्ताय सर्वे मूत्रपुरीषिण एकिन्द्रियोंद्वियाथाश्च तस्मास्छील गुणो द्विज शूद्रोsपि शील संपन्नो गुणवान ब्राह्मणो भवेत् । ब्राह्मणोsपि क्रियाहीन शूद्राद्रप्यधर्मो भवेत्
शूद्रो ब्राह्मणतामेति ब्राह्मणश्वेति शूद्रताम् । क्षत्रियाज्जात मेवंहि विद्याद्वैश्यान्त थैवय
Jain Educationa International
|| ૩ ||
For Personal and Private Use Only
॥ ૨ ॥
|| ૪ ||
महाभारत
હે યુધિષ્ઠિર ! આખું જગત એક જ જાતિનું છે. કર્મ ક્રિયાની વિશેષતા વડે ચાર વર્ણ સ્થાપાયા છે: [૧] સર્વ યોનિથી ઉત્પન્ન થયેલા છે. સર્વે મળમૂત્રથી ભરેલા છે. સર્વની ઈન્દ્રિયો એક સરખી છે. અને વિષય (ઈન્દ્રિયોના ઉપભોગ) પણ બધાના એક સરખા છે, એટલે
૨૦
॥ ૩ ॥
www.jainelibrary.org