Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
આમ વિદ્યા, બળ અને ઘન એનાથી મગરૂરી માનનારા લોકો પોતાને શ્રેષ્ઠ માને અને જેઓ એ સ્થિતિ પ્રાપ્ત કરી શકે નહિ તેમને હલકી પંક્તિના માનવામાં આવે એ બધું કેવળ સ્વાભાવિક છે. પ્રાચીન કાળના લોકો એ કારણો વડે પોતાનું મહત્ત્વ માન્યું તેમ અત્યારના લોકો પણ એ જ કારણો વડે પોતાનું મહત્ત્વ સમજે છે. બે સગાભાઈ હોય પણ તેમાંનો એક વિદ્વાન અમલસાર કે ધનવાન થાય તો જરૂર તે પોતાને પોતાના બીજા ભાઈથી ચઢતા પ્રકારનો માને. નીતિના ઊંચા વિચારો વડે આવા પ્રકારની મગરૂરી ઉપર અંકુશ મૂકી શકાય પણ એ અંકુશ - એ કૃત્રિમ અંકુશ અમુક વ્યક્તિઓ ઉપર જ ચાલી શકે. સમૂહ તો સ્વાભાવિક વલણ વળતું હોય તે વલણે જ વળે.
આર્ય પ્રજા ત્રણ મહત્ત્વવાળા અને ચોથો લકી પંક્તિનો એમ ચાર ભેદમાં વહેંચાઈ ગઈ તે આપણે ઉપર જોયું તેમ કોઈના બુદ્ધિપૂર્વકના ખાસ પ્રયત્નથી નહિ પણ જે કારણો વડે જનસમૂહમાં ઊંચનીચના ભેદ ઉત્પન્ન થાય છે તે કારણોને લીધે તે ભેદ પાડ્યા હતા. એ ભેદ જડ થયા તે પણ કેવળ સ્વાભાવિક કાર્ય હતું. આખી દુનિયાને ઈતિહાસમાં જ્યાં નજર કરીએ ત્યાં બધે આમ થતું આવ્યું છે. રાજાનો છોકરો હોય તેથી કરીને તેને કંઈ ચા૨ માથાં હોતાં નથી અથવા તેની યોગ્યતા બીજા માણસોથી કંઈ વિલક્ષણ પ્રકારની હોય એવું પણ કંઈ હરહંમેશ હોતું નથી, છતાં તે રાજ વ છે; અને તેના વંશજો રાજકુટુંબીઓ, સરદારો, ઘર્માધિકારીઅ. અને ધનવાનોના છોકરા પણ બાપની મોટાઈના કારણને લીધે જ પોતે મોટા થઈ પડે છે. તેઓ પોતે પોતાને મોટા માને છે તેમ બીજા લોકો પણ તેમને મોટા માને છે. આમ મોટાઈ ગુણ ઉપરથી ઊતરીને વંશપરંપરા પર જઈ પડે છે. મોટાઈ જડ થાય છે એટલે એ મોટાઈના રક્ષણ માટે કેટલાંક બંધને બંધાય છે. આપણા દેશમાં જ્ઞાતિભેદનાં આવશ્યક બંધનોમાં બટાળનું બંધન માનવામાં આવ્યું છે. ચઢતી સાતિવાળો ચઢતી જ્ઞાતિવાળાનું વગર હરકતે જમી શકે. આવું બંધન બીજા કોઈ દેશમાં બંધાય નહિ, પણ આવા પ્રકારનું બંધન તો બીજે ઘણે ઠેકાણે ચાલે છે. હલકા માણસોને મોટા માણસોની સાથે બેસીને ભોજન કરી શકાય નહિ એવો ધારો યુરોપના સર્વ દેશોમાં ચાલે છે અને મોટા
૩૦.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org