Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
ત્યારે આ સમાનતા ચાર વર્ગોના જે નવી જડ-જીવન જેવી અને સુખકારક થવાને બદલે દુ:ખકારક થઈ પડે છે. ચાર વર્ણો જડ થયા પછી લગ્નવ્યવહાર એ આર્ય પ્રજામાં કુળગૌરવ સાચવનારો આધારસ્તંભ થઈ પડ્યો. મોટા-નાના થવાનો બધો આધાર એકલા લગ્ન ઉપર આવી પડ્યો. પહેલાં કેટલાક વખત સુધી આ બંધન શિથિલ હતું. એ વખતે હલકાં લગ્નથી થયેલી પ્રજા પણ ગુણકર્મસ્વભાવથી ઊંચી યોગ્યતા પ્રાપ્ત કરે તો તેને ઊંચા વર્ણની બરોબર થવાનો હક પ્રાપ્ત થતો હતો પણ વસ્તુ માત્રમાં કાળક્રમે જડતા ઉત્પન્ન થવાનો જે સામાન્ય નિયમ છે તે નિયમ ગુણગૌરવની માન્યતા જેમ જેમ જડ થતી ગઈ તેમ તેમ લગ્નવ્યવહારના નિયમો પણ જડ થતા ગયા અને તેનાં પરિણામો પણ જડ થતાં ગયાં. જે જે કુળમાં જન્મે તે જ તેની યોગ્યતાનું કાયમનું સ્થાન થઈ પડ્યું. એ સ્થાનથી નીચે પડી શકાય ખરું પણ ઊંચે ચઢવાનું તો બની શકે જ નહિ !
વર્ણસંકર પ્રજાની ઉત્પત્તિ એ લગ્નબંધનનું સર્વથી મોટામાં મોટું અનિષ્ટ પરિણામ થયું. બીજી કોઈપણ પ્રજાના ઈતિહાસમાં આવા એક જ પ્રજા વચ્ચેના લગ્ન સંબંધથી થયેલા અસાધારણ ભેદ જાણવામાં આવ્યા નથી. આર્ય પ્રજાના ઊંચી પંક્તિના પૂર્વજોએ પોતાને પોતાના વર્ણની અને પોતાથી હલકી વર્ણની કન્યાઓ પરણવાની છૂટ લીધી એ પણ એક સાધારણ વાત છે. મોટા થયેલાઓ હંમેશાં પોતાની અનુકૂળતા માટે ખીજાઓનો ભોગ લેતા આવ્યા છે. તેમજ હલકી વર્ણના લોકોને ઊંચી વર્ણની કન્યા લેવાનો પ્રતિબંધ કર્યો, એ પણ બીજી બધી પ્રજાઓમાં તેમજ બધા કાળમાં ચાલતી આવેલી સાધારણ પ્રણાલિકા પ્રમાણેનું ય છે. હલકી વર્ણના લોકો ઉન્મત્ત થઈને ઉપલી વર્ણની કન્યાઓ પરણે અને ઉપલી વર્ણની કન્યાઓ સ્વેચ્છાચારી થઈને હલકી વર્ણના પુરુષોને પસંદ કરે એ પણ વધતું ઓછું પ્રાચીનકાળમાં તેમજ આ કાળમાં, આ દેશમાં તેમજ પરદેશમાં હરહંમેશ બનવા જોગ છે. આમ આર્ય પ્રજામાં જે સ્થિત્યંતર થયું છે તે કેવળ સ્વાભાવિક અને સદા સર્વદા સર્વ પ્રજામાં બનવા જોગ હતું તે પ્રમાણે જ બન્યું છે. માત્ર આર્ય પ્રજાનો વર્ણસંકર ભેદ
૩૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org