Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
અમલદારો નિવારી શક્યા નથી તેમ, પ્રાચીન કાળમાં જીવનારા અને તેમના ગુરુ તરીકે પૂજાતા બ્રાહ્મણો પણ નિવારી શક્યા નહોતા.
વર્ગો ઉપર જડતા આવ્યા પછી પહેલેથી ચાલતા આવેલ કન્યાવ્યવહાર ઉપર અંકુશ મુકાયો તેમજ ઊંચાવર્ણની કન્યા નીચા વર્ણમાં જાય નહિ તેને માટે ખાસ નિયમો બંધાવા લાગ્યા. ઊંચા વર્ણનો પુરુષ નીચા વર્ણની ગમે તેવી કન્યા લઈ શકે. પણ નીચા વર્ણના પુરુષને ઊંચા વર્ણની કન્યા જાય નહિ તેની પૂરેપૂરી કાળજી રાખવા માંડી. બ્રાહ્મણ બ્રાહ્મણની, ક્ષત્રિયની, વૈશ્યની અને શુદ્રની ચારે વર્ણની કન્યા લઈ શકે. ક્ષત્રિય ક્ષત્રિયની, વિશ્વની અને શૂદ્રની ત્રણે વર્ણની કન્યા લઈ શકે. વૈશ્ય વૈશ્યની અને શુદ્રની એ બે વર્ણની કન્યા લઈ શકે અને શુદ્ર એકલી શુદ્ર જાતિની જ કન્યાને પરણી શકે. આ પ્રમાણેનાં લગ્ન તે અનુલોમ લગ્નને નામે ઓળખાતાં થયાં. પરંતુ આ પ્રમાણે બંધારણ ચાલુ રહી શક્યું નહિ અને ઊંચા વર્ણની કન્યા અને નીચા વર્ણના પુરુષોનાં લગ્ન ચાલતાં રહ્યાં. આવા લગ્નને પ્રતિલોમ (ઊલટાં) લગ્ન એવું નામ અપાયું. આવાં વિરુદ્ધ લગ્ન ન થાય તે માટે યોગ્ય પગલાં શિક્ષા) કરવાને માટે તેની પ્રજા નીચી પાયરીની ગણાય એવું ઠરાવવામાં આવ્યું.
દા. ત. શૂદ્ર જો વૈશ્યની કન્યાથી પ્રજા ઉપજાવે તો વૈદેહક (ભરવાડ) જાતિની થાય તેણે પશુપાલન કરવા દ્વારા, ઘી, દૂધ, છાસ વિ. વેચીને નિર્વાહ કરવો.
શૂદ્ર જો વૈશ્ય સ્ત્રીથી વ્યભિચાર કરવા દ્વારા પ્રજા ઉપજાવે તો તે પ્રજા ચકી (ઘાંચી) જાતિની ગણાય. તેણે તલ પીલીને તે વેચવાનો તથા મીઠું વેચવાનો ધંધો કરવો.
શૂદ્ર તે ક્ષત્રિયની કન્યાથી પ્રજા ઉપજાવે તો દારૂ, માં વેચવાનો ધંધો કરવો.
શૂદ્ર જો બ્રાહ્મણીથી પ્રજા ઉપજાવે તો તે "ચાંડાલ” (ભંગી) જાતિની થાય.
એણે સીસાનાં અથવા લોઢાનાં ઘરેણાં પહેરવાં, બગલમાં કલર બાંધવી, બપોર પહેલાં ગામમાં જઈને માર્ગ સાફ કરવાનું
૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org