Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
ભારતને આર્યાવર્ત તથા અહિંસાપ્રધાન દેશ કહેવામાં આવે છે એ જ વાત સિદ્ધ કરે છે કે ભારતમાં જૈન ધર્મની જ પ્રધાનતા હતી. વેદકાળ પહેલાં પણ જૈન ધર્મ અસ્તિત્વમાં હતો તે ખુદ વેદ તથા પુરાણોમાં બતાવવામાં આવે છે.
* નીચે લખેલ હકીકત વાંચો :
ॐ नमोऽर्हन्तो ॠषभन्ते ॥
અર્થ :- અર્હન્ત નામવાળા (૫) પૂજ્ય ૠષભદેવને નમસ્કાર હોજો. (યજુર્વેદ)
ॐ सदा रक्ष अरिष्टनेमिस्वाहा ||
અર્થ :- હે અરિષ્ટ નેમિ ભગવાન અમારી રક્ષા કરો. (યજુર્વેદ અધ્યા. ૨૬)
ॐ त्रेलोक्य प्रतिष्टतानां चतुर्विंशति तीर्थकराणां । ऋषभादि वर्द्धमानान्तानां, सिद्धानां शरणं प्रपद्ये ॥
અર્થ :- ત્રણ લોકમાં પ્રતિષ્ઠિત શ્રી ઋષભદેવથી આદિથી વર્ધમાનસ્વામી સુધીના ચોવીસ તીર્થંકરો છે. તે સિદ્ધોનું શરણ પ્રાસ થાઓ. (ઋગ્વેદ)
ॐ पवित्रं नग्नमुपवि (ई) प्रसान हे येषां नग्रा (नग्नये) जातिर्येषां વીરા ! અર્થ :- અમે લોકો પવિત્ર "પાપથી બચાવવાવાળા” નગ્ન દેવતાઓને પ્રસન્ન કરીએ છીએ. જે નગ્ન રહે છે તથા બળવાન છે. (ઋગ્વેદ)
કુદરતનો એક અટલ નિયમ છે કે દરેક પદાર્થની ઉન્નતિ અને નાશ અવશ્ય થયા કરે છે. ભગવાન મહાવીર પ્રભુની પહેલાં ભારતમાં યસવાદીઓનું બહુ જોર વધી રહ્યું હતું. અશ્વમેધ, ગજમેધ, નરમેઘ, ખકરાબલિ, વિ. યજ્ઞના નામ ઉપરથી અસંખ્ય નિરપરાધી મૂંગા પ્રાણીઓના બલિદાનથી રક્તની નદીઓ વહી રહી હતી. આ રીતભાતથી જનતા ત્રાહિમામ થઈ રહી હતી. વર્ણ - જાતિ - ઉપજાતિ મત-પંથના કીચડમાં જનતા ફસાઈને પોતાની શક્તિનો દુરુપયોગ
૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org