Book Title: Shrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Author(s): Vardhamansagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
જેનોના ગચ્છનો ઈતિહાસ
વિભાગ - ૧ મહાજન સંઘનો ઈતિહાસ એ વાત પુરવાર કરે છે કે વીરાતું. ૫ મા વર્ષમાં પ્રાય: વિદ્યાધર ગચ્છ કુલભૂષણ આચાર્ય સ્વયં પ્રભસૂરીએ મહાજનસંઘની સ્થાપના કરી હતી. ઉશ, ઉકેશ, ઉપકેશ ઓસવંશ તથા ઓસવાળ એ મહાજન સંઘના પર્યાયવાચી નામો છે.
પ્રભુ મહાવીરના નિર્વાણ બાદ ૩૭૩ વર્ષે ઉપકેશમાં એક દુર્ઘટના બની.
પ્રભુ વીર ભગવાનની મૂર્તિના વક્ષ:સ્થલ ઉપ૨ ઉપસાવેલ ગ્રંથિઓને કેટલાક નવયુવકોએ એક સુથારને બોલાવી તેને નષ્ટ કરવાનું દુઃસાહસ કર્યું.
આ કાર્યથી દેવીનો કોપ થયો અને આખા નગરમાં હાહાકાર મચી ગયો. તે વખતે પૂ. આ દેવશ્રી કક્કસૂરિજીએ શાંતિ કરાવી, હવે આ વખતે ઉપકેશપુરના કેટલાક જેનો આ નગરનો ત્યાગ કરી હિજરત કરી ગયા અને તેઓ ત્યાંથી નીકળી બીજાં ગામોમાં જઈ વસ્યા. હવે તેઓ જે ગામ કે નગરમાં વસ્યા ત્યાંના લોકો આ લોકોને ઉપકેશી તરીકે ઓળખવા લાગ્યા કારણ કે તેઓ “ઉપકેશ પુર” નગરમાંથી આવેલા હતા. આગળ ઉપર આ લોકો ઉપકેશવંશ તરીકે પ્રખ્યાત બન્યા. આ એક સામાન્ય બાબત છે કે ગામના નામ ઉપરથી કોઈ એક જાતિ બની જાય છે.
દાખલા તરીકે મહેશ્વરી નગરી ઉપરથી મહેશ્વરી, ખંડવા ઉપરથી ખડેલવાલ, અગ્રહથી અગ્રવાલ, પાળીથી પાલીવાલ વિ. વિ. આ કારણથી જ ઉપકેશનગર ઉપરથી ઉપકેશવંશ પડ્યો.
હવે આ ઉપકેશવંશના પ્રતિબોધક આચાર્યોના વધુ પડતા વિહારો ઉપકેશપુરની આસપાસના પ્રદેશોમાં વધુ રહેવાના કારણથી આ સાધુ - ભગવંતોનો સમૂહ ઉપકેશગચ્છ તરીકે ઓળખાવા લાગ્યો જે આજદિન સુધી વિદ્યમાન છે.
૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org