SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી વસંતમાંથી મુનિ વર્ધમાન સાગરજી મહારાજ સાહેબ બની દીક્ષાના પ્રારંભથી જ ફરી અધ્યયનની યાત્રા આંરભી દીધી. સાથે સાથે નૂતન મુનિઓને અધ્યાપન કરાવતા હતા. ગુરુની આજ્ઞા જ સર્વસ્વ માની સંયમ આરાધનામાં ઉત્તરોત્તર આગળ વધી ગુરુદેવશ્રીના કૃપાપાત્ર બન્યા. વિ.સં.૨૦૩૪ મહાસુદ-૧૩ના સિહોર (સૌરાષ્ટ્ર) મુકામે ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. પૂ. ગુરુદેવશ્રીનો સાહિત્યપ્રેમ ખૂબ જ પ્રસંશનીય છે. પ્રેમ વગર લોકભોગ્ય સાહિત્ય બહાર પાડી શકાય નહીં. સાહિત્યપ્રતિ અત્યંત લગાવને કારણે ગુજરાતીમાં અને હિન્દીમાં પુસ્તકો બહાર પાડ઼યાં. “મુક્તિના મંગલ પ્રભાતે”, “મુક્તિ કા મહલ”, “ગુરુ કેલાસના ચરણે આરાધકોને આ પુસ્તકો ખૂબ ઉપયોગમાં આવ્યા. વર્ષોની જે એમની ભાવના હતી એ ભાવનાપૂર્તિમાં જેમનો જેમને સાથ સહકાર મળ્યો એમનું વિસ્મરણ થઈ શકે એમ નથી. સાથ સહકાર વિના આ કાર્ય ઝડપથી પૂર્ણ થાત નહીં પરંતુ સાધ્વીજી શ્રી પવિત્રલતાશ્રીજી મહારાજ સાહેબ તથા સુશ્રાવક શ્રી દિલીપભાઈ, સુશ્રાવિકા શ્રી મીનાક્ષીબેન રજનીકાંતભાઈવર્ધમાની તથા મહાલક્ષ્મી ઑફસેટ પ્રિન્ટર્સના માલિકે આ પુસ્તકનું છાપકામ ધાર્યા કરતાં જલદી તૈયાર કરી આપ્યું છે. સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ. મને આશા છે કે ઘર્મપ્રેમી આરાધકો આ પુસ્તકનો ખૂબ સારો લાભ ઉઠાવી પોતાનો ઈતિહાસ જાણી પૂર્વજોએ જે શાસનના મહાન કાર્યો કર્યા છે એમાંથી સુંદર કાર્યો કરવાની પ્રેરણા લઈ જીવન ઉદ્યાનને સુવાસિત કરી આત્મકલ્યાણ સાધે એ જ મંગલ શુભકામના. વિ. સં. ૨૦૪૯ વૈશાખ સુદ ૫ મુનિ વિનયસાગર શ્રી મહાવીર જૈન આરાઘના કેન્દ્ર કોબા (જિ. ગાંધીનગર) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy