________________
લેખકશ્રીનો ટૂંક પરિચય...
માનવમાત્રનો એવો સ્વભાવ છે કે કંઈક નવું કરવું. કંઈક નવું ત્૬. કંઈક નવું જાણવું. એના એવા સ્વભાવને કારણે જ એ કંઈક નવું કરી શકે છે, જોઈ શકે છે અને જાણી શકે છે.
અંતરની આવી જિજ્ઞાસાથી માનવે ઘણી નવી શોધો કરી છે. ઘણાં આશ્ચર્યજનક કાર્યો પણ માનવે કર્યાં છે. જૂના અવનવા ઇતિહાસ પણ માનવે જ લખ્યા છે.
દુનિયાનો ઈતિહાસ માનવને મુખપાઠ છે. માનવમાત્ર બીજાનો ઈતિહાસ જાણે છે. પરંતુ તેને કોઈ પોતાના પૂર્વજોનો ઈતિહાસ પૂછે તો મૌન રહી નીચે જોઈ જાય છે. કારણ પોતાના પૂર્વજોનો ઈતિહાસ પોતે જાણતો નથી.
પ.પૂ. શાંતમૂર્તિ ગુરુભગવંત પંન્યાસ શ્રી વર્ધમાન સાગરજી મહારાજ સાહેબની ઘણાં વર્ષોની એવી ભાવના હતી કે શ્રીમાળી વંશનો ઇતિહાસ બહાર પડે અને લોકો જાણે કે અમારા પૂર્વજો કોણ હતા, એમણે કેવાં કેવાં શાસનનાં મહાન કાર્યો કર્યાં હતાં. શ્રીમાળીવંશના ઈતિહાસના કાર્ય માટે પૂ. ગુરુદેવશ્રી આઠ વર્ષથી આ કાર્યની પાછળ પ્રયત્નશીલ હતા. ભગીરથ પ્રયાસથી આઠ આઠ વર્ષની મહેનત હવે ફળીભૂત થતી દેખાઈ રહી છે. પુસ્તકકાર્યમાં ઘણાં વિઘ્નો પણ આવ્યાં પરંતુ શાસનદેવની કૃપાથી નિર્વિઘ્નકાર્ય પૂર્ણતાને આરે પહોંચ્યું છે.
પૂ.ગુરુદેવશ્રીનો જન્મ કુવાલા (જિ. બનાસકાંઠા, ગુજરાત)માં શ્રી અમુલખદાસભાઈનાં ધર્મપત્ની શ્રીમતી શાંતાબેનની કૂખે. કુળદીપકરૂપે જન્મેલા વસંતભાઈ જૂઈના પુષ્પની જેમ ઊઘડતી જવાનીમાં ૧૭ વર્ષની વયે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા (મહેસાણા)માં અધ્યયન કરીને પાદરલી (રાજસ્થાન)માં અધ્યાપકરૂપે ગયા હતા. ત્યાં પૂજ્યપાદ આચાર્ય ગુરુ ભગવંતશ્રીનો સંગ થતાં ગુરુવચન શિરોમાન્ય કરી વિ. સં. ૨૦૨૧ જેઠ સુદ-૧૨ના મેડતારોડ
(રાજસ્થાન)માં
પરમ
શ્રદ્ધેય
ગુરુભગવંતશ્રી
Jain Educationa International
૩
For Personal and Private Use Only
www.jainelibrary.org