Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 16
________________ Jain Education International મળતા હોય, તો ત્યાં તેટલા ભાગમાં જરૂ મુજબ દેરારાર જેવી હાંડીઓ બંનાવી દેવામાં આવે. રાત્રિના સમયે મહાજન મળે, ત્યાર મોટેભાગે લેખન વાંચનાદિ કરવાનું ન હોતાં પરસ્પર વાતચીત, વિચારોની આપ-લે ધૃત્યાદિ જ કરવાનું હોય. જે.આટલા સૌમ્ય પ્રકાશમાં પણ બધું કાર્ય સ૨ા રીતે થઈ શકે. થોડું ઘણું હિસાબી (લેખનાદિ) કામ કરવું હોય, તો જૂના વખતમાં લોકો જેમ દીવાને સહારે કામ કરતા હતા, તેમ કરી શકાય. જો આટલી મજબૂતી રાખવામાં નહીં આવે, તો બાવાજીની લંગોટીની જેમ એકની પાછળ બીજી વસ્તુ ઘૂસતી જ્શે અને એકવર ઇલેક્ટ્રીકનો તથા તેમાં રહેલ આરંભ -સમારંભનો છોછ ઊડી જતાં તેમજ તેમાંની પાપબુદ્ધિ નીકળી જતાં તેરાપંથી વગેરે સંપ્રદાયોની જેમ > ઉપાશ્રયમાં પંખા (તેની પાછળ માઈક, ડ્રિંીયો વગેરે) ઘૂસી જતાં વાર નહીં લાગે. અને પછી ત્યાં પરિણામ.શું આવશે, તેની કલ્પના જ કરવી રહી. ઇલેક્ટ્રી-નો પ્રકાશ તે ચક્ષુરિન્દ્રિયના વિષયનો અતિયોગ તેમ જ મિથ્યાયોગ હોવાને લીધે તે આરોગ્યને નુકશાનકારક છે, તે તો જાણીતું. જ છે. પરંતુ એ વાતથી ઘણા ઓછા લોકો વાકેફ હશે કે, જ્યારે લાઈટ ચાલુ ન હોય ત્યારે પણ તેમાંથી સતત નીકળતો સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ માનવદેહને નુકશાન કરે છે. માની લો કે સુરાાધુઓ તથા વિરતિધર સુશ્રાવકો લાઈટનો ઉપયોગ કરે-કરાવે નહીં, પણ ઉપાશ્રયમાં કરવામાં આવેલ લાઈટ ફીટીંગમાંથી આઠે પહોર નીકળતાં વિદ્યુત તરંગો તેમના સ્વાસ્થ્યને હાનિ કર્યા સિવાય રહે નહિ. ઉપાશ્રયના બાંધકામમાં સિમેન્ટને બદલે ચૂનાનો ઉપયોગ કરવો જોઈએ. કહેવાય છે કે જે બાંધકામમાં ચૂનો વપરાય છે, ત્યાં વાતાવરણમાં-મકાનમાં ઠંડક રહે છે. તે જ રીતે લાદીને (ટાઈલ્સને) બદલે છાણનું લીંપણ કરવામાં આવે તો તે શિયાળામાં અતિશય ઠરી ન જતાં કે ઉનાળામાં અતિશય તપી ન જતાં, શિયાળામાં હૂંફ ને ઉનાળામાં શીતલતા આપનારું બની રહે છે. ગૃહસ્થો પોતાના ઘરોમાં નર્વસ પરિણામી થઈ પંખા, એરકન્ડીશનર, રુમહીટર વગેરે સાધનો વાપરતા થઈ ગયા હોવાથી અને સર્વે ગૃહસ્થ યોગ્ય કળાઓમાં પશ્ચિમનું અંધાનુકરણ આવી જવાને કારણે મકાનને કુદરતી રીતે જ સમશીતોષ્ણ રાખવાની આવી ઝીણી ઝીણી વિગતોને તદ્દન ઉવેખતા હોય છે, પરંતુ ઉપાશ્રયમાં શ્રાવકો તથા સાધુઓને ઉપરોક્ત અધિકરણો વર્જ્ય હોવાથી આવી કુદરતી વિગતોને લક્ષમાં રાખવી જોઈએ. છાણની દુષ્પ્રાપ્યતાના જમાનામાં પણ ટાઈલ્સ પાછળ જે પર્થ કરવામાં આવે છે, તેના વ્યાજમાંથી.પણ દર વર્ષે લીંપણ થઈ શકે છે તેથી ખર્ચ વધી જવાની દલીલ પણ યોગ્ય નથી. વળી સિમેન્ટ તથા ટાઈલ્સની અપેક્ષાએ ચૂનો તથા લીંપણ વગેરેમાં મારંભ ઓછો હોવાને લીધે કદાચ તેમાં ખર્ચ વધતો પણ હોય તો ખર્ચ વધવા દઈને પણ ઓછા આરંભવાળી પદ્ધતિને અનુરારવું તે જ યોગ્ય છે. જેમ ઉપાશ્રયનું શિર તુ: આણ હું... For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104