Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 84
________________ અને પરિગ્રહને જે દેશની અઢારે ય વરણ પાપ માનતી તે પાંચે 4 પાપોના કાયદેસરગેરકાયદેસર જેવા વિભાગો કરીને તેમાંના અમુક અંશને કાયદેરાર તરીકે પ્રતિષ્ઠા,આપવી એ તો ખોટા કામમાં રહેલા ખોટાપણાના ખચકાટને પણ દૂર કરવા જેવું છે. આ જોતાં હકીકતમાં તો.. સમગ્ર -સમગ્ર અહિંસાપ્રેમી સમાજે પોતાનાં હિંસાવિરોધી આંદોલનની તોમનું નાળચું હિંસાને મોટા પાયા પર ઉત્તેજન આપતી સરકારી નીતિરીતિઓ સામે 'ગોઠવવું જોઈએ. અને હિંસાને મળેલો સરકારી આશ્રય જૈમ હિંસાના ફેલાવામાં મહત્વનું કારણ છે તેમ હિંસાના આટલા બધા વ્યાપ પાછળનું બીજું અગત્યનું કારણ યંત્રવાદનો ફેલાવો છે. જૂનાં કાળમાં સંસારત્યાગી સાધુઓ સિવાયની સમગ્ર પ્રજાનું જીવન પશુ આધારિત હતું. ખેતર ખેડવા હળમાં બળદ જોડવામાં આવતો, તેના બદલે આજના જમાનામાં ટ્રેક્ટરો દાખલ કરવામાં આવ્યા, સિંચાઈ માટે કૂવામાંથી કોશ દ્વારા પાણી ખેંચવામાં આવતું તેના બદલે ડીઝલ-ઓઈલ-ઈલે. એન્જીનો અને ટયુબવેલો આવ્યા, માણસ અને માલની હેરફેર બળદગાડાં, ઊંટગાડાં, ઘોડાગાડી વગેરે દ્વારા થતી તેની જગ્યાએ બરા, મોટર, રેલ્વે, ટ્રક વગેરે ઘુસાડાયાં. તેલ પીલવાની બળદાણીઓનું સ્થાન ઓઈલ મિલોએ, ચૂનો. પીરાવાની બળદ દ્વારા ચાલતી ચક્કીઓનું સ્થાન સિમેન્ટ ફેક્ટરીઓએ તથા પાડા ઉપર મશક નાખી ઘરે ઘરે પાણી પહોંચાડતા પાલી (ભિતિ)ઓનું સ્થાન નળે લીધું. આમ ચારે બાજુ ફેલાયેલાં કારખાનાં અને યંત્રવાદને કારણે જેમ મનુષ્યો બેકાર બન્યાં તેમ પશુઓ કતલખાને ધકેલાયાં. પણ આ મૂળભૂત કારણની જાણકારીના અભાવે પશુઓની કતલથી નારાજ એવો પણ પ્રજાનો ઘણો વર્ગ યંત્રવાદ અને કારખાનાઓના વિકાસમાં દેશની પ્રગતિ માનતો હોય છે. જ્યાં સુધી આ યંત્રનાદને જીવનમાંથી દૂર કરવાનું વલણ નહિ અપનાવાય ત્યાં સુધી હિંસાને અટકાવવી એ અશકય છે. અહિંસાના ફેલાવાનું ત્રીજું અગત્યનું પરિબળ વ્યક્તિગત જીવનમાં અનેક એવી ચીજવસ્તુઓનો વધેલો વપરાશ છે કે જેમાં સીધી કે આડકતરી રીતે હિંસાને પ્રોત્સાહન મળે. જગતભરમાં અહિંસાનો ઝંડો લહેરાવવાની અભિલાષા ધરાવનાર વ્યક્તિએ કમ સેં કેમ ોતાના જીવનમાં તો અહિંસાની પ્રાણપ્રતિષ્ઠા કરવી જ જોઈએ. દાતણ, મીઠું કે દંતમંજનનો ઉપયોગ કરતા બાપદાદાઓના રિવાજને છોડીને જેમાં કૅલ્શિયમના નામે હાડકાનો પાવડર સુદ્ધાં વપરાતો હોય તેવી ટૂથપેરોથી પોતાના દિવસની શરૂઆત કરનાર, પશુઓની ચરબીમાંથી બનેલ સાધુઓ શરીર ઘીને આન કરનાર, વાળ સુંવાળા કરવાના ભ્રામક મોહમાં ઇંડાંવાળું એગ-શેમ્પૂ વાપરનાર કે ઉનાળાના દિવસોમાં જિલેટીન અને ઇંડાં જેવા પ્રાણી જ પદાર્થોવાળા આઈસ્ક્રીમોની જયાફત ઊંડા લેનાર વ્યક્તિ શિર તુજ 'આણ વહું.. Jain Education International For Personal & Private Use Only 09 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104