Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 38
________________ આહાર માટે વાપરવામાં આવત: કાષ્ઠપાત્રોને કુદરતી-શી રંગોથી રંગવાની! આપણા પૂર્વપુરુપો તદ્દન ઓછા આરંભ-રામારંભ પૂર્વક બનતા તથા આરોગ્યને જરા પણ નુકશાન ન પહોંચાડનાર દેશી-કુદરતી રંગો વડે જે પાત્ર રંગતા. દરેક લાભદાયી વસ્તુ થોડી કંદદાયી પણ હોય છે, આ ન્યાંયે એ રીતે પાત્ર રંગવામાં થોડી મહેનત વધુ પડતી.... તેથી સુખશીલીયાપણાને કારણે કે પછી ક્યાંક-ક્યાંક અજ્ઞાનને કારણે એ કષ્ટને કડાકૂટ સમજી ટાળી દેવામાં આવ્યું. અને એશિયન પેઈન્ટ' જેવી કંપનીઓ દ્વારા ઘોરાતિઘોર આરંભ-રામારં વડે બનેલ તથા શરીરસ્વાથ્યને પારવાર નુકશાન પહોંચાડતા ‘નેરોલેક' જેવા રંગો વાપરવાનું ચાલુ કરવામાં આવ્યું. જેના પરિણામે આજે તો લગભગ સાર્વત્રિક રીતે આ નુકશાનકારક કેમિકલ રંગો જ વપરાતા થઈ ગયા છે. ' દીવાલો વગેરે રંગવામાં વપરાતા કેમિકલ રંગોબી ઘનિકાસ્કઅસરોથી ચિંતિત તોએ હવે તો દેશ-વિદેશમાં તેની સામે પણ હાંપોહ ચાલુ કરી દીધો હોવાથી જે પાત્રોમાં આહાર વાપરવાનો હોય, તે પાત્રોને તો આવા હાનિકારક રંગોથી રંગાય જ કેમ ? આ બાબત અત્યંત સુરપષ્ટ હોવા છતાં કેટલાક આધુનિ કો અભિપયોથી જ સંતોષ થતો હોવાથી તેવો અભિપ્રાય મેળવવા, હું પાત્રોના નમૂના લઈ મુંબઈ ખાતે આવેલી એશિયન પેઈન્ટની ઓફિરામાં તેના પ્રોડકશન મેનેજર મળ્યો અને વાત કરી, ત્યારે તેમણે આશ્ચર્ય વ્યકત કરતાં કહ્યું કે, “અમારા રંગો તો દીવાલ વગેરે રંગવા બને છે. તેનો આવો પણ ઉપયોગ થાય છે, તેની મને ખબર જ નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આવા રંગોથી રંગાયેલ પાત્રોમાં જ્યારે ગરમ ખાધ-પેય પદાથો આવે. ત્યારે તે રંગોની ખરાબ અટાર ખાદ્ય-પદાર્થોમાં આવે ખરી કે નહિ? ત્યારે લેખિત જવાબ આપતાં તેમણે જણાવ્યું કે “અમારા રંગોની બનાવટમાં રીસા જેવા પદાર્થો વપરાતા હોવાથી તે ગરમ જ નહિ, પરંતુ ઠંડા પણ ખાદ્ય પદાર્થો આ રંગોના સંપર્કમાં આવે તો પણ તેની આરોગ્ય પર અવળી અસર થઈ શકે છે.' આમ, નેરોલેક જેવા તૈયાર-બજારુ બનાવટી રંગો પાત્રા રંગવામાં જ ન વપરાય, તેમ નકકી થઈ જતાં તેના વિકલ્પની શોધ શરૂ કરી. જો કે આ વિકલ્પ શોધવાની જરૂર જ હોતી, કારખાનાના બનાવટી રંગો વપરાતા શરૂ થયા તે પહેલા સેંકડો વર્ષોથી એ વિકલ્પ વપરાશમાં જે હતો. . ' પરંતું એકવાર આવી પરંપરાગત બાપ્નાયો લુપ્ત થઈ ગયા પછી તેને યથાસ્થિતપણે શોધીને પુનર્જીવિત કરતાં પારાવાર મુશ્કેલીઓ પડે છે. તેમ છતાં પણ પ્રયત્ન કરી સંશોધન કરતા મને નીચેની વિગત જાણવા મળી, જે પ્રમાણે પ્રયોગ કરી 'શિર જ આણ વ.....' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104