Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 36
________________ . Jain Education International યથાયોગ્ય રીતે પીરસી શકાય. અભક્ષ્ય ઇંડાં ને ખવડાવવી પડે તે માટે આઈસ્ક્રીમની ઉપયોગ ટાળનારની સમાજમાં ટીકા નહીં, પરંતુ પ્રશંસા થશે. જો કે ઇંડાં વગરનો આઈસ્ક્રીમ પણ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં, બીજા પણ અનેક દૃષ્ટિકોણથી વાપરવા યોગ્ય નથી. આયુર્વેદમાં અતિ ઉષ્ણ અને અતિ ઠંડી વસ્તુઓના ખોજનને રોગકારક-અગ્નિ મંદ કરનાર કહ્યો છે, જેનો જઠાિ મંદ થાય તેને બીજો કોઈ ખોરાક નહીં પચવાનો, અને પરિણામે રોગોનું આકાણ આવવાનું. આઈસ્ક્રીમ શક્તિપ્રદ છે તેમ માની તેનું સેવન કરનારા પણ આ વાત સમજી લે. આઈસ્ક્રીમને હવાથી ફુલાવવામાં આવે છે તે પણ હકીકત છે. આ પ્રક્રિયાને "Overrun” કહેવામાં આવે છે. જેનું પ્રમાણ ૧૩૦ ટકા સુધી પણ હોઈ શકે. જેટલા પ્રમાણમાં હવા વધારે તેટલા પ્રમાણમાં આઈસ્ક્રીમની ગુણવત્તા નીંચી. કાનૂનમાં “Overrun”ની ટોચમર્યાદા નિયત કરવામાં આવેલ નથી. એટલે આઈસ્ક્રીમના નિર્માિઓ'આઈસ્ક્રીમના ઓછા જથ્થામાં હવા ફુલાવીને તેને વેચે છે. એનો અર્થ એ કે આઈસ્ક્રીમ ર્નિમતિા પચાસ ટકા હવાના પૈસા પણ વસુલ કરે છે, અને મોડર્ન દેખાવાના મોહમાં આપણે હોંશેહોંશે તે ચૂકવીએ છીએ. આઈસ્ક્રીમના કપ કે એક પર કેટલા ગ્રામ આઈસ્ક્રીમ છે તે છાપેલું ન હોવાનું આ જ કારણ છે. આઈસ્ક્રીમના પેક કે કપ ઉપર expirydole જાહેર કરવાની જોગવાઈ તો નથી જ, પરંતુ ઉત્પાદનના મહિના અને વર્ષની જાહેરાત કરવાની પણ જોગવાઈ નથી. પરિણામે ગમે તેટલો વાસી આઈસ્ક્રીમ હોય, તેમાં બરફના કણ જામી ગયા હોય તો પણ જનતાને તે ફટકારવામાં આવે છે. ડબ્બામાં સાચવી રાખેલાં વર્ષ-વર્ષ જૂનાં ફળો, બનાવટી ફલેવર્સ, બનતી કેમિકલ્સમાંથી બનાવેલા રંગો, સ્ટેબિલાઈઝર, ઈમલ્સિફાઇંગ એજન્ટ તથા રોકરિન જેવા આઈસ્ક્રીમમાં વપરાતા બીજા અનેક દ્રવ્યો સ્વાસ્થ્યને બગાડી કેન્સર સુધીના અનેક રોગો પેદા કરે તે નફામાં. જેમ આઈડીમમાં ઇંડાં વાપરવાની છૂટ છે, તેમ બિસ્કીટમાં પણ ઈંડાં વપરાતી છૂટ છે. (નિયમ અ. ૧૮.૦૭)બિસ્કીટમાં ઇંડાં ઉમેરવામાં આવ્યા હોય તો તેની જાહેરાત° પણ ફરજિયાત નથી. એટલે શુદ્ધ અન્નાહારી ઇંડાયુક્ત બિસ્કીટ હોંશેહોશે આરોગે તો તે અંધારામાં જ રહેવાનો. નાના બાળકોને મેંદાના બનેલા પેટમાં ચોંટી જઈ કંબજિયાતથી લઈને અનેક રોગો પેદા કરતા અને નાની ઉંમરે જ દાંત બગાડી દેતા બિસ્કીટ -ચોકલેટને બદલે ગોળાપડી, તલસાંકળી, ધાણી-ચણા જેવી સંખ્યાબંધ સ્વાદિષ્ટ, પૌષ્ટિક -નિર્દોષ વાનગીઓ ખવડાવીએ તો ? ચાર્ટ રૂપિયે કિલોના ભાવના ઘઉંના પેદાાંથી બનતા બિસ્કીટનો કિલોનો ભાવ ગણ્યાં પછી પણ તેને આરોગનારનો હિસાબ કેવો ગણીશું ? દહેરાસ૨માં પણ નૈવૈદ્યને બદલે ચોકલેટ, ટીકડા મૂકનાર અજ્ઞાની લોકોનું અજ્ઞાન દૂર થાય તો રઘરું. શિર તુજ આણ વહું. For Personal & Private Use Only ૨૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104