Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 30
________________ પણ રહે.આમન્વર્ષોવર્ષ ચાલ્યા કરે.આજેપણ મુંબઈ જેવા શહેરોમાં પણ કેટલાક રાંઘોમાં આ રીતે વર્ષોવર્ષનો ખર્ચ નીકળતો હોવાની જાતમાહિતીને આધારે આ લખાય છે, તેથી : તેનું વ્યવહારુપણું પણ સિદ્ધ થાય છે, દેરાસર-ઉપાશ્રય જેવી પરંપરાગત ધર્મસંસ્થાઓ કે જેને કોઈ પણ ભોગે ટકાવવી અનિવાર્ય છે. તે સિવાયના ખાતાઓ જેવી કે ભાતાખાતું, આયંડિલ ખાતું, ભોજનશાળા, આંગી ખાતું, ઉકાળેલું પાણીનું ખાતું, પુસ્તક પ્રકાશન uતું જેવાં અનેકવિધ ખાતામાં (તેમાંના નવાનવા ઊભા થયેલા ખાતા દૂર ન કરી શકાય ત્યાં સુધી કમ-સે-કમ) કાયમી યોજના કરવાને બદલે જે સમયે જે આવક થાય ત્યારે તે પ્રમાણે ખર્ચ કરીને તેનો વહીવટ ચલાવવો વધુ ઉચિત જણાય છે. - આ ઉપરાંત, દેવદ્રવ્યાદિની અનામત રકમો બેંકો -શેરો વગેરેમાં રોકવાને બદલે કાયદાકીય છૂટછાટોનો લાભ લઈ ચાંદી વગેરેમાં રોકવાથી પણ ભાવવધારા વગેરે દ્વારા રારેરાશ વ્યાજ જેનું વળતર મળી રહે છે. જ્યારે તે તે દેવદ્રવ્યાદિકનો ઉપયોગ કરવો હોય ત્યારે તે તે ચાંદ વગેરે વેચી તેનો ઉપયોગ જોઈ શકે. કાયમી નિધિની ૨કમોનું રોકાણ પણ બકો વગેરેમાં કરવાને બદલે ચાંદી વગેરેમાં કરવા દ્વારા દર વર્ષે થતા ભાવ વધારાનો લાભ લઈને વ્યાજ જેટલી રકમની ચાંદીનું વેચાણ કરીને લગભંગ મૂળ રકમ જેટલી ચાંદીને અનામત રાખી શકાય. પ્રત્યેક દ્રવ્ય-હોત્ર-કાળ અને ભાવને રામ્ય પ્રકારે અનુસરીને.આવા આવા બીજા પણ વિકલ્પો વિચારી શકાય. પરંતુ, તે પહેલાં રૌ પ્રથએ તો જિનાજ્ઞાવિપરીતપણે ધદ્રવ્યનું આરંmદિ મહાહિંસાને પ્રોત્સાહન મળે તે રીતે રોકાણ નથી કરવું તેવો દૃઢ નિશ્ચય થવો જોઈએ. તે થયેથી બીજા રસ્તાઓ શોધવાનો પ્રયત્ન શરૂ થાય અને તે પછી અચૂક યોગ્ય વિકલ્પો મળી જ રહે. તેમાં કાયદાની અડચણો આવતી હોય તો તે દૂર કરવા તરફ પણ લક્ષ્ય ખેંચાય. . કાયમી નિધિ કરીને તે રકમ બેંકમાં રોકી તેનું વ્યાજ વાપરવાની સરળતાની સરખામણીએ ઉપરોક્ત રીતો કડક્ટવાળી તો જણાશે જ, પરંતુ જિનશાસનની શૈલી અનુસાર ધવ્યનો વહીવટ થાય તેમ ઈચ્છતા પ્રત્યેક સુશ્રાવકે તે કષ્ટ વહોરીને પણ તે રીતે જ ચાલવાની તૈયારી બતાવવી જોઈએ. મોક્ષમાર્ગની પ્રત્યેક સાધના ઉપલક દષ્ટિએ કષ્ટકારી દેખાતી હોવા છતાં, તે કણકારી જણાતી પ્રવૃત્તિ જ અંતે સઘળાં થે કષ્ટોમાંથી મુક્તિ આપનાર છે, તે ને વિસારી જગતના સર્વ જીવો જિનવચનને વિશે આદરને ધરનારા થાઓ એ જ શુભાભિલાષ સહ. શિર તુજ આણ વહું| www.jainelibrary.org For Personal & Private Use Only Jain Education International

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104