Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 31
________________ ધર્માદા મૂડીનું રોકાણ વિકલ્પોની વિચારણા WEN'S ૨૧ જુલાઈ ‘૮૮ના “ફાઈનાન્શિયલ એક્સપ્રેસ'નું એક જૂનું કટિંગ હાથમાં આવી ગયું ત્યારે બેંકો દ્વારા કેટલી‘ઘોર હિંસા ફેલાવાઈ રહી છે તેની પ્રતીતિ દ્દઢતર થઈ એક્સપોર્ટ હાઉસ માટેના એક સેમિનારમાં બોલતાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચીફ જનરલ મેનેજર શ્રી એસ. રોલોમન રાજે જણાવ્યું હતું કે માંસ અને માંસની પેદાશોની હાલ દ૨ વર્ષે થતી ૭૫ કરોડ રૂપિયાની નિકાસ વધારીને દર વર્ષે ૧૦૦૦ કરોડ રુપિયા સુધી પહોંચાડવામાં શાં પગલાં લેવાં તે અંગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વિચારણા કરી રહી છે. આ માટે ઓછા વ્યાજે ધિરાણ આપવા ઉપરાંત બેંકની વિદેશી શાખાઓ દ્વારા ગ્રાહકો શોધી આપવા સુધીનાં સંખ્યાબંધ પગલાં લેવામાં આવશે. હું ! આ તો માત્ર એક નાનકડો દાખલો જ થયો. પરંતુ માંસની નિંકૉંસધી માંડીને ાછીમારી અને મરઘાં- કતલ સુધીની અનેક પ્રકારની હિંસાના પ્રચાર માટે બેંકોથી લઈને યુનિટ ટ્રસ્ટ સુધીની અનેક રા૨કારી નાણાં સંસ્થાઓ જે ભરપૂર પ્રયાસો કરી રહી છે, તે જોતાં દરેક અહિંસાપ્રેમી વ્યક્તિએ પોતાના વ્યક્તિગત કે ધાર્મિક નાણાં બેંકો-યુનિટો વગેરેમાં રોકવાં કે કેમ તે ખૂબ ગંભીરતાથી વિચારવા યોગ્ય બાબત બની જાય છે.. હકીકતમાં તો બેંકો દ્વારા ઘોર હિંસાના ધંધાઓને મળતા પ્રોત્સાહન કરતાં પણ વધુ ગંભીર બાબત તો બીજી છે. સમગ્ર હિંદુસ્તાનમાં જૈનો અલ્પ રાંખ્યક હોવા છતાં પણ સમગ્ર દેશનું વાસ્તવિક નેતૃત્વ ‘મહાજન'ના હાથમાં રહેતું. તેનું અગત્યનું કારણ એ હતું કે શરાફી-ધીરધાર નાણાંપ્રકરણવિષયક ધંધાઓ ઉપર જૈનોની મોટી પૈકી હતા આના કારણે નાના ગામમાં જૈનનું એક જ ઘર હોય તો પણ તે ગામનો શેઠ ગણાતો, અને ગામમાં ઊભા થતા કોઈ પણ અનિષ્ટને તે રોકી શકેતો. ગામેગામ બેંકો ચાલુ થવાને કારણે શરાફી ધીરધારનો આ ધંધો જૈનોના હાથમાંથી અલ્યો ગયો. પ્રમાણમાં ઘણો નિર્દોષ એવો આ વ્યવસાય છૂટી જવાથી. કારખાના વગેરેના કમિદાનના ધંધાઓમાં જૈનો જોડાતા ગયા. તે માટે તેમને ગામડાં છોડી શહેરો ભણી હિજરત શરૂ કરવી પડી. જેના પરિણામે ગામડાંમાં જૈનોનાં ઘર ન રહેવાથી ત્યાંના જિનમંદિરો વગેરે ધર્મસ્થાનોની Jain Education International શિર તુજ પણ વહું. For Personal & Private Use Only ૧૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104